માનવને તો કોઈ કોઈ વખત સોનેરી સ્વપ્ન પણ આવતા હોય છે. અને ઝબકીને જાગી જવાતું હોય છે ત્યારે બોલાઈ જવાતું હોય છે કે હે ! મારા સર્જનહાર તમને ધન્યવાદ. અરે ! વળી મારા માતૃશ્રીના ઉદરમાં તમે મને અજાયબ તરીકે ઘડયો અને પૃથ્વી ઉપર મને જન્મ આપ્યો એનો આપને શો બદલો વાળી આપું ?
હવે; દરેક ધર્મના ધર્મલોક પોતપોતાના ધર્મપુસ્તકને આધારે સર્જનહારમાં વિશ્વાસ ધરાવે છે, તો ખ્રિસ્તી ધર્મલોક પણ બાઈબલને આધારે સર્જનહારમાં વિશ્વાસ ધરાવે છે. ખ્રિસ્તી ધર્મવિશ્વાસમાં સર્જનહારની બાબતે પિતા તરીકે યહોવાહ તેમના પુત્ર તરીકે ઇસુ ખ્રિસ્ત અને આત્મા તરીકે પવિત્ર આત્મા. એમ ત્રિએક ઇશ્વર.
ખ્રિસ્તી ધર્મલોકનો ધર્મવિશ્વાસ એવો છે કે સકળ સૃષ્ટિની મનુષ્યજાત પાપીષ્ટ બની ત્યારે સર્જનહારને થયું હતું કે મનુષ્યજાત પાપમુક્ત બને માટે મારે મારા એકના એક પુત્ર ઇસુને દેવત્વમાંથી અમુક સમય કમી કરીને માનવ બનાવવો જ પડશે. કેમકે અજરઅમર એવો મારો પુત્ર ઇસુ માનવ બને તો જ મૃત્યુ પામી શકે અને વધસ્તંભવાળા તેમના કારમા કરુણ મૃત્યુથી તેમનું જે પવિત્ર લોહી વહે તેને કારણે જે જે વ્યક્તિ ઇસુ ઉપર વિશ્વાસ કરે કે ઇસુ મારા પાપોના માટે મરી ગયા છે એમ વ્યક્તિનો આધ્યાત્મિક બચાવ થાય અને વ્યક્તિ મરણરૂપી શ્રાપમાંથી બચી સજીવન થઈને ફરી મનુષ્ય તરીકેનું જ જીવન પામે અને પ્રભુમય સારા જીવાયેલા જીવન થકી સ્વર્ગનુંય સુખ પામે. અને સર્જનહાર પિતા તરીકે હું નવી પૃથ્વી બનાવું ત્યારે એવી દરેક વ્યક્તિને હું નવી પૃથ્વી ઉપર વસાવું. તેથી પરમેશ્વર પિતા યહોવાહે નાતાલ ખ્રિસ્ત જન્મ જયંતિ દિને ઇસુને જન્મ અપાવીને ઇસુને સુગમતા રહે તે અર્થે માર્ગ તૈયાર કરવા ઇસુથી ૬ મહિના મોટા મસીયાઈ ભાઈ યોહાન નામના બાપ્તિસ્મા કરનાર પ્રબોધકના અર્થે એવું કે 'બીજે દહાડે યોહાન પોતાની પાસે ઇસુને આવતા જોઈને કહે છે કે જુઓ દેવનું ઠુલવાન કે જે જગતનું પાપ હરણ કરે છે !' યોહાનની સુવાર્તા ૧:૨૯
- મેજર લુકિયસ ક્રિશ્ચિયન


