માનવ જીવનમાં વેદોનો મહિમા
મા નવ જીવનમાં વેદોનો મહિમા તથા પ્રભાવ અનન્ય છે. આપણે ત્યાં મુખ્ય ચાર વેદો છે. ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ તથા અથર્વવેદ વેદોને શ્રૂતિ તથા નિગમ પણ કહે છે. વેદ વાણીએ ઈશ્વરની વાણી છે તેનું જતન કરવું તે આપણી સહુની ફરજ તથા જવાબદારી છે.
આ સંસાર બનાવવાના હેતુની જાણકારી વેદોમાંથી મળી રહે છે. વેદોમાં સામાજિક, વ્યક્તિગત, રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય પ્રશ્નો, સમસ્યાઓ પારિવારિક સંબંધો, અર્થવ્યવસ્થા વિગેરેનું વિસ્તૃત જ્ઞાાન, સમજણ તથા વર્ણન જોવા મળે છે.
આ સૃષ્ટિના આરંભે શ્રૂતિના રૂપમાં ચાર ઋષિઓ દ્વારા વેદો પ્રદાન થયા છે. પહેલાં વેદો તાર્મપત્રોમાં, પછી ભોજપત્રોમાં ત્યાર બાદ કાગળ પર વેદો લખાયા અને છપાયા છે. વેદો દ્વારા સમગ્ર સૃષ્ટિનું કલ્યાણ, પોષણ તથા હિત થાય તેવાં પ્રકરણો આલેખાયાં છે. આજના કાળમાં વેદોના રહસ્યોને ઉકેલવાની તથા જાણવાની ખાસ જરૂર છે. તપ, સાધના અને સ્વાધ્યાય થકી વેદોનું વાંચન, અધ્યયન, મનન આવશ્યક છે.
આપણા ચાર વેદો ચાર યુગના પ્રતીકો છે. માતા ગાયત્રીને વેદમાતા કહે છે. ગાયત્રીની મૂર્તિમાં પણ હાથમાં વેદ જોવા મળે છે. ગાયત્રી ચાલીસામાં પણ કહ્યું છે: ચાર વેદકી મા તું પુનીતા...
આપણાં ચાર તીર્થધામોમાં વેદનો શું મહિમા છે તે જોઈએ.
પૂર્વમાં જગન્નાથ અથર્વવેદનું પ્રતીક છે
પશ્ચિમમાં દ્વારિકાધીશ તે સામવેદનું પ્રતીક છે
દક્ષીણમાં રામેશ્વર તે ઋગ્વેદનું પ્રતીક છે.
ઉત્તરમાં બદ્રિનાથ તથા અન્ય ત્રણેય તીર્થધામોમાં યજુર્વેદ પ્રતીક છે
આપણા શાસ્ત્રો વેદવાણીને ઉત્તમ, અજેય, અનોખી તથા અઃસીમ માને છે. વેદોની ભાષા માનવ જીવનમાં શીખવા જેવી છે. વેદોથકી જ જીવન ઉદર્વગામી બને છે.
વેદમાં ધર્મ, અર્થ, કામ, મોક્ષ અને તત્વજ્ઞાાનનાં રહસ્યો છુપાયેલા છે. વેદમાંથી જ અન્ય ઘણા ગ્રંથો ઉતરી આવ્યા છે. વેદમાં વૈદિક ધર્મની અવનવી વાતો જોવા મળે છે. ટંકારામાં રહીને જેણે આર્યસમાજની કલ્પના કરી, પ્રચાર અને પ્રસાર કર્યો તેવા સ્વામી ધ્યાનંદ સરસ્વતીએ વેદની અનંત તથા અનોખી ઋચાઓને આત્મસાત કરીને દેશવિદેશમાં ડંકો વગાડયો.
માનવ જીવનનો માર્ગ ઉજવળ બનાવવામાં વેદોનો પ્રભાવ અવિચળ રહ્યો છે. વેદવાણી થકી માનવ જીવનમાં આસ્થાનો સંચાર થાય છે. વેદમાં જ ધર્મ, નીતિ, શાસ્ત્રો અને સિદ્ધાંતોનો સમન્વય છે. વેદનાં વાક્યો આપણને સુસંસ્કૃત અને સમૃદ્ધ બનાવે છે. વેદની પરિભાષાનું મુલ્ય સમજીને આવો, આપણે તેનું સંવર્ધન કરીએ. વેદને વંદન !
- ભરત અંજારિયા
ચાર વેદો વિશે થોડી વિશિષ્ટ માહિતી આ પ્રમાણે છેઃ
ઋગ્વેદ |
યજુર્વેદ |
સામવેદ |
અથર્વવેદ |
મંત્ર : ૧૦૫૫૨ |
મંત્ર : ૧૯૭૫ |
મંત્રઃ ૧૮૭૫ |
મંત્રઃ૫૯૭૭ |
વિષય : જ્ઞાન |
વિષય : કર્મ |
વિષય : ઉપાસના |
વિષય : વિજ્ઞાન |
ઉપવેદ :
આયુર્વેદ |
ઉપવેદ :
ધનુર્વેદ |
ઉપવેદ :
ગાંધર્વવેદ |
ઉપવેદ :
અર્થવેદ |