શ્રાવણ માસ પવિત્ર માસ ગણી વિશ્વના માનવને આત્મા અને મુળ પ્રકૃતિ સાથે એક કરવા માટે દિવ્ય શક્તિનું તેજ પામવા શિવ પૂજન વિશ્વને અર્પણ કરી. બંધન-મૃત્યુ- જન્મનો દિવ્ય સંદેશ યુગાંતરથી પોઝિટીવ એનર્જી સ્વરૂપ આપી છે.
વિશ્વનો આજ પણ કારણ પર પહોચી શક્યું નથી. ભારતીય સંસ્કૃતિ-યુગાંતરથી માનવ જીવન એ પ્રકૃતિમાં કર્મબંધન સ્વરૂપ આપી અને મુક્તિ માટે શિવસ્તુતિ અને રૂદ્રભાવ દુર કરવા શિવલિંગ પૂજા આપી છે. આ દ્વારા આકાશી દેવતા- ઇશ્વરીય શક્તિ આત્મા ચેતના સાથે યુગાંતરથી આત્માસ્વરુપ આવો દિવ્ય સંદેશ વિશ્વને આપ્યો. માનવને શિવ પૂજનનું ગૌરવ છે.
બ્રહ્મા-વિષ્ણુ- રૂદ્રભાવ દુર કરી મહેશ કપાળ પર આજ્ઞાાચક્રનું તેજ જાગૃત કરવા બ્રહ્મા સ્વરુપ કર્મ તેજ- આત્મ જ્ઞાાન મળે. આ માટે શિવપૂજન છે. દરેક ભારતીય બ્રહ્માંડની શક્તિ-જન્મના કારણ શુદ્ધ બને શિવ પૂજા કરે છે. માણસ મૃત્યુથી ડરી અને ઇશ્વરીય શક્તિને બળ આપે છે. વિશ્વ આજ પણ મૃત્યુ રહસ્ય ખોજ છે. આ સમયે ભારતીય તત્વદર્શન - મૃત્યુ- બાદ કર્મયાત્રા પર ફરી જન્મ મળે છે. આ દ્વારા વિશ્વને પ્રકૃતિનંિ સુંદર સ્વરૂપ આપ્યુંં. જે યુગાન્તર પહેલાં આપેલ આજ પણ માનવ અટકી જાય છે. આટલી વિરાટ તત્વદર્શન કર્મયાત્રાનું દર્શાવ્યું છે. શિવ મહીમા છે જે શ્વેત ઉપનિષદમાં સુંદર સ્લોક છે.
काल स्वभवो नियती यदच्छा भूतानी-योनी पुऱुष इति चिन्तया ।।
કાલનું સ્વરૂપ (મૃત્યુનું સ્વરુપ) કર્મના સ્વભાવ સાથે એક છે. ઇશ્વર દરેક આત્માને કર્મનું ફળ માનવ યોનીમાં ભોગવવા આપી. જુદા જુદા સ્વભાવની પૃથ્વી બનાવી. આથી માનવ કર્મબંધન આત્મા સાથે એક બને છે. સત્ય-કર્મ-ધર્મ-પરંપરા દ્વારા કર્મયાત્રા આગળ વધારો આત્મા ચક્રની જેમ બ્રહ્માંડ રહસ્ય સાથે પૃથ્વી પરની કર્મયાત્રામાં માનવ-પશુ-પક્ષી યોનીમાં પ્રકૃતિ મુજબ જન્મ મલે છે.
ભારતીય સંસ્કૃતિ ઋગ્વેદમાં કહે છે. કાલચક્ર, પૈડા, જેવું ગોળ છે. જે આત્માના કર્મબંધન સાથે એક થઈ બ્રહ્માંડમાં પ્રકૃતિ અનુસાર ફરે છે. જે શિવ સ્વરુપે મહાદેવ છે. જે રથના પૈડાની જેમ ફેરવે છે.
જેમ ચક્રને ગતિ આરા દ્વારા મળે છે. માનવ પ્રકૃતિ સાથે સ્વભાવ બનાવી ગતિ મળે છે. સ્વભાવનાં લક્ષણો મન-બુદ્ધિ, અહંકાર-વર્તમાન સમય માયાનો જીવન આધાર- માનવનો પૃથ્વી પર આકાશ- વાયુ- તેજ- જલ- પૃથ્વી સાથે એક બની ૧૬ ચક્રનાં ભાવથી ઘુમે છે. આત્મા વિરાટ શક્તિ બ્રહ્માંડ વ્યાપક છે.
- પ્રધ્યુમ્ન શુકલ


