Get The App

'પાંચ મહાયજ્ઞો' મહાન પુણ્યદાયક છે .

Updated: Jun 25th, 2025

GS TEAM

Google News
Google News
'પાંચ મહાયજ્ઞો' મહાન પુણ્યદાયક છે                               . 1 - image

- જે માતા-પિતાની આજ્ઞાનું ઉલ્લંઘન કરે છે તે મહાપ્રલય સુધી નરકમાં નિવાસ કરે છે. માતા-પિતાની આરાધના ન કરીને પુત્ર જો તીર્થાટન અને દેવતાઓની પૂજા કરે છે તો તેનું ફળ તેને મળતું નથી

- પૂર્વકાળમાં નરોત્તમ નામે એક પ્રસિધ્ધ બ્રાહ્મણ હતો. તે માતા-પિતાનો અનાદર કરીને તીર્થ યાત્રા માટે ચાલ્યો ગયો. તીર્થોમાં ઘૂમી રહેલા તે બ્રાહ્મણનાં વસ્ત્રો દરરોજ આકાશમાં જ સુકાતા હતા. તેને મનમાં બહુ જ અહંકાર આવી ગયો

પિતૃભક્તિ, પતિવ્રત્ય, સમતા, અદ્રોહ અને વિષ્ણુની ભક્તિ-આ પાંચ મહાયજ્ઞાો છે અને તે મહાન પુણ્યદાયક પણ છે. (પદમપુરાણસૃષ્ટિખંડ)

मातर पितरचैव यत्सु कुर्थात प्रदक्षिएम ।

यानं प्रशस्तं मधुरा च वाणी देवाचेन ।।

જે કર્મ સર્વાધિક પુણ્યપ્રદ હોય, જે સંસારમાં સદા સર્વને પ્રિય લાગતું હોય તથા પૂર્વે જેનું અનુષ્ઠાન કરવામાં આવ્યું હોય એવા કર્મો કયા ? આ પ્રશ્નનાં જવાબમાં પુલસત્યજી ઋષિ એ કહ્યું કે જેમણે વ્યાસજી પાસેથી સાંભળેલા સંવાદનું વર્ણન કર્યું.

તેમણે પાંચ ધર્મોના આખ્યાન સંભળાવી, તેમાંથી કોઈ એકનું પણ જીવનમાં અનુસરણ કરીને મનુષ્ય સુયશ, સ્વર્ગ, તથા મોક્ષ પણ પ્રાપ્ત કરી શકે છે. (૧) માત-પિતાની સેવા-પૂજા ૨) પતિની સેવા (૩) સર્વ પ્રત્યે સદ્ભાવ (૪) મિત્રોનો દ્રોહ ન કરવો અને (૫) ભગવાન શ્રી વિષ્ણુની ભક્તિ કરવી. આ પાંચ મહાયજ્ઞા છે.

૧) માતા-પિતાની જે પૂજા કરીને મનુષ્ય જે ધર્મની ઉપાસના કરે છે. તે પૃથ્વી ઉપર સેંકડો યજ્ઞાો તથા તીર્થયાત્રા દ્વારા તેનું ફળ મળે છે. તેના કરતાય વધુ ફળ તે પ્રાપ્ત કરે છે. પિતા ધર્મ છે. પિતા સ્વર્ગ છે અને પિતા જ સર્વોત્તમ તપશ્ચર્યા છે પિતા ના પ્રસન્ન થવાથી બધા જ દેવતાઓ પ્રસન્ન થઈ જાય છે. જેની સેવા અને સદ્ગુણોથી પિતા-માતા સંતુષ્ટ રહે છે. તે પૂત્રને રોજ ગંગાસ્નાનનું ફળ મળે છે. માતા સર્વ તીર્થરૂપ છે અને પિતા સર્વ દેવતાઓનું સ્વરૂપ છે. તેથી બધી રીતે પ્રયત્ન પૂર્વક માતા-પિતાનું પૂજન કરવું જોઈએ. જે માતા-પિતાની પ્રદક્ષિણા કરે છે. તેના દ્વારા સાતે દ્રીપોથી યુક્ત સંપૂર્ણ પૃથ્વીની પરિક્રમા થઈ જાય છે. માતા-પિતાને પ્રણામ કરવાથી તેને અક્ષય સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. જે પૂત્ર માતા-પિતાના ચરણામૃતનું પાન કરે છે. તેના કરોડો જન્મોનાં પાપો નષ્ટ થઈ જાય છે. તે પુરુષ સંસારમાં ધન્ય છે.

જે માતા-પિતાની આજ્ઞાનું ઉલ્લંઘન કરે છે. તે નીચ તે મહાપ્રલય સુધી નરકમાં નિવાસ કરે છે અને જે પુરુષ રોગી-વૃદ્ધ, આંધળા, અને બહેરા અશક્ત માત-પિતાનો ત્યાગ કરે છે. તેને અન્યજો, ચાંડાળો અને મ્લેચ્છોની યોનિમાં જન્મ લેવો પડે છે. માત-પિતાનું પાલન પોષણ ન કરવાથી તેના સમસ્ત પુણ્યોનો નાશ થઈ જાય છે. માતા-પિતાની આરાધના ન કરીને પુત્ર જો તીર્થાટન અને દેવતાઓની પૂજા કરે છે તો તેનું ફળ તેને મળતું નથી.

દૃષ્ટાંતકથા: પૂર્વકાળમાં નરોત્તમ નામે પ્રસિધ્ધ એક બ્રાહ્મણ હતો. તે પોતાના માતા-પિતાનો અનાદર કરીને તીર્થ યાત્રા માટે ચાલ્યો ગયો. બધા જ તીર્થોમાં ઘૂમી રહેલા તે બ્રાહ્મણનાં વસ્ત્રો દરરોજ આકાશમાં જ સુકાતા હતા. તેથી તેને મનમાં બહુ જ અહંકાર આવી ગયો. તે તેવું સમજવા લાગ્યો કે મારે જેવો પુણ્યાત્મા બીજો કોઈ નથી. તેટલામાં એક બગલો તેના મોઢામાં ચરકી ગયો. ત્યારે તે બ્રાહ્મણે ક્રોધિત થઈને તેને શાપ આપી દીધો. બિચારો બગલો રાખ થઈને નીચે પડી ગયો. બગલાના મૃત્યુથી નરોત્તમની અંદર મહામોહનો પ્રવેશ થયો. તેના પાપથી બ્રાહ્મણનું વસ્ત્ર હવે આકાશમાં રહેતું ન હતું. એ જાણીને તેને બહુ દુઃખ થાય ત્યાર બાદ આકાશવાણી એ કહ્યું, 'હે બ્રાહ્મણ ! તમે પરમ ધર્માત્મા મૂક ચાંડાળ પાસે જાઓ. ત્યાં જવાથી તમને ધર્મનું જ્ઞાન થશે.' આકાશવાણી સાંભળીને બ્રાહ્મણ મૂક ચાંડાળ પાસે ગયો. ત્યાં જઈને જોયું કે તે ચાંડાળ પોતાના માતા-પિતાની સેવામાં વ્યસ્ત હતો. ઠંડીના દિવસોમાં તે પોતાના માતા-પિતાને સ્નાન માટે ગરમ પાણી આપતો. તેમના શરીરમાં તેલ ચોળતો, તપવા માટે તે અગ્નિ ન પ્રગટાવતો, ભોજન પછી તેને પાન ખવડાવતો. દરરોજ તેને ભોજનમાં મિષ્ટાન્ન જમાડતો અને વસંતઋતુમાં સુગંધી મહુડાની માળા પહેરાવતો હતો. અને વિવિધ પ્રકારની તેમની જરૂરીયાતો પુરી કરતો. આ પુણ્ય કર્મોના કારણે ચાંડાળનું ઘર કોઈ પણ પ્રકારના આધાર કે થાંભલા વિના જ આકાશમાં સ્થિત હતું. તેની અંદર ત્રિભુવન ના સ્વામિ ભગવાન શ્રીહરિ મનોહર બ્રાહ્મણનું રૂપ ધારણ કરીને નિત્ય ક્રીડા કરતા હતા. તે સત્યસ્વરૂપ પરમાત્મા તેજસ્વી વિગ્રહથી તે ચાંડાળનું મંદિરની શોભા વધારતા. આ બધું જોઈને બ્રાહ્મણને બહુ આશ્ચર્ય થયું. તેણે મૂક ચાંડાળને કહ્યું કે તમે મારી પાસે આવો હું તમને સનાતન હિતની વાત પુછું !

મૂક ચાંડાળે કહ્યું વિપ્ર ! અત્યારે તો હુ માતા-પિતાની સેવા કરી રહ્યો છું. તમારી પાસે કઈ રીતે આવું ? આની પૂજા કરીને તમારી જરૂરત પૂરી કરીશ. ત્યાં સુધી તમે મારા દ્વારે રોકાઓ. હું તમારો અતિથિ સત્કાર કરીશ.

ચાંડાળના આ પ્રમાણેના વચનોથી બ્રાહ્મણ-દેવ ધુઆ-પુઆ થઈ ગયા. અને બોલ્યા 'મુજ બ્રાહ્મણની સેવા મૂકીને તમારા માટે કયું કાર્ય મોટું હોઈ શકે.''

- ચાંડાળ બોલ્યો: શા માટે વ્યર્થ ક્રોધ કરો છો. હું બગલો નથી. અત્યારે તમારે ક્રોધ બગલા પર જ સફળ થઈ શકે છે. બીજા કોઈ પર નહીં. હવે.. તમે પતિ વ્રતા સ્ત્રી પાસે જાઓ દ્વિજશ્રેષ્ઠ ! પતિવ્રતા સ્ત્રીના દર્શનથી તમારૃં અભીષ્ટ સિદ્ધ થશે.

ત્યાર પછી ચંડાળના ઘરેથી બ્રાહ્મણ-રૂપધારી ભગવાન વિષ્ણુએ નીકળીને તે દ્વિજ-બ્રાહ્મણને કહ્યું, 'ચાલો, હું પતિવ્રતા દેવીને ઘેર આવું છું.' અને બ્રાહ્મણ નરોતમ તેની સાથે ચાલવા માંડયો. તેમણે રસ્તામાં ભગવાનને કહ્યું કે આ ચાંડાળનાં ઘરમાં જ્યાં સ્ત્રીઓ રહે છે. ત્યાં તમે શા માટે રહો છો ?

- બ્રાહ્મણ રૂપધારી ભગવાને કહ્યું- 'હે વિપ્રવર ! અત્યારે તમારૃં હૃદય શુદ્ધ નથી પહેલા પતિવ્રતાના દર્શન કરો. પછી મને સારી રીતે જાણી શક્શો.

બ્રાહ્મણે કહ્યું અને પૂછયું- તાત ! પતિવ્રતા કોણ છે ? તેનું શાસ્ત્રજ્ઞાન કેટલું છે ? જેના કારણે હું તેની પાસે જઈ રહ્યો છું, તે પણ મને કહો.

ભગવાન બોલ્યા: નદીઓમાં ગંગાજી, સ્ત્રીઓમાં પતિવ્રતા અને દેવતાઓમાં શ્રી વિષ્ણુ શ્રેષ્ઠ છે. પતિવ્રતા સ્ત્રી પોતાના પિતૃકુળ અને પતિકુળ તેમ બંને કુળોની પેઢીઓનો ઉદ્વાર કરે છે पतिव्रता चयानारी प्रत्युनित्यं हितेरता ।

પતિને તે ભગવાન સમજે છે તે પતિવ્રતા છે. જે ઘરનાં કાર્ય માંદાશી, રમણ કાર્યમાં રંભા, તથા ભોજનના માતા જેવું આચરણ કરે છે. અને વિપત્તિમાં સ્વામિને ઉત્તમ સલાહ આપીને મંત્રીનું કામ કરે છે. તે સ્ત્રીપતિવતા છે.

कार्येदासी रतोवेश्या भोजने जननीसमा ।

विपत्सु मन्त्रिणी भर्तुः सा च पतिव्रता ।।

(પદ્મપુરાણ)

તેથી હે દ્વિજશ્રેષ્ઠ ! તમે તે પતિવ્રતા પાસે જાઓ અને તેને પોતાનો મનોરથ કહી સંભળાવો. તેનું નામ શુભ છે. તે બહુ દયાળુ છે, યશસ્વિની છે. તેની પાસે તમે તમારા હિતની વાત પૂછે, આમ કહીને ભગવાન ત્યાંથી તે અંતર્ધાન થઈ ગયો.

ત્યાં જઈ બ્રાહ્મણે જોયું ને જાણ્યું કે મુક ! ચાંડાળ તે માતા-પિતાની સેવા કરે છે અને શુભ દેવ ? પવિત્રતા છે, તુલાઘાટ સત્યવાદી છે. અને બધા પ્રત્યે સદ્ભાવ રાખે છે. લોભ ઉપર વિજય મેળવ્યો છે. વૈષ્ણવ ભગવાનનો અનન્ય ભક્ત છે. તે આનંદથી નિવાસ કરે છે. સરસ્વતી અને લક્ષ્મી પણ ત્યાં હાજર રહે છે.

બ્રાહ્મણે આ બધા વિચાર કરીને ! તે મોહ અને અજ્ઞાનવશ પહેલા માતા-પિતાની આરાધના ન કરીને યાત્રા એ નિકળ્યો તે મારી મોટી ભૂલ હતી. અને કહેવા લાગ્યો કે જો મનુષ્ય માતા-પિતાની સેવા કરે છે. તેને બધાતીર્થોનું ફળ ઘર બેઠા મળી જાય છે.

જે 'ગોવિન્દ'ના નામનું કીર્તન કરે છે- પૂજન કરે છે અને ગૃહસ્થાશ્રમમાં નિવાસ કરે છે. તે પાપથી મુક્ત થઈ જાય છે. આ પ્રમાણેની સમજણ તે બ્રાહ્મણનાં અંતરમાં ઉત્તરી પછી તે ઘરે જઈ મા-બાપની સેવા કરવા લાગ્યો અને સદ્ભાવથી તે પોતાનો ગૃહસ્થાશ્રમ ભક્તિપૂર્વક ચલાવવા લાગ્યો.

या वै गृहस्थाश्रम त्यत्वा

मच्यितो जोयते नर ।

नित्यं स्मरति गोविन्द

सर्व पाप क्षयो मवेत् ।।

'હરદ્વાર કે કેદાર જઈને શું કામ છે? માતા પિતાનાં ચરણોમાં સકલ તીર્થ ધામ છે.'

- ડૉ. ઉમાકાંત જે.જોષી