ફાગણની પૂનમે ડાકોર પદયાત્રાનું ધાર્મિક મહત્વ વધતું જાય છે. અમદાવાદથી જેમ લાખો પદયાત્રીઓ ડાકોરનું ૮૦ કિલોમીટરનું અંતર જય રણછોડના જય ઘોષ સાથે કાપે છે એવી જ રીતે સાબરકાંઠાથી કપડવંજના માર્ગે આવતા, ગોધરાથી ઠાસરાના માર્ગે આવતા અને સુરત-વડોદરાથી ઉમરેઠના માર્ગે આવતા પદયાત્રીઓ જ્યારે ડાકોર પહોંચે છે ત્યારે ત્યાં દર્શન માટેની વિશેષ વ્યવસ્થા રાખવામાં આવી હોય છે. ડાકોરમાં ફાગણની પૂનમ નિમિત્તે દશ લાખ દર્શનાર્થીઓ ઉમટશે ત્યારે સત્તાવાળાઓની વહિવટી કુનેહની પરીક્ષા થશે. તારીખ ૨-૩ અને ૪ના રોજ લાખો દર્શનાર્થીઓ પદયાત્રાના માર્ગો ગજવતા જોવા મળશે. આ પદયાત્રીઓ માટે-નાસ્તા- ભોજન- આરામની વ્યવસ્થા કરતા સેવાભાવી સેન્ટરો પણ તૈયાર થઈ ગયા છે. આ સેવા કેન્દ્રો પદયાત્રીઓની સેવાને પ્રભુ સેવા ગણે છે. અમદાવાદથી ડાકોરના ૮૦ કિલો મીટરના માર્ગ પર દર બે કિલોમીટરે એક એવા નાના મોટા ૪૦ સેવા કેન્દ્રો છે. એવુંજ અન્ય પદયાત્રાના માર્ગો પર છે. અમદાવાદથી નીકળતા પદયાત્રીઓ આજ કાલમાં દર્શન માટે નીકળશે. પદયાત્રાની વિશેષતા એ છે કે તેના માટે કોઈ સંગાથની જરૂર નથી રહેતી કેમકે રણછોડરાય તેમનું ધ્યાન રાખવા સાથે રહે છે. ડાકોર પદયાત્રા કરીને જવાનું વિશેષ મહત્ત્વ રહેલું છે. અનેક પદયાત્રા સંઘો દર ફાગણની પૂનમે ૩૦૦-૪૦૦ લોકોને પદયાત્રા કરીને લઈ જાય છે અને પુણ્યનું ભાથું બાંધે છે. જય રણછોડ...
રણછોડરાયજી મંદિર ડાકોરમાં દર્શનનો સમય
- ફાગણ સુદ - ૧૩, તા. ૧-૩-૨૦૨૬
સવારના :- ૫-૪૫ વાગે નીજમંદિર ખુલી
૬-૦૦ વાગે મંગળા આરતી થઈ.
૬-૦૦ થી ૮-૩૦ વાગ્યા સુધી દર્શન ખુલ્લા રહેશે.
૮-૩૦ થી ૯-૦૦ વાગ્યા સુધી
૯-૦૦ વાગે શણગાર આરતી થશે.
૯-૦૦ થી ૧૨-૦૦ સુધી દર્શન ખુલ્લા રહેશે.
૧૨-૦૦ થી ૧૨-૩૦ દર્શન બંધ રહેશે.
૧૨-૩૦ વાગે મહાભોગ આરતી થશે.
૧૨-૩૦ થી ૨-૦૦ વાગ્યા સુધી દર્શન ખુલ્લા રહેશે.
સાંજના :- ૩-૩૦ વાગે નિજમંદિર ખુલી
૩-૪૫ વાગે ઉથ્થાપન આરતી
- ફાગણ સુદ - ૧૪, તા. ૨-૩-૨૦૨૬
સવારના :- ૪-૪૫ વાગે નિજમંદિર ખુલી
૫-૦૦ વાગે મંગળા આરતી થશે.
૫-૦૦ થી ૭-૩૦ વાગ્યા સુધી દર્શન ખુલ્લા રહેશે.
૭-૩૦ થી ૮-૦૦ વાગ્યા સુધી દર્શન બંધ રહેશે.
૮-૦૦ વાગે શણગાર આરતી થશે
૮-૦૦ થી ૧-૩૦ વાગ્યા સુધી દર્શન ખુલ્લા રહેશે.
બપોરના :- ૧-૩૦ થી ૨-૦૦ દર્શન બંધ રહેશે.
૨-૦૦ વાગે રાજભોગ આરતી થશે.
૨-૦૦ થી સાંજના ૫-૩૦ વાગ્યા સુધી દર્શન ખુલ્લા રહેશે.
સાંજના :- ૫-૩૦ થી ૬-૦૦ સુધી દર્શન બંધ રહેશે.
૬-૦૦ વાગે ઉથ્થાપન આરતી થશે.
રાત્રીના :- ૮-૦૦ થી ૮-૧૫ દર્શન બંધ રહેશે.
૮-૧૫ વાગે શયનભોગ આરતી થશે
- ફાગણ સુદ - ૧૫, તા. ૩-૩-૨૦૨૬
ફાગણસુદ-૧૫ (દોલોત્સવ) તારીખ ૩-૩-૨૦૨૬ ને મંગળવારના રોજ ચંદ્રગ્રહણ હોવાથી અને મંદિરમાં પાળવાનું હોવાથી
શ્રી રણછોડરાયજી મહારાજ ડાકોરના
દર્શનના સમય
સવારના : ૧-૪૫ વાગે નીજ મંદિર ખુલી
૨-૦૦ વાગે મંગળા આરતી થશે.
૨-૦૦ થી ૩-૩૦ વાગ્યા સુધી દર્શન ખુલ્લા રહેશે.
૪-૦૦ વાગે શણગાર આરતી થશે
૪-૦૦ થી ૬-૦૦ વાગ્યા સુધી ફૂલડોળના દર્શન થશે.
૬-૦૦ થી ૭-૦૦ સુધી દર્શન બંધ રહેશે.
૭-૦૦ વાગે રાજભોગ આરતી થશે.
૭-૦૦ થી ૮-૦૦ સુધી દર્શન ખુલ્લા રહેશે.
૮-૧૫ વાગે ઉથ્થાપન આરતી થશે.
૮-૧૫ થી ૯-૩૦ સુધી દર્શન ખુલ્લા રહેશે.
૧૦-૦૦ વાગે દર્શન ખુલશે.


