માણસની અસ્થિરતા શોકગ્રસ્તતા સર્વનું મુળ ફાંફાં મારવાની વૃતિમાં
જ્ઞાની પુરુષ સર્વ પાપ સ્ખલન અને દુખને ઉત્પન્ન કરનાર મોહથી મનના અને સંકલ્પના અસત્ય કાર્યથી તથા ઇન્દ્રિયોનાં અને આવેગોના ખોટા તમામ પ્રતિકાર્યોથી બચી જાય છે અને સર્વ પાપો નાશ થાય છે
આજના માણસના મનની અને કર્મની બધી જ અને બધા જ પ્રકારની અવ્યવસ્થા એની તમામ ભૂલો પાપો તથા મનની એના સંકલ્પની એની નૈતિક પ્રકૃતિની તથા એની લાગણીઓ અને પ્રાણ એ સર્વેના આવેગોની મનમાં અસ્થિરતા અને શોક ગ્રસ્તતા.
આ સર્વેનું મુળ એના બ્રાહ્ય ફાંફાં મારતા ભ્રમિત મન અને જુદી જુદી જોકોમાં સ્વાર્થ સાધવાના સંકલ્પમાં જ રહેલું છે, સ્વાર્થ સાધવાની દોડથી જોકોમાંથી કશું જ મળતું નથી તે સવાલ જુદો છે, પણ મન તો વિકૃત થાય જ આ જોકોનું સંમોહન અત્યારના સ્થૂળ દેહમાં રહેતા અને ઇન્દ્રિયોથી તમોગ્રસ્ત બનેલા એના મર્ત્ય મનને માટે સાવ સ્વાભાવિક છે, પરંતુ જ્યારે માણસ આંતર સાધના કરી આત્મધ્યાન દ્વારા સર્વ વસ્તુઓમાં રહેલ દિવ્યતાનું એને દર્શન અને આંતર જ્ઞાન થાય છે. ત્યારે જ બાહ્ય દ્રશ્ય સ્વરૂપ પેલે પાર રહેલ પરાત્પર વાસ્તવિકતામાં જ્યારે તે સ્થિર દ્રષ્ટિ વડે સ્પષ્ટ જોઈ શકે છે તથા એ પરમ વાસ્તવિકતામાંથી બાહ્ય બહુ સ્પષ્ટ સ્વરૂપે ફરીથી પાછું જુએ છે ત્યારે જ તે મન સંકલ્પ ભાવ અને ઇન્દ્રિયો માયાથી મુક્ત થાય છે. ત્યાર પછી જ તે પરમ જ્ઞાનથી પ્રકાશિત અને સાવજ મુક્ત રીતે વર્તે છે.
આમ પ્રત્યેક વસ્તુને તે એનુ પરાત્પર અને સબંધોને જાણે છે ત્યાર પછી જ એ સર્વ જીવન અને સર્વ કર્મને તેના ઉચ્ચ અને સાચા ઉદેશ પ્રત્યે દોરે છે, તથા એના પોતાના અંતરમાં જે પરમાત્માની સન્નિધિ હોય છે, તેની જ્યોતિ અને શક્તિની સહાયથી તે એમનું શાસન કરે છે. આ પ્રમાણે એ જ્ઞાની પુરુષ સર્વ પાપ સ્ખલન અને દુખને ઉત્પન્ન કરનાર મોહથી મનના અને સંકલ્પના અસત્ય કાર્યથી તથા ઇન્દ્રિયોનાં અને આવેગોના ખોટા તમામ પ્રતિકાર્યોથી બચી જાય છે અને સર્વ પાપો નાશ થાય છે કારણકે તે પરાત્પર અને પરમતત્વ સ્વરૂપમાં લીન થાય છે.
આ રીતે પોતાની ચેતનાને ધારણ કરવાને પરિણામે એ પુરુષ પોતાની વ્યક્તિતાને તથા અન્ય સર્વે વ્યક્તિઓને તેના વધારે મહંતમ મૂલ્યની દ્રષ્ટિથી જુએ છે, તથા પોતાની નજર ભેદ કરનારી અહંકાર પ્રધાન સંકલ્પશક્તિ અને માહિતીમાં રહેલા અજ્ઞાન અને મિથ્યાત્વથી ટોટલી મુક્ત થાય છે, આજ આંતર આધ્યાત્મિક મુક્તિનો સાર છે, એ હંમેશા પરમનાં સાક્ષાત્કાર અને અનુભૂતિમાં રહેલો છે.