"મનુષ્ય શરીર પાંચ તત્વોનું બનેલું છે"
આ માનવ શરીર આપણને જે મળ્યું છે તે પાંચ તત્વોનું બનેલું છે અને આ એક એક તત્વના એક એક દેવ છે. તે વિષે જાણો.
૧. પૃથ્વી તત્વ :- પૃથ્વી તત્વના દેવ ગણેશજી છે. આ ગણેશજી વિઘ્નહર્તા વિઘ્નોના નાશ કરનારા છે.
૨. અગ્નિ તત્વ :- અગ્નિ તત્વના દેવ શિવ છે. શિવજીની કૃપાથી જ્ઞાાન મળે છે.
૩. તેજ તત્વ :- તેજ તત્વના દેવ સુર્ય છે. સુર્યનારાયણ આપણને આરોગ્ય આપે છે અને નિરોગી બનાવે છે. તે પૃથ્વી પરનાં પ્રત્યક્ષ દેવ છે. માટે રોજ સુર્યની પૂજા કરવી જ જોઈએ.
૪. વાયુ તત્વ :- વાયુ તત્વના દેવ માતાજી છે. માતાજીની ઉપાસના બુદ્ધિ શક્તિ અને ધન આપે છે.
૫. આકાશ તત્વ :- આકાશ તત્વના દેવ વિષ્ણુ છે. વિષ્ણુ ઉપાસના આપણને પ્રેમ આપે છે.
આ પાંચે તત્વો તેજ આપણાં પંચ દેવ છે અને તેથી જ આપણે આપણાં પૂજામાં પંચ દેવની પૂજા કરીએ છીએ. આ પંચ દેવ એટલે ગણેશજી- શિવજી- માતા પાર્વતિ- સુર્યનારાયણ અને ભગવાન વિષ્ણુ છે.
મિત્રો...! ચોખા જો કંકુ ભેગા ભળે તો કોઈના મસ્તક સુધી પહોંચી જાય અને જો મગ ભેગા ભળે તો ખીચડીમાં ખપી જાય. તમે કોણ છો તેનું મહત્વ ઓછું છે સાહેબ...! પણ તમે કોની સાથે છોે તે મહત્વનું છે.
યાદ રાખો...! આકાશથી ઉંચા પિતા હોય છે અને ધરતીથી મોટી મા હોય છે. સમગ્ર જગતમાં આનાથી મોટું કોઈ વંદનીય કે પુજનીય નથી.
દરિદ્ર ભલે હોય હું સુદામા જેવો છતાંય ખુમારી હું ચુકતો નથી...! હોય દ્વારકાધીસ જેવો મિત્ર મારો તોય હુ મર્યાદા મુકતો નથી.
પંચ તત્વો રૂપી પંચ દેવોની સર્વ પર અવિરત કૃપા વરસતી રહે એજ અભ્યર્થના સાથે. અસ્તુ...!!
- નૈષધ દેરાશ્રી