'સન્ત' શબ્દની વ્યુત્પત્તિ ભલેને અંધકાર રહી પરંતુ 'સંત' સંસાધારી સત્પુરૂષો તો સદીઓથી વિશ્વનાં પાંચે ખંડોના આકાશને પોતાની દિવ્ય પ્રભાથી ઝળહળતા કરતા રહ્યા છે. ભારતીય સંસ્કૃતિને કોઈ 'સન્ત-સંસ્કૃતિ' કહેતો તેમાં અધ્ધરતાલ વાત કરવાનો દોષ મુકવો સરળ નથી. સન્ત તુલસીદાસ, સંત જ્ઞાનેશ્વર, સંત સૂરદાસ, સંત કબીરદાસ..
આ બધા એક વ્યક્તિનાં નામ થોડા છે? સંત તુલસીદાસ એટલે ? જેમણે ચાર ચાર સૈકાથી ભારતનાં ગામડાનાં કરોડો લોકોને સંસ્કૃતિનાં અમૃત પાઈ પાઈ સાવ જુદા જ માનવી બનાવી દીધા. એમનું વ્યકિતત્વ કેટલુ વિરાટ સમજવું? અને સંસારના ઘણા લોકો પર પણ પ્રભાવક તુલસીદાસ કબીરદાસ સૂરદાસનાં સાહિત્યનું પાન કરી ઘડાયેલી વ્યક્તિનું વ્યક્તિત્વ તરીકે કદાચ બહુ ઊંચુ નહીં હોય, પણ માનવી અને ભક્ત તરીકે તો તે ખુબ જ ઉંચી કક્ષાએ પહોચ્યા હશે. આવા સંતો પાછલાં કેટલાય વર્ષોમાં ભારતનાં પ્રદેશે પ્રદેશે પોતપોતાની પ્રાદેશિક ભાષાઓમાં થઈ ગયેલાં આવા સંતોની જ ગણતરી કરીયે તો ય તે કેટલી મોટી થવા જાય ? સેંકડો, કદાચ હજારો એ બધાનું સમાજ માટેનું ફુલ પ્રદાન કેટલું? અને છતા કમાલ તો જુઓ કે સાહિત્યકાર યાદ રહે એવી ઝંખના પણ કરે અને તે માટે મથે પણ ખરો, પણ આ ઓલિયો સંત? જેણે સાંસારિક લાભની જ વાસનાને ભસ્મ કરી નાખી તે વળી પોતાના નામની સાહિત્યની, યશની, પ્રદાનની ટાયવોય કરવાનો? એમણે લખ્યું તેઓ બોલ્યા તેમણે ચિંતન કર્યું, તેમણે અનેક લોકોના જીવનને સંસ્કાર્યા તેમણે કેંકને ગઘેડામાંથી ગાયમાં ફેરવ્યા.. પણ એ વિષે એક અક્ષરેય તેમણે ક્યાંય ઉચ્ચાર્યો કે નોંધ્યો નહીં? નેકીકર કૂવે મે ડાલ : સત્કાર્ય કર અને ભૂલી જા.
તેમના કાર્ય અને પ્રદાન કે પ્રભાવની તો વાત જ શી કરવી? પણ એ બધા એ અલગ અલગ રૂપે, છતાં એક જ કામ નિરંતર કર્યા કર્યું. સાથે ઉપસ્થિત સમાજ ને સ્વયં વિષ્ણુ સમજી, ભક્તિભાવપૂર્વક તેમની સેવા કરી. તેમનાં જીવન નીચાં જોયા તો કાંધ દઇને પણ ઊંચા ઉઠાવ્યા. ગંદા જોયા તો જાતે ગંદા બનીને પણ એમના દોષોમાં બાળોતિયા ધોયા, જાત ઘસી નાંખી, નામ ઓગળી નાખ્યું. પણ પોતાના રક્ત માંસ, હાડકાં ના ખાતર આપી આપી સમાજની ધરતીમાંથી સહ્ સમાજનો, સત્કાર્યોનો સદ્વિચારોનો પાક વધુમાં વધુ મળે એ માટે સૌ મથતા રહ્યા. કોણ હતા એ? એમના નામ? ગામ? આવા પ્રશ્નોના જવાબ નહીં મળવાના. એમને ઇતિહાસ નહોતો રચવો, સમાજ ઘડવાનો હતો, માનવીને ઘડવો હતો.
માનવીના રૂપમાં ભગવાનને ઉતારવો હતો. એ એમનો ધંધો નહોતો શોખ ન હતો. સમય પસાર કરવાનો રસ્તો ન હતો. પણ તેઓ તો પોતાના રક્ત માંસનું ખાતર આપી આ સૌને સાચા માનવીના રૂપમાં તૈયાર કરવા માગતા ને મથતા હતા. તેઓ કોઈ અમુક વ્યક્તિઓની સેવા નહોતા કરતા. પણ સ્વયં વિષ્ણુની જ સેવા સમજી, એમાં પોતાની જાત અર્પણ કરી દીધી હતી. સમાજ અને સમાજનો એક એક સામ્ય એમનો ઉપાસ્ય ઇષ્ટદેવ હતો. અને તેઓ પોતાના એ ઇષ્ટદેવની અંત્યત ભાવથી સેવા, પૂજા, ભક્તિ કરી રહ્યા હતાં. જે સાચો સંત હોય તેને જ સંત શબ્દનાં આવા અર્થની કલ્પના સૂઝે.
સંત એટલે વ્યક્તિ નહીં પણ વિચાર ભાવના વાતાવરણ, આદર્શનું દેહધારી રૂપ. એવા સંતનું નામ સંત જ હોય. એવા સંતનું પિયર વિષ્ણુલોક જ હોય. સંસારની સેવા કરવાનું કાર્ય સંત કરે. પણ વિષ્ણુની કાંધે બેસીને પછી એને વિષ્ણુની સમક્ષ ગણવા કે વધારે ઉંચા એક તર્કનો વિષય બની શકે. પણ સ્તોત્ર એવી તકરારમાં ન ઉતરતા વિષ્ણુ અને સંત બંનેને સમકક્ષથી તરીકે સ્થાપી, બંનેનું માન જાળવી, બંનેને છે તે કરતાં અનેકગણા ઉજળા બનાવવાની ચતૂરાઈભરી તથા ઔદાર્યપૂર્ણ કામગીરી બજાવે છે.
આમાં પેલી વ્યાકરણની અને તર્કની ઝીણીઝીણી આંટીઘૂટીઓ તો કયાંય ખોવાઈ જાય છે અને સૌથી મોખરે જોવા મળે છે. બે-સંત અને વિષ્ણુ પણ ના બે નહી એક જ . એમનું સંયુક્ત નામ સુઝે તે આપે એમાંથી કોઈને નામની પડી નથી. સંતનો સત્સંગ કરતા તેના સાથમાં હજી પણ થોડોક સમય ચાલતા રહીયે. આ શબ્દ જ એવો ચમત્કારી છે કે જેના પર તેની છાપ પડે તેનું મુલ્ય ઘણુ વધી જાય. એક મામુલી કાગળ પર સંસારનો કોઈ મહાપુરૂષ કે મહાત્મા પોતાના હસ્તાક્ષર કરી બે શબ્દો લખી આપે તો તે કાગળનાં ટૂકડાને ત્રણ પેઢી સુધી સાચવી રાખવી. મામુલી કાગળનો ટુકડો પણ હસ્તાક્ષર કરનાર વ્યક્તિની મહત્તાને કારણે મહામૂલો બની જાય છે.
- ચેતન. એસ. ત્રિવેદી


