- પોતાના વિશ્વાસથી, શ્રદ્ધાથી, સત્યનાં બળથી જીવે જ જાય છે. અને તમામ મૃત્યુના અનિષ્ટો ખુદનાશ પામે છે, આ છે તેનો જીવન અને મૃત્યુ પરનો વિજય
શ્રી કૃષ્ણનો જન્મ તે માત્ર જન્મ નથી પરંતુ તે એક અવતાર છે કે ભગવાન માનવરૂપે જન્મી જે જગતમાં અચિંત્ય અને અશક્ય તેવા કાર્યો કરી જ્ઞાાન-ભક્તિ અને કર્મનો જીવંત ઉપદેશ આપી ગયા છે. જે અશક્ય હોય તેણે તેણે શક્ય કરી બતાવ્યું છે. તેનું બાળસ્વરૂપ થી માંડી તેના મૃત્યુ સુધીની તમામ ક્રિયાઓ આપણામાં એક દિવ્ય ઉપદેશાત્મક બની ગઈ છે. તેથી તે ભગવાનનો એક 'પૂર્ણાવતાર' પણ કહેવાયા છે.' દ્વરૂડ્ઢદૃ ેંર્ં ગ્।શ્ન્દ્યગ્દશ્નછપ્' માગ તમારા માટે કે મારા માટે કે ભારત દેશ માટે નહિં પરંતુ વિશ્વને એક મહાન સંદેશાપૂર્ણ જીવન જીવી બતાવ્યું છે એટલે જ તેને 'પૂર્ણપુરુષોત્તમ'નું બિરૂદ પંડિતોએ આપેલું છે.
શ્રીકૃષ્ણનો જન્મ કે તેનું મૃત્યુ ક્યારે અને ક્યાં થયું તે સ્થિતિ અને આપણાં સહુના જીવન-મૃત્યુની સ્થિતિમાં કોઈ મોટો તફાવત નથી. શ્રીકૃષ્ણનો જન્મ અંધારી રાતે થાય છે અને આપણે પણ સહુ જન્મીએ છીએ. અંધકારની સ્થિતિમાં જ. શ્રીકૃષ્ણનું મૃત્યુ થાય છે. પારધીનાં બાણથી અને પોતાનાં જ યાદવકુળોની અશિષ્ટતા ભર્યા વાતાવરણમાં આપણે પણ મરીએ છીએ. આપણાઓનાં જ કકળાટમાં વળી કૃષ્ણનો જન્મ થાય છે. કારાવાસનાં બંધનોમાં અને આપણે પણ સહુ બંધનોમાં જ જન્મીએ છીએ.
પરંતુ તફાવત એટલો છે કે શ્રીકૃષ્ણને ભગવાન કે જગતગુરૂ કે પરમાત્મા કહેવામાં આવે છે. કારણકે જન્મ તો અંધારામાં કારાવાસ બંધનમાં થાય છે. પરંતુ જીવનની હરક્ષણ તેઓ મૃત્યુ સાથે અસત્ય સાથે, સંઘર્ષોસાથે બાથ ભરતાં ભરતાં, મૃત્યુને મારતા મારતાં, અસહાયવાળા સાથે રહી અનીતિનાં સઘર્ષ સાથે લડતા લડતા. ધર્મ અને સત્યનાં મૂળ સૂત્રોને નેવે મુકી દેનારા, અહંકારી તત્ત્વો સાથે બાથ ભરતાં ભરતાંય તે જીવંત રહે છે. સત્યનાં મૂળને સ્થાપિત કરે છે. અને નીતિને બચાવે છે. મૂળ ધર્મને તથા સત્યનાં મૂળને પકડી રાખી વિજયી બનાવે છે. ત્યારે આપણે તો જન્મતી વખતે અને મૃત્યુ વખતે બન્નેમાં આંખ મીચેલી અંધકારમાં આવતા અને જતા હોવા ઉપરાંત વચ્ચેના જીવનમાં પણ હરપળે, મરીએ છીએ. અને તમામ નૈતિક સંઘર્ષો સામે મૌન રહીને પીઠ દેખાડી નાઠીએ છીએ. ક્યારેય જીવનને પ્રકાશમાં આવવાની ક્ષણમાત્ર પણ આપતા નથી.
જેણે જેણે ઇચ્છયું છે, જે જે રીતે ઇચ્છયું છે કે કૃષ્ણ મૃત્યુ પામે તે માટે દુષ્ટોએ પ્રયત્નો પણ ઘણાં કરે છે. પરંતુ તે પોતાના વિશ્વાસથી, શ્રદ્ધાથી, સત્યનાં બળથી જીવે જ જાય છે. અને તમામ મૃત્યુના અનિષ્ટો ખુદનાશ પામે છે, આ છે તેનો જીવન અને મૃત્યુ પરનો વિજય. આકર્ષિત કરે છે. તે જ છે 'કૃષ્ણ'. આ શબ્દનું જોડાણ સરળ નથી પરંતુ કૃષ્ણ સાથે સહજ સરળ ભાવથી રહેવું ખૂબ જ સરળ છે. પોતે સીધા નથી પરંતુ આડંબરવાળાઓને તેની સાથે ત્યાં પણ સ્થાન નથી.
તે પ્રેમથી ભરપૂર છે આથી નાનામાં નાના મિત્રને પણ તે મહાન પ્રેમ આપે છે. નીતિ, સત્ય, ધર્મ, સરળતા, સહજતા- નિરાભિપણું, પ્રેમભર્યુ જીવન, વડિલોને આદર, ગુરૂશ્રદ્ધા માતાનું મહત્વ, પ્રાણીઓ ઉપર સદભાવ, વગેરે તેનાં ભાવો તેમનાં અનુયાયીઓને તેના તરફ આકર્ષાયા વિના રહેતા નથી. તે બધાને પોતા તરફ આકર્ષે છે. આથી તે કૃષ્ણ છે પરમાત્મા છે અને જગત ગુરૂ છે.
કૃષ્ણને સમજવા મુશ્કેલ છે. કૃષ્ણના પૂર્ણ હોવાનો બીજો અર્થ એ છે કે કૃષ્ણનાં જીવનમાં બધું જ છે કે જે કોઈ એક જીવનમાં હોવું મુશ્કેલ છે. અસંભવિત જ લાગે. કૃષ્ણનાં વ્યક્તિત્વમાં જે છે તે સબ-રસ છે. બધા રસોથી ભરેલું છે. તેમનામાં બધી કળાઓ છે. કોઈપણ કલાકારમાં એક જ કળા હોય છે. જ્યારે કૃષ્ણ પોતે જ કળા છે કૃષ્ણ કોણ છે? એ અંગે હાજર વ્યકતવ્ય હોઈ શકે. કૃષ્ણની પૂર્ણતા બહુ આયામી છે. અને એક આયામાં પૂર્ણ હોય તે પણ બહુ કઠણ છે. આપણે બધા પ્રકારની વ્યક્તિઓની તુલના શોધી શકીએ. પરંતુ કૃષ્ણની તુલના આપણે શોધવા જઈએ તો મુશ્કેલીમાં પડી જઈશું. આ પૃથ્વી ઉપર આજ સુધી તેની તુલના થઈ શકતી નથી.
ગીતાના ઉપદેશમાં ગીતાના દશમાં અધ્યાય સુધી અર્જુન પણ તેને જાણી શક્તો નથી. પરંતુ જ્યારે તેને વિશ્વરૂપદર્શન નામના અગિયારમાં અધ્યાયમાં પોતાનું વિશ્વરૂપનું વિરાટ દર્શન કરાવ્યું ને કહ્યું સૃષ્ટિમાં જે કંઈ વિભૂતિઓ ઐશ્ચર્ય સંપન્ન શોભાયુક્ત અને શક્તિયુક્ત પદાર્થ છે તે મારા અંશની અભિવ્યક્તિ છે.
'पट पट विभूति मत्सत्वं,
श्रीमद उर्तित मेव वा ।
तटतट देवाव गच्छ त्वं
मम् तेजो अंश सम्भवम् ।।'
(ગીતા ૧૦/૪૧)
આમ ભગવાન શ્રીકૃષ્ણ ગોકુળમાં બાળકોની ટોળી સાથે પણ મસ્તિથી રમે છે અને મોટામાં મોટું સ્વરૂપ ધારણ કરી શકે છે.
- કૃષ્ણસ્તુ ભગવાન સ્વયમ્ ઃ આસ્તિકોને માટે ઇશ્વર-સિધ્ધિની કોઈ જ આવશ્યકતા નથી. તેમજ શ્રીકૃષ્ણની ઇશ્વરમાં સંદેહ કરવાની કોઈ જ જરૂરિયાત નથી. તે તો એક અંશ અવતાર છે. પૂર્ણાવતાર છે કેમકે વિદ્યાનો કહે છે કે નિત્ય અને વિશુધ્ધ ચિત્તનો માયાના સબંધ વિના સાકાર થવો અશક્ય છે. એટલા માટે પરબ્રહ્મનો અવતાર થઈ શકતો નથી.
શ્રીકૃષ્ણ, માયા રહિત બ્રહ્મનું જ વિશેષરૂપ છે. અન્ય વિદ્વાનો પણ જણાવો છે કે શ્રીકૃષ્ણ, શ્રી નારાયણનો એક અંશાવતાર છે. કેમકે અવતાર શબ્દ જ આ વાતને સમર્થન આપે છે. અને શ્રીમદ્ ભાવતનાં 'तंत्राशेनावर्णस्य विष्णोवीर्या हि शंस्तने ।' આ શ્લોકમાં અંશપદ દ્વારા અંશાવતાર સ્પષ્ટ છે. શ્રીમદ્ વલ્લભાચાર્યનો નિર્ણય આનાથી કંઈક અલાયદો છે.
श्रुतेरम शब्द मूलत्वात् આ સૂત્રના ભાષ્યમાં તેઓએ સિધ્ધ કરેલ છે કે ઉપનિષદ્ વગેરે ગમ્ય પર, બ્રહ્મનો નિર્ણય યુક્તિથી કરવાનો બદલે શ્રુતિઓ વડે કરવો એ જ યોગ્ય છે.
શ્રુતિ બે પ્રકારની ઉપલબ્ધ થાય છે એક નિધર્મક-બ્રહ્મ- પ્રતિપાદક અને બીજી સધર્મક-બ્રહ્મ પ્રતિપાદક. તેના પ્રામાણ્ય રક્ષકને માટે તેમાંથી કોઈપણ બોધ કરી શકીએ એમ નથી. તેથી પરબ્રહ્મને વિશુદ્ધ ધર્માશ્રયે માનવો એ જ યોગ્ય છે. અને તે ઠીક પણ લાગે છે કેમકે અનંત શક્તિશાળી પુરુષમાં વિશુધ્ધ ધર્માક્ષયત્વ અશક્ય નથી.
એટલા માટે પરબ્રહ્મની સાકારતા સ્વીકાર કરવામાં કોઈ બાધા નથી 'ણગ્દપ્દ્બપ્ હ્ય્ેહ્ર્ ેંશ્નશ્નર્રૃંઢણખ્ત ણદ્યઢ ગ્દશ્ન્હ્રશ્ર' તેવું શ્રૃતિ પણ કહે છે કે પરબ્રહ્મ પોતાના ભક્તો માટે તેના અનુયાયો માટે તથા ધર્મની રક્ષા માટે અને અધર્મનોના નાશ કરવા માટે તેઓ પૂર્ણાવતાર-પુરુષોત્તમ રૂપે અવતરી શકે છે. ગીતામાં શ્રીકૃષ્ણ પોતે કહે છે કે
यस्मत्क्षर मतीतोडहम् अक्षरादपि खोतमः।
अतोडस्मि लोके वेदे च प्रथितः पुऱुषोत्तमः।।
(ગીતાજી અ.૧૫/૧૮)
'હું નાશવંત જડ સમુદાયથી સર્વ રીતે અતીત છું અને અવિનાશી જીવાત્માથી પણ ઉત્તમ છું. માટે લોકમાં તેમજ વેદોમાં 'પુરુષોત્તમ' નામે પ્રસિધ્ધ છું.'
શ્રીમદ્ ભાગવતમાં પણ 'कृष्णस्तु भगवानस्वयं' કહીને કૃષ્ણને સ્વયં ભગવાન તરીકે ગણાવ્યા છે.
जयति जन निवासो
देवकी जन्म वायो
( શ્રીમદ્ભાગવત ૧૦/૪૮)
ભગવાન શ્રીકૃષ્ણ જ સઘળા જીવોના આશ્રયસ્થાન છે. જો કે તેઓ સદા-સર્વદા સર્વત્ર ઉપસ્થિત જ રહે છે. છતાં 'દેવકીજીની કૂખે જન્મ' એ તો માત્ર કહેવા પૂરતું જ છે. તેમણે પોતાના બાહુબળથી અધર્મનો નાશ કરી દીધો. પરીક્ષિત ! ભગવાન સ્વભાવથી જે ચરાચર જગતનું દુઃખ મિટાવતા રહે છે. તેમનું મંદહાંસ્યથી ખીલેલું સુંદર મુખારવિંદ વ્રજની સ્ત્રીઓ અને નગર-સ્ત્રીઓનાં હૃદયમાં પ્રેમભાવને પ્રદીપ્ત કરે છે.
વાસ્તવમાં સંપૂર્ણ જગત ઉપર તેઓ વિજયી છે. તેમનો જય થાઓ ! જય થાઓ. તેમણે તેમની પ્રવૃત્તિથી અતીત પરમાત્માએ પોતાના દ્વારા સ્થાપિત ધર્મ-મર્યાદાની રક્ષા માટે દિવ્ય લીલા-શરીર ગ્રહણ કર્યું અને તેને અનુરૂપ અનેક અદ્ભૂત ચરિત્રોને અભિન્ય કર્યો તેમનું એક એક કર્મ સ્મરણ કરનારાઓનાં કર્મ બંધનોને કાપી નાંખે છે. તેથી જ વલ્લભાચાર્ય શ્રીકૃષ્ણને પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ માનેલ છે.
આપણે પણ જન્માષ્ટમિનાં ઉત્સવને દિવ્યરૂપે ઉજવીએ અને બોલીયે देवकी परमानंद श्रीकृष्णवंदे जगत् गुरु
- ડૉ. ઉમાકાંત જે.જોષી


