Get The App

પ્રભુના વસ્ત્રો .

Updated: Jun 1st, 2022

GS TEAM

Google News
Google News
પ્રભુના વસ્ત્રો                                              . 1 - image


પ્રભુના વસ્ત્રો કાપડની જુદી જુદી જાતમાંથી બનાવવામાં આવે છે. કાપડની જુદી જુદી માહિતી નીચે પ્રમાણે છે.

૧. મોઠડા : લાંબી સળીદાર લહેરીયા

૨. છાપા: ચંદન અથવા સોના-ચાંદીના રંગના છાપા

૩. જામદાની : જાળીદાર સુતરાઉ કાપડ

૪. રાજાશાહી લહેરીયો : અંગ્રેજી અક્ષર 'વી'ના આવર્તનવાળો લહેરીયો

૫. ફુરુખશાહી જરી : જરીના વસ્ત્રમાં બીજા રંગની જરીની બુંટ

૬. તાસ : સુતરાઉ કાપડ પર જરીની ચોકડી

૭. ખીનખાબ: રેશમી કાપડ પર જરીની બુંટ

૮. છીંટ : સુતરાવ કાપડ પર જુદા જુદા પ્રકારની ભાત

૯. જગન્નાથી : શ્વેત મુલાયમ મલમ

૧૦. વસંતી : રંગીન સુતરાવ કાપડ પર બીજા રંગના છાંટા

૧૧. કવાય : રૂ ભરેલું વસ્ત્ર

૧૨. ધનક : ઇન્દ્રધનુષી રંગોનો લહેરીયો

૧૩. ઇકડાલી ચૂંદડી : રંગીન સુતરાવ કાપડ પર બીજા રંગની છુટી છુટી એક એક ચોકડીઓ

૧૪. કારચોવ :  ચોસલાવાળું મલમલ

૧૫. મટર ભાંતજાદાની : વટાણા જેવી ગોળ જરીવાળું વસ્ત્ર.

Tags :