Get The App

''સમાધિ''નો સાદો અર્થ .

Updated: Oct 1st, 2025

GS TEAM

Google News
Google News
''સમાધિ''નો સાદો અર્થ                                 . 1 - image

દરેક વ્યક્તિ પોતાના જીવનમાં 'સમાધિ' ઇચ્છે છે અને ઇચ્છીત કાર્યોથી ધરાઈ જાય છે ત્યારે 'સમાધિ' માટે તલસલાટ અનુભવે છે. મનની 'સમાધિ'થી જ શોકનો અહેસાસ થાય છે.

સમાધિ એટલે શાંત-ગંભીર સ્થિર સમુદ્ર જેવી અવસ્થા

સમાધિ એટલે જડ અને ચેતન પ્રત્યે ઉદાસીનપણુ

સમાધિ એટલે દુ:ખ દર્દમાં પણ આનંદનો અનુભવ

સમાધિ એટલે ગમતી પ્રવૃત્તિઓમાં પણ વૈરાગ્યભાવ

સમાધિ એટલે અનુકૂળતા અને પ્રતિકૂળતામાં સમાનભાવ

સમાધિ એટલે આત્મા પ્રત્યે પ્રીતિ અને શરીર પ્રત્યે અણગમો

સમાધિ એટલે સુખમાં 'લીન નહી' 'દુ:ખમાં દીન નહી'

સમાધિ એટલે સતત મનની પ્રસન્નતા

* જૈન શ્રદ્ધાળુઓ દરરોજ 'લોગસ્સસુત્ર' ના પાઠમાં પ્રભુ પાસે યાચના કરે છે, 'સમહિવરમુંતમહિંતુ' અર્થાત્ 'મને ઉત્તમ સમાધિ આપો.'

* 'જયવીયરાયસૂત્ર'માં દૈનિક પ્રાર્થનામાં પ્રભુને વિનંતી કરે છે 'સમાહિમરણં ય' અર્થાત્ 'સમાધિમરણ'

* 'વંદિતુસૂત્ર'માં સાધકો 'પ્રતિક્રમણ' દરમ્યાન સૂત્ર પાઠમાં 'હિંતુ સમાહિંય બોહિય' અર્થાત્ 'મને 'સમાધીમરરણ અને બોધીલાભ પ્રાપ્ત થાઓ'.

* 'અજિતશાંતી' માં પણ તીર્થંકર શાંતિનાથ દાદાને વિનવે છે કે 'સંતિમુણી મમ સંતિ સમાહિવર હિસઉ' અર્થાત્ 'શાંતીનાને પ્રણામ કરું છું મને શાંતિ વડે સમાધિરૂપ વરદાન આપો.'

* દિવસ-રાત્રીમાં અમુક સમય 'મોબાઈલ' થી દુર થઈને ચિંતન કરશો જ.

- હસમુખભાઈ વેદલીયા