સ ર્વ જીવોનો આશ્રય (આધાર) ભગવાન છે. ભગવાન શ્રી કૃષ્ણના સ્વધામ પધારી ગયા પછી આ પૃથ્વીનું શું થશે ? તે પરીક્ષીત રાજા શુકદેવને પૂછે છે શ્રી કૃષ્ણના આ પૃથ્વીને છોડી ગયા પછી કલિયુગનું આક્રમણ વધશે. પૃથ્વી ઉપરથી પ્રભુ ગયા પછી રાજાઓ પોતાની સીમા વધારવા એક બીજા ઉપર ચઢાઈ કરશે. ભરતખંડના ટુકડા થાશે. (દા.ત. કાશ્મીર). બ્રામણો વેદ સંધ્યાહીન થશે કલિયુગમાં પૈસાવાળાની બોલબાલા હશે લાગવગ પૈસાના જોરે ન્યાય તોલાશે ટીલાં ટપકાં અને બનાવટી ભગવા કપડાં દંભીઓ સંતરૂપે પૂજાશે. ટૂકાં વસ્ત્રો અને લાંબા વાળને બદલે કેશ કલા કર્તન વધશે. કલિયુગમાં વિદ્યા તપ જ્ઞાાન સદાચાર ને બહુમાન મળશે નહિ. ધનવાન ખાનદાન ગણાશે. પ્રજા દુશ્કાળ અને ટેક્ષના ભારણથી દુઃખી થશે. મા-બાપની અવગણના થશે. પુત્રો મા-બાપની અવગણનાં થશે. પુત્રો મા-બાપને હડધૂત કરશે (દા.ત. વૃધ્ધાશ્રમો વધ્યા છે) કળિયુગમાં ગાયોની હત્યા થશે. ભગવાન કૃષ્ણ જે ગાયો માટે વ્રજમાં ખુલ્લા પગે ફર્યા. ગાયોનું રક્ષણ કર્યું તે ગૌસેવા ભુલાશે.
વૃક્ષો, માણસો પશુઓના કદ નાના થશે. કલિયુગમાં વર્ણાશ્રમ ધર્મ નહીં રહે. બ્રામણો વેદોને વેચનારા બનશે. શુક્રદેવજી કહે છે કે રાજન ! કલિયુગના ઘોર પ્રભાવથી લોકો સ્વાર્થી દંભી બની જશે. અધર્મ એની પરાકાષ્ટાએ પહોંચશે.
પ્રભુને ધર્મની સ્થાપના માટે કલ્કિ અવતાર ધારણ કરવો પડશે.
સૂરદાજી ગાય છે:-
જબ લગ યમુના ગાય ગોવર્ધન
જબ લગ ગોકુલ ગાંવ ગોંસાઈ,
જબ લગ શ્રી ભાગવત કથા રસ
તબ લગ કલિયુગ નાહી
જયાં સુધી યમુનાજી ગાયો, ગોવર્ધન, ગુરૂદેવ, અને શ્રીમદ્ ભાગવતની કથા શુદ્ધ પવિત્ર સંતના મુખેથી ગવાશે ત્યાં સુધી (દા.ત. ડોંગરે મહારાજ જેવા) ત્યાં સુધી કળિયુગ હેરાન કરશે નહિ. કૃષ્ણ કીર્તન કરશે તેને ઘેર કળિયુગ આવશે નહિ. ભગવાન કહે છે સત્ માર્ગની રક્ષા કરવા માટે પાપ કરનારા દુષ્ટોનો નાશ કરવા માટે અને ધર્મને સારી રીતે સ્થાપવા માટે હું યુગે યુગે પ્રકટ થાઉ છું. પરિક્ષીત રાજાને શુક્રદેવ કહે છે કે રાજન ધર્મના ચાર અંગ છે. સત્ય, દયા, દાન અને તપ આ ચારેય ચરણ ઉપર સતયુગમાં ધર્મ સ્થિત રહે છે.
કળિયુગમાં હરિ નામસ્મરણ એજ ઉપાય છે. પ્રભુનું નામ જ જીવનુ કલ્યાણ કરશે. પ્રભુનું નામ સ્મરણ મોક્ષના દ્વાર ખોલી નાખશે.
- બંસીલાલ જી.શાહ


