દુઃખના ચાર કારણો તેણે બતાવ્યા હતા. કાલ- કર્મ ગુણ અને સ્વભાવ. કેટલાંક દુઃખો સમયને આધિન હોય છે. માનો કે ગ્રીષ્મઋતુમાં ગરમી લાગે જ. આપણે એરકંડીનશનની વ્યવસ્થા કરીએ. અને બચી જઇએ. એ વાત જુદી છે. પરંતુ એ કાળગત દુઃખ છે. કોઈ દુઃખ છે ઠંડીનું એ પણ કાલગત દુઃખ છે. વર્ષાનો સમય પણ કાલગત છે. કેટલાક દુઃખો આપણા કર્મોનું ફળ છે. કેટલાક દુઃખો ગુણને કારણે છે. 'માનસ' અંકિત દુઃખ એ સ્વભાવને કારણે દુઃખ આપે છે.
તો દુઃખ આવવાનાં ઘણાં કેન્દ્રો ગ્રંથકારોએ બતાવ્યા છે. સંપત્તિ અને વિપત્તિ અચાનક બધા ઉપર આવી જાય છે. તો શું કરવું ? ત્યારે આ પંક્તિ, હરિ-ઇચ્છાને પ્રબળ સમજાવે છે. હરિનામ જેણે પકડયું હશે ? તેને તકલીફ નહીં પડે અથવા ઓછી પડશે. જેણે નામ લેવું છે. તેણે કોઈનું સાંભળ્યા વિના તોતારટણ કરવા જેવું છે. જેથી નામ સ્વયં, તમારી સાથે વાતો કરશે. ખૂબ જ ભરોસો કરો ' રામનામ' ઉપર રામનામ એટલે પરમાત્માનું નામ, તો નામનો બહુ જ મહિમા છે.


