વિશ્વમાં ''ભારતનો'' ડંકો વગાડનાર ''મહાપુરુષ'' સ્વામી વિવેકાનંદ
સવારે પાંચ વાગ્યા પહેલાં ઉઠો, આ સમય બ્રહ્મ મુહૂર્ત છે. આ સમયે પ્રકૃતિમાં સત્વ ગુણ પ્રધાન હોય છે. આ સમયમાં બુદ્ધિ તેજ બને છે અને શરીરને સ્ફૂર્તિ મળે છે. આ સમય જપ-તપ આધ્યત્મિક સાધના માટે સર્વશ્રેષ્ઠ સમય છે.
સ્વા મી વિવેકાનંદનું મૂળ નામ નરેન્દ્રનાથ હતું. તેમનો જન્મ કોલકત્તામાં તા. ૧૨ જાન્યુઆરી ઈ.સ. ૧૮૬૩ના રોજ થયો હતો. તેઓ ભણવામાં ખૂબ જ તેજસ્વી હતા. તેમની યાદશક્તિ અદ્ભૂત હતી. તેઓ જે પુસ્તક એકવાર વાંચતા તે તેમને યાદ રહી જતું.
નરેન્દ્રનાથને એક જ આગ્રહ હતો કે, ''મારે ઈશ્વરને જોવા છે.'' તેઓ ગુરુની શોધ કરવા લાગ્યા. પછી તેમને સ્વામી રામકૃષ્ણ પરમહંસ મળ્યા. અને તેમણ ૨વર્ષની વયે ભગવા વસ્ત્ર ધારણ કરી લીધા. તેમના ગુરૂએ તેમનું નામ ''વિવેકાનંદ'' પાડયું.
તેમના ગુરૂ બ્રહ્મલીન થયા બાદ, સ્વામીં વિવેકાનંદ દિવસે પરિવારની ફરજ નિભાવતા અને રાત્રે મઠમાં જઇને તેમના છાત્રો તથા ગુરુભાઈઓને કર્મ, યોગ, ભક્તિ, જ્ઞાાન - સમજાવતા. તેઓ રોજ રોજ નવા નવા પુસ્તકો લાવીને તેમની આગળ વાંચતા. જેથી તેમના છાત્રોને બધા જ ક્ષેત્રોનું જ્ઞાાન પ્રાપ્ત થાય.
ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડયા રહો... નો પ્રેરણાદાયી અદ્ભૂત સંદેશો તેમણે લોકોને આપ્યો છે.
અમેરિકામાં તા. ૧૧ સપ્ટેમ્બર ઈ.સ. ૧૮૯૩ના રોજ વિશ્વ ધર્મ પરિષદ યોજાઈ હતી. જેમાં બધા જ ધર્મનાં વડાઓને નિમંત્રિત કરવામાં આવ્યા હતા. સૌએ પ્રવચનો આપ્યા હતા પરંતુ જ્યારે સ્વામી વિવેકાનંદના પ્રવચનનો સુઅવસર આવ્યો, ત્યારે તેઓ પ્રથમ શબ્દ અંગ્રેજીમાં બોલ્યા : ''માય બ્રધર્સ એન્ડ સીસ્ટર્સ'' 'મારા ભાઈઓ તથા બહેનો' એમ કહીને શરૂઆત કરી અને ત્યાં બેઠેલા સહુએ તાળીઓના ગડગડાટ સાથે વધાવી લીધાં. પોતાની વાણી તથા ઉચ્ચ વિચારો તથા વર્તનથી તેમણે દુનિયાભરમાં ડંકો વગાડી દીધો. તેમને ખૂબ જ સન્માન અને ખ્યાતિ પ્રાપ્ત થયા.
સ્વામી વિવેકાનંદજી માટે મહાનુભાવોએ કહ્યું છે કે,
સુભાષચંદ્ર બોઝ : આધુનિક ભારતના નિર્માતા
રાજાજી : વિવેકાનંદે હિન્દુ ધર્મને બચાવ્યો, ભારતને બચાવ્યું.
રવિન્દ્રનાથ ટાગોર : જો તમે ભારતને જાણવા માંગો છો તો વિવેકાનંદનો અભ્યાસ કરો તેમનામાં બહુ સકારાત્મકતા છે. નકારાત્મકતા કાંઈ નથી.
જમસેદજી ટાટા : વિવેકાનંદ પરથી પ્રેરણા લઈ ૈંૈંજીઝ્ર બેંગ્લોરની સ્થાપના કરી. સ્વામિ વિવેકાનંદજીના સન્માનમાં... ૧૨ જાન્યુઆરી - રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે મનાવાય છે.
૧૧ સપ્ટેમ્બર - વિશ્વ ભાઈચારો દિવસ તરીકે મનાવાય છે.
સ્વામી વિવેકાનંદજીનો જીવન સંદેશ :-
* સવારે પાંચ વાગ્યા પહેલાં ઉઠો, આ સમય બ્રહ્મ મુહૂર્ત છે. આ સમયે પ્રકૃતિમાં સત્વ ગુણ પ્રધાન હોય છે. આ સમયમાં બુદ્ધિ તેજ બને છે અને શરીરને સ્ફૂર્તિ મળે છે. આ સમય જપ-તપ આધ્યત્મિક સાધના માટે સર્વશ્રેષ્ઠ સમય છે.
* આપણે જેટલું આપણા નેગેટીવ વિચારોથી ડરીશું એ એટલા જ વધારે ડરાવશે એટલે ડરો નહીં પણ એમનો સામનો કરો.
* જો કાંઈ પણ પામવા માંગો છો તો એ મુકામની તસ્વીર મગજમાં એકદમ સ્પષ્ટ હોવી જોઈએ તો જ એ મુકામને પામી શકશો.
* માણસમાં મુખ્ય પાંચ દોષ રહ્યાં છે. કામ, ક્રોધ, લોભ, મોહ અને અહંકાર તેને ટાળવા જોઈએ.
- સાધુ પ્રેમવત્સલદાસજી કુમકુમ