ચાર ભાવનાનું મહત્વ .
- કરુણાના સ્વભાવવાળી વ્યક્તિ દુઃખીજનોના દુઃખો દૂર કરે-દોષો દૂર કરે, શક્તિ ન પહોંચે તો એ દૂર કરવાની હાર્દિક અભિલાષા તો એના અંતરમાં રમતી જ હોય છે
ચા ર ભાવનાઓનું જીવનમાં મહત્વ છે તેને સમજીને અને જાણીએ, અને પછી જ આચરણમાં મુકીએ શુદ્ધ અંતરથી જાણ્યા વિના કોઈપણ પ્રકારનું આચરણને અંધશ્રદ્ધા અને અંધવિશ્વાસ છે, એમ માનીને ચાલનાર માણસ પોતાનું આધ્યાત્મિક પરિવર્તન કરી જ શકતો નથી. તે સદાય દુઃખ ચિંતા, તનાવમાં જ જીવતો હોય છે, અને જેશુદ્ધ ભાવનું નિરંતર ચિંતન મનન કરે છે, તે તેવો થઈને રહે છે, આમ ભાવના આધ્યાત્મિક પરિવર્તન થવા માટે આવકારદાયક છે.
(૧) મૈત્રી ભાવના: એટલે જેમાં તમામ જીવોની હિત ચિંતા હોય છે આ તમામ જીવોનો અર્થ છે, પોતાના સિવાય તમામ જીવો, એમાં ન કોઈ જ્ઞાાતિ ભેદ હોય કે ન કોઈ સંપ્રદાયભેદ હોય. ન કોઈ ગરીબ-તવંગરનો ભેદ હોય કે ન કોઈ ઊંચ-નીચનો ભેદ હોય, આમ સત્ય ધર્મ આચારનાર કોઈપણ જાતના ભેદભાવ જીવનમાં રાખી જ શકતો નથી એનો હોય છે. શુદ્ધ સમાનાં દર્શી, સમાનાં ભાવનમાં સ્થિર અને વિશાળતામાં અને અભયમાં સ્થિત. સત્ય સ્વરૂપ ધર્મનો અંગીકાર કરનાર આ ભાવનમાં જે જીવતો હોય છે. સમગ્ર પ્રાણી જીવનમાં સર્વથા સૌ સહુ સુખી થાઓ, પાપના કોઈ આચરો, રાગ-દ્વેષ અહંકાર અને વાસના વગેરેથી મુક્ત થઈને, મોક્ષ સુખ સહુ જીવને વરો. આવો ભાવ એજ મૈત્રી ભાવ છે. જે માણસ બીજાના સુખે સુખી અને બીજાના દુઃખે દુઃખી એનું નામ મૈત્રી ભાવના છે. જેને કોઈ દુશ્મન કે વેરી ન હોય તે તો હોય છે નિરવેરમાં સ્થિત, નિર્ભય અને વિશાળતામાં સ્થિત.
(ર) પ્રમોદભાવના : જગતના ગુણવાનનો જીવો છે. જે જીવમાં જે નાનો યા મોટો ગુણ નિહાળવા સામાન્ય પણે માણસની માનસિકતા એવી હોય છે, કે તે પોતાના પાડોશીની, મિત્રની કે કોઈની પ્રગતિ-વિકાસ જીરવી શકતો નથી. એટલે દ્વેષ ચિત્તમાં ભર્યો હોય છે. આવા દ્વેષ ભાવથી મુક્તિ એનું નામ પ્રમોદ ભાવના છે. જ્યારે માણસ રાગ અને દ્વેષથી મુક્ત થાય છે, ત્યારે જ તેને પરમ શાંતિનો અનુભવ થાય છે. આનું નામ જ સમત્વ છે, સમતા છે, સ્થિત પ્રજ્ઞાા છે.
આવી સ્થિત પ્રજ્ઞાા એટલે, જેની પ્રજ્ઞાા એટલે કે વિવેકી બુદ્ધિ જે માણસની વિવેક બુદ્ધિ સ્થિર છે. આમ તેમ ભટકતી નથી. અને મનમાં જડ ઘાલી ને બેઠેલી કામનાઓ, વાસનાઓ, તૃષ્ણાઓ ઈચ્છાઓ, વગેરેેનો સ્વસ્થ ચિત્તે સંપૂર્ણ ત્યાગ, અને પોતાના આત્મામાં આત્મા વડે તૃપ્તિ દુઃખમાં ઉદ્વેગનો અભાવ અને સુખમાં સ્પૃહામાં અભાવ રાગ, ભય અને ક્રોધની ચિત્તમાં શૂન્યતા, જડ ચેતન પદાર્થ માત્રમાં આસક્તિનો અભાવ, પદાર્થની પ્રાપ્તિનો અને તેની પકડનો સંપૂર્ણ પ્રત્યાહાર, વિષયોના રસની પર દર્શન દ્વારા ટોટલી નિવૃત્તિ, ઈંદ્રિઓનો સ્વભાવિક સમજપૂર્વકનો સંયમ, ચિત્તની પ્રસન્નતા, ચિત્તની એકાગ્રતા અને શુદ્ધતા, નિષ્કામ કર્મ યોગમાં સુખી દાઈ નિષ્ઠા, કર્મ ફળની આશાથી નિવૃત્તિ, વિષયોની બુદ્ધિ ધાતક ચિંતનનો ત્યાગ, સ્વાધીન ઈંદ્રિયો દ્વારા જીવનમાં વર્તન વ્યવહાર અને આચરણ જીવનમાં સ્પૃહા, મમતા, મોહ, આશક્તિ અને અહંકારનો સંપૂર્ણ ત્યાગ, આ સ્થિતિ જ્યારે જ્યોર માણસ આંતરિક સાધના કરી પ્રાપ્ત કરે ત્યારે જ સ્થિત પ્રજ્ઞા અવસ્થા પ્રાપ્ત થાય તે જીવનની મુક્તિ જ છે.
(૩) કરુણાભાવના: કરુણાભાવનાનો ભાવાર્થ કે દુઃખોની અને દોષોની પીડિત કે પીડાઓ દૂર કરવાની ઈચ્છાનું નામ છે કરુણા, શક્તિ આવી કરુણાના સ્વભાવવાળી વ્યક્તિ દુઃખીજનોના દુઃખો દૂર કરે-દોષો દૂર કરે, શક્તિ ન પહોંચે તો એ દૂર કરવાની હાર્દિક અભિલાષા તો એના અંતરમાં રમતી જ હોય છે. જે કરુણાવંત હોય એનો દુઃખી-દોષી જીવો પ્રત્યે કરુણા વરસાવવી એનંું નામ ભાવકરુણ.
(૪) માધ્યસ્થ્યભાવના: ભાવાર્થ કે દુષ્ટબુદ્ધિની વ્યક્તિઓ આપણી સારી-સાચી વાતને ય ધરાર ફગાવી દે અને લાખ સમજાવવા છતાં ય ગલત માર્ગેથી પરત ન ફરે ત્યારે હાય-વાય ન કરવી પણ ઉપેક્ષા કરવી.
ચારે ય ભાવનાઓ ના શુદ્ધ હૃદય પૂર્વકના આચરણથી એટલે કે નિરંતર ભાવનાનું ચિંતન મનન કરીને પોતાના સમગ્ર જીવનનું આધ્યાત્મિક રીતે પરિવર્તિત થવું છે. જો પોતાનું પરિવર્તિત ના થાય તો ભાવનાનો અંગીકાર કરેલ નથી. તેમ સાબિત થાય.