સવારનાં લાલા-પ્રભુની નિંદ્રામાં ઉઠાડવા તેને ખલેલ પહોંચાડયા વગર તેમને જાગૃતિ માટે તે તરફ દોરે છે. હળવા અવાજે શંખ વગાડવામાં આવે છે. જે પ્રમેનો એક ભાવ દર્શાવે છે. પ્રભુ રાત્રીના જ કવડામાં હોય છે. અથવા ખૂબ જ હળવા વસ્ત્રોવાળા હોય છે કોઈ ભારે શૃંગાર નહીં કોઈ આભૂષણો નહીં. માત્ર નિજ સ્વરૂપમાં જ તે હોય છે પછી જ દરવાજો ખુલે છે. મંગળા દર્શનમાં લાલાનાં હાથમાં વાંસળી નથી હોતી. ઋતુ પ્રમાણે તેના ઉપર પ્રભાવ પડે છે. જેમકે શિયાળામાં પ્રભુનું શરીર ગરમ વસ્ત્રોથી ઢાંકવામાં આવે છે ભક્તોને ત્યારે માત્ર તેના મુખારવિંદના જ દર્શન થાય છે અહીં સેવા એ જીવંત છે. એટલે તો તે પરિવર્તન શીલ છે. ઉનાળામાં હલકા વસ્ત્રો પહેરાવવામાં આવે છે. આ બધુ બતાવે છે કે ભક્તિની સેવા પ્રભુના સુખ માટે છે. પોતાના નિયમ પાલન માટે નહીં સવારના ભોગ પણ હલકા ફળોથી ધરાવાય છે.
મંગળા આરતી જે સવારનાં પહેલા કરાય છે તે પૂજાના ભાવથી નહિં પણ લાલા પરની નજર ઉતારવાનો ભાવ તેમાં છે. એ શુદ્ધ ભાવથી સ્નેહથી અને હળવાશથી કરવામાં આવે છે. કોઈ માટે ઘંટારો સાથે નહીં. સવારનાં મંગળા દર્શનનો લ્હાવો લેનાર ભક્ત કોઈ પ્રેક્ષક નથી પણ એ પણ એ લીલાનો સહભાગી છે. એ ભાવ વિશ્વમાં પ્રવેશ કરવાનો છે. દર્શન કરનારા એ એવો ભાવ રાખવો જોઈએ કે તે કોઈ મંદિરમાં નહીં પણ નંદાલયમાં છે. તેની સામે સાક્ષાત યશોદામૈયા તેમના લાલાને જગાડી રહ્યા છે. હમણાં જ જાગેલા બાળકને લાલાને ખલેલ ન પહોંચે એટલે વાતાવરણ શાંત રખાય છે. અને ભક્તોની દ્રષ્ટિ-નેધ્યાન પ્રભુના મુખારવિંદ ઉપર અને ખાસ કરીને પ્રભુના નેત્રો ઉપર કેન્દ્રિત કરવું જોઈએ. એવી દ્રઢ માન્યતા છે. મંગળા દર્શનમાં પ્રભુની દ્રષ્ટિ કૃપાળુ પવિત્ર અને નિર્મળ કૃપા વર્ષાવનારી હોય છે. આખા દિવસની શરૂઆત પ્રભુના એ મુખારવિંદ તથા દ્રષ્ટિના સનિધ્યમાં થાય તો તેનાથી મંગળમંય બીજું શું હોઈ શકે ?? સવારમાં શાંત અને મધુર સંગિત પણ સાથે હોય છે. જે કિર્તન વાતાવરણને એકદમ દિવ્ય બનાવે છે. આ કિર્તનો ભૈરવ, લલિત અને રામકલી જેવા સવારનાં ગંભીર અને મધુર ભાવવાળા હોય છે. જે વાતાવરણને દિવ્ય બનાવે છે. અષ્ટસખાઓ દ્વારા પ્રભુમાટે ગવાતા હાલરડા છે. જે બાળકને પ્રેમથી જગાડી રહ્યા છે.
પુષ્ટિમાર્ગમાં એવી દ્રઢ માન્યતા છે કે કોઈ ભાવથી અને શુદ્ધ હ્ય્દયથી મંગળા દર્શન કરે છે. તેના તમામ પાપોનો નાશ થાય છે. કારણ કે દિવસની શરૂઆત જ પ્રભુના સૌથી નિર્મળ, નિષ્યામ અને બાળ સ્વરૂપનાં દર્શનથી થાય છે. આધ્યાત્મિક રીતે તે દિવસની શુભ શરૂઆત છે.
- ડૉ. ઉમાશંકર.જે.જોષી


