ભગવાન શિવે વર્ણવેલ રામ-નામનો મહિમા .
રામ રામેતિ રામેતિ રમે રામે મનોરમે ।
સહસ્ત્ર નામ તત્યુલ્યં રામનામ વરાનને ।।
ભગવાન ભોળાનાથ મહાદેવજી દેવાધિદેવ ગણાતા જગતમાં અગ્રગણ્ય છે. જીવ-પુણ્યાત્મા-યાયાત્મા-જ્ઞાની કે અજ્ઞાની જે કોઈ તેની ભક્તિ કરે તેને મોત પ્રદાન કરે છે. એવા ત્રિલોકી નાથ સદા સ્વમુખમાં શ્રી રામ પ્રભુનું રટણ સદા કરે છે. એક વખત માતા પાર્વતી એ પુછયું, 'હે ભગવન આય દુર સમય મનોમન શું જય કરી રહ્યા છો?'
પદમ પુરાણની કથા મુજબ ઊમાપતિ ઉતર આપતા ઉક્ત શ્લોકમાં કહે છે ''હે સુંદર, મુખવાળાં દેવી, હું શ્રીરામ નામનો જપ કરૂ છું. અત્યંત મનોહર સુંદર શ્રી રામ ચંદ્રજીના સ્વરૂપનું મનમાં દર્શન કરી પરમ આનંદ વિભોર બની જાવ છું. પ્રભુના તો બીજા અનેક નામો છે. પણ રામનામ સર્વનામોમાં સર્વોતમ છે. શ્રીરામનું એક જ નામ સહસ્ત્ર નામ સમાન છે.'' આથી જ ભજનમાં કહે છે, ''રામ રટણ સાંજ સવારે, બીક પછી કોની અમારે ?''
રામ ચરિત માનસમાં સંત તુલસી દાસે - બાલકાંડમાં રામનામ નો અનેરો મહિમા વર્ણવેલ છે. ''રામ'' શબ્દમાં ર-આ-મ-અક્ષર છે. જે બ્રહ્મ, વિષ્ણુ અને શિવરૂપ છે. વેદોનો પ્રાણ છે. નિગુર્ણ, ઉપમારહિત, અને ગુણોનો ભંડાર છે. ભક્તિ ભાવ અને સમર્પણ સાથે શ્રી રામનું ઉચ્ચારાતું એક નામ. ભગવાન વિષ્ણુના એક હજાર નામ બરોબર છે. આથી પાર્વતીજી શિવજી સાથે રામ-નામનો જય કર્યા કરે છે.
શ્રીમદ્ ભગવદ્ગીતાના અધ્યાય-૧૦/૩૧માં શ્રીકૃષ્ણએ શસ્ત્રધારી શ્રીરામને પોતાની વિભૂતી ગણાવેલ છે. રામ નામ નો જય એ અભ્યાસ નથી, પણ અંતરનો પોકાર છે. જેમાં શરીર, ઈન્દ્રિયો, મનની સાથે જીવાત્માની પ્રાધનતા રહે છે. રામ નામ ભવસાગર પાર કરનારૂ જહાજ છે. તેને છોડીને સંસારનો ઉધ્ધાર કરનાર બીજો કોઈ ઉપાય નથી. આથી કબીર સાહેબ કહે છે. ''રામ નામ કી લૂંટ હય, લૂટ શકે તો લૂટ:, પીછે કો પછતાયેગા, જબ તન જાયેગો છૂ.''
''યહ કલિકાલ ન સાધન દુજા, રામનામ અવલંબન એકું, રામહિ સુમીરીયે, ગાઈએ રામહિ શ્રી રામ જય રામ જય જય રામ.'' આ તેર અક્ષર ના મંત્રનું સ્મરણ બધા માટે સુલભ અને સુખ આપનાર છે. જે આ લોકમાં લાભ અને પરલોકમાં નિર્વાહ કરે છે. આવા રામ નામનું રટણ કરી, અનેક સંતોએ પોતાનું જીવન ગુજારી, લોકોને તે માર્ગે વાળેલ.
મહાત્માં ગાંધી કહેતા કે, ''જ્યારે હું ભયભીત થાઉં ત્યારે રામ નામ લઈને ભયમુક્ત થાવ છું.'' આવા સહસ્ત્ર નામ સમાન રામ નામ નો મહિમા અનેક ભજનીકોએ પોતાની વાણીમાં ગાયો છે. જેમ કે... સુખ દુઃખ બેઉ સરખા જાણે, પ્રભુ ઈચ્છા પરમાણે,
રામનામની એક જ રટણ, મોજ અલખની માણે રે...
શ્રીરામ જય રામ જય જય રામ...
- મકવાણા વિનોદ એમ.