Get The App

માનવીનું મન .

Updated: Jun 16th, 2021

GS TEAM

Google News
Google News
માનવીનું મન                      . 1 - image

મા નવ જીવનમાં મન અગત્યનું સ્થાન ધરાવે છે. મોક્ષ અને બંધનનું કારણ મન છે. અજ્ઞાાની અને અણસમજુ વ્યક્તિનું મન એના જીવનમાં અને વ્યક્તિત્વમાં રાજા સમાન છે. તેમના સ્વભાવમાં, નિર્ણયમાં અને તમામ કાર્યમાં માત્ર મનનું જ શાસન ચાલે છે. મનના હુક્મ મુજબ તેની વૃત્તિઓ અને પ્રવૃત્તિઓ થાય છે. મન ચંચળ છે, મરકટ છે અને હઠીલું પણ છે. તેને વશ કરનાર જગતમાં માનવી જ છે. જેમણે મનને વશ કર્યું છે તેઓ જગતમાં અમર થઇ ગયા છે. રાજા ભરથરીએ મનને મારી નાખ્યું હતું, રાજવૈભવ અને પરિવારનો ત્યાગ કર્યો હતો. જતિ ગોરખ સાથે નાથ સંપ્રદાયમાં જોડાઈ ગયા. જગતની ક્ષણભંગુર માયા છોડીને સત્યની શોધમાં સાધુ બની ગયા. તેમનું મન મોક્ષનું કારણ બની ગયું. મનને સદમાર્ગે  વાળી મોક્ષ મેળવ્યો. આવાગમનના ફેરામાંથી મુક્ત થયા. અમર પદ પામ્યા. ઇતિહાસ બની ગયા છે.

મન બંધનમાં પણ મૂકી દે છે. મનની આશા પૂરી થતી નથી ત્યારે દુઃખ થાય છે. મનનું ધારેલું કાર્ય પૂર્ણ થતાં સુખનો અનુભવ થાય છે. મનને શાંતિ મળે છે. બળ મળે છે. અન્ય કાર્ય કરવા માટે મનને પ્રોત્સાહન મળે છે. ગતિ મળે છે. જેમના સમગ્ર કાર્યમાં માત્ર મનને પ્રાધાન્ય મળે છે. ત્યારે તેમાં અવરોધો ઘણા હોય છે. એક બાજુ મનના ઘોડા દોડે છે. બીજી બાજુ આત્માના સંકેતો શરૂ થાય છે. આત્મા જીવનરથનો સારથિ છે. સારથિ કોઈ નિર્ણય ખોટો નહિ લે. આખરે મનના ઘોડા આતમાના ઘોડાથી આગળ નીકળી જાય છે.

જીવનરથ સાથે મનના ઘોડા જોડાયેલા છે. આ ઘોડાની લગામ હાથમાં બરાબર રાખીશું તો જીવનરથ સંસારના તૂટી ગયેલા રસ્તા પર સરળતાથી ચાલશે. મન શુધ્ધ હશે તો તેના માટે કાશી અને ગંગા ઘરમાં જ છે. અડસઠ તીરથની યાત્રા ઘરમાં જ છે. મન હોય તો માળવે જવાય પરંતુ આપણું મનોબળ, નિષ્ઠા અને તટસ્થ મન પ્રબળ હોવાં જોઇએ તો ગમે તેવા ઊંચા શિખરોને પામીશું. મેળવીશું.

- ભગુભાઈ ભીમડા