તસ્મૈ શ્રી ગુરુવે નમ: .
- ગુરૂપૂર્ણિમા શા માટે ઉજવાય છે?
સ દ્ગુરુ કુંભાર છે. અને ગુરુકર્ણાધાર છે. ગુરુ અને સદ્ગુરુમાં એટલો જ ફર્ક છે. સદગુરુ એ પોતાની અનુભૂતિની અભિવ્યક્તિ કરી શકે છે. અનુભૂતિની અભિવ્યક્તિ વાણી દ્વારા શિષ્યને સમજાવી શકે, સુંદર અને સરળભાષામાં ઉપદેશ આપી શિષ્યનું યોગ્ય માર્ગદર્શન કરી શકે એજ સાચા સદ્ગુરુ છે.
એક લવ્ય પાસે ગુરુદ્રોણ સદેહેન હોતા પરંતુ એકલવ્યની જે શ્રદ્ધા છે તેના દ્વારા ગુરુ તેને અંદરથી પ્રેરણા આપતા રહ્યા અને એકલવ્ય એવો શ્રેષ્ઠ બાણ ચલાવવા વાળો બન્યો કે અર્જુન સામે પણ ટક્કર લઈ શકે. ગુરુ તેને સદેહે શીખવાડતા નહોતા પરંતુ એકલવ્યની જે ગુરુ પ્રત્યે શ્રદ્ધા હતી તેના દ્વારા તેને પ્રેરણા મળતી રહી હતી. આમ વ્યક્તિ મહત્વની નથી તેની ગુરુતા તેની શક્તિ મહત્વની છે. વ્યક્તિ તો એક માધ્યમ છે.
ગુરુ તો એક માધ્યમ છે. પરંતુ હકીકતમાં તો તેની શક્તિની જ પૂજા કરવામાં આવે છે. પરમાત્મા સ્વરૂપે તેમા રહેલી દિવ્ય શક્તિની પૂજા કરવામાં આવે છે. આ પ્રકારે જ મહાત્માની પૂજા થાય છે.
ગુરુ પૂર્ણિમાનો દિવસ એ મહર્ષિ વેદવ્યાસે આપેલા પ્રચંડ જ્ઞાાનની સ્મૃતિમા ંતેમનું કૃતજ્ઞાતાપૂર્વક પૂજન કરવાનો દિવસ (અષાઢી પૂર્ણિમા)ને વ્યાસપૂર્ણિમા - ગુરુ પૂર્ણિમા તરીકે પ્રખ્યાત છે. તેમણે અઢાર પુરાણો તથા કેટલાક ઉપપુરાણો તેમજ ધર્મ-અર્થ કામ અને મોક્ષ સંબંધી સિદ્ધાંતો ને એકત્ર કરીને મહાભારતની રચના કરી શ્રીમદ ભાગવત તેમનો સુમધુર ભક્તિ પૂર્ણ ગ્રંથ છે.
આજે પણ જ્યાંથી આધ્યાત્મિક વિચારો પિરસાય છે તેને 'વ્યાસપીઠ' કહે છે. તેવા સદગુરુને પ્રણામ ગુરુ તે સાક્ષાત પર બ્રહ્મ છે.
સદ્ગુરુ તં નમામિ ।।
તસ્મૈ શ્રી ગુરવે નમ: ।।
- ડૉ. ઉમાકાંત જે. જોષી