Get The App

ભારતીય સંસ્કૃતિનો ચતુર્થ પ્રચંડ આધાર સ્થંભ શ્રીમદ્ ભગવદ્ ગીતા

Updated: Dec 1st, 2022

GS TEAM


Google News
Google News
ભારતીય સંસ્કૃતિનો ચતુર્થ પ્રચંડ આધાર સ્થંભ શ્રીમદ્ ભગવદ્ ગીતા 1 - image


- શ્રી ગીતાજયંતિ

(માગશર સુદ-૧૧)

હ રિયાણાના સરસ્વતી નદીના તટ ઉપરના કુરૂક્ષેત્રના મેદાનમાં કૌરવો અને પાંડવો વચ્ચે થયેલા મહાભારતના યુદ્ધમાં નરરૂપી અર્જુનનો રથ હાંકવા માટે નારાયણ શ્રીકૃષ્ણ સ્વયં સારથિ બન્યા હતા. અધર્મ સામેનું આ ધર્મયુદ્ધ હતું. અન્યાય અને અત્યાચારો સામે માતા કુંતીની હાકલથી લડાયુ હતું. સમાધાનના તમામ પ્રયાસો નિષ્ફળ જતાં એવો નિર્ણય લેવાયો હતો કે હવે તો યુદ્ધ એ જ કલ્યાણ કહો પાર્થને ચઢાવે બાણ.'

આતંકવાદ શબ્દનો પ્રાચીન અર્થ આતતાયી હતો. જેનો વિનાશ કરવામાં જરાપણ પાપ કે દોષ લાગતો નથી. ભગવાન આવી આસુરીશક્તિના વિનાશમાટે તથા વિપ્ર, ધેનુ, સૂર અને સંતોના હિતાર્થ પાપનો ઘડો ભરાતાં જે પ્રગટ થાય છે. ધર્મની સંસ્થાપના કરે છે. જ્યારે મોરલી ધારી જરૂર પડે ત્યારે સુદર્શનધારી બનીને દુષ્ટોને ભયંકર દંડ આપવા કાળ પુરૂષ બને છે. જેના કોપથી કોઈ બચાવી શકતું નથી. ભક્ત અર્જુનનો સ્નેહીઓ પ્રત્યેનો મોહ દૂર કરવા તેને નિમિત બનાવી જ્ઞાાનયોગ, કર્મયોગ એવું ભક્તિયોગનું વિશ્વસમક્ષ નિરૂપણ કરવા સાતસો શ્લોક અને અઢાર અધ્યાયમાં શ્રી ગીતાજીનો ઉપદેશ પ્રગટ કરે છે. વિરાટ વિશ્વરૂપનું દર્શન, વિભૂતિઓનું રહસ્ય સંતો ભક્તો અને મહાપુરૂષોના દિવ્ય લક્ષણો જણાવે છે. આજકાલ લોકો ભગવાનને જરૂર માને છે. પરંતુ ભગવાનનું નથી માનતા તેથી પતનના પંથે જાય છે. સ્વયં પ્રભુના શ્રી મુખથી જેનું પ્રાગટય થયુ તે શ્રી ગીતાજી પ્રત્યેક મનુષ્યના જીવનને માર્ગદર્શિત કરે છે. વિશ્વની અનેક ભાષાઓમાં જેનું ટ્રાન્સલેશન થયેલું છે. ઘણા વર્ષો પહેલાં પૂ.સ્વામી બ્રહ્મલીન વિદ્યાનંદજી મહારાજે ગીતાવ્યાસ બનીને સમગ્ર વિશ્વમાં ગીતાજીના પ્રચારનું અભિયાન છોડયુ હતું. અસંખ્ય ગીતા મંદિરો, ગીતાધર્મ માસિક, વિદેશોમાં ગીતા પ્રચાર યાત્રાઓ કરી હતી. જે અવિસ્મરણીય છે. હરિયાણાના કુરૂક્ષેત્રમાં આ વર્ષે ભવ્યાતિ ભવ્ય શ્રી ગીતા મહોત્સવ યોજાઈ રહ્યો છે. યોગેશ્વર શ્રી કૃષ્ણના આ દિવ્યાતિ દિવ્ય ઉપદેશને આત્મસાત કરતાં પ્રાર્થીએ કે દેહરૂપી આ રથને મારા કૃષ્ણપ્રભુ તમે હાંકો જીવલડો અર્જુન બન્યો છે. ગીતા ગુઢારથ લાખો શ્રીપુનિત મહારાજે ગીતાજીને સરળતાથી સમજાવતાં લખ્યું છે કે 

કર્મોજગમાં કરતાં રહીને આસક્તિને છોડો પોતાનો સૌસ્વાર્થ તજીને પર ઉપકારે દોડો.

હું કરૂ તે કાઢી નાખો. પ્રભુ કરે તે માનો જગત્પિતાનું ધાર્યું થાતું હું તો બાળક નાનો 

પૂતળાં સૌનાચેને કૂદે નચાવનારો ન્યારો જીવનદોરી એના હાથે સૌનો રાખણહારો 

સારૂ યા ખોટુ જે થાતું સર્વેશ્વરની મરજી, કર્તા કેરો દોષ મિટાવો પુનિતની એ અરજી.

- મુકેશભાઈ ભટ્ટ

Tags :