Get The App

ભગવદગીતાનાં પ્રત્યેક અધ્યાયનો માત્ર એક વાક્યમાં સારાંશ

Updated: Oct 7th, 2020

GS TEAM


Google News
Google News
ભગવદગીતાનાં પ્રત્યેક અધ્યાયનો માત્ર એક વાક્યમાં સારાંશ 1 - image


અધ્યાય પહેલો 

ખોટી સમજ એ બધાં દુઃખોનું મૂળ છે. 

અધ્યાય બીજો 

મુશ્કેલીઓનું નિવારણ એકમાત્ર સાચા જ્ઞાાનથી થાય. 

અધ્યાય ત્રીજો 

નિઃસ્વાર્થતા એ જ એકમાત્ર વિકાસ અને સમૃદ્ધિનો માર્ગ છે.

અધ્યાય ચોથો 

દરેક કર્મ એ પોતાનામાં જ એક પ્રાર્થના છે. 

અધ્યાય પાંચમો 

વ્યક્તિત્વના અહંકારનો ત્યાગ કરો અને અનંતના આનંદમાં વિચરો. 

અધ્યાય છઠ્ઠો 

દરરોજ ઉચ્ચ ચેતના સાથે મનથી જોડાઓ. 

અધ્યાય સાતમો 

તમે જે શીખ્યા છો એનું પાલન કરો. 

અધ્યાય આઠમો 

તમારાં પ્રયાસો સાતત્યથી ચાલુ રાખો. 

અધ્યાય નવમો 

તમારાં પર વરસાવેલાં આશીર્વાદ માટે એની કૃપા સમજો. 

અધ્યાય દસમો 

તમારી આસપાસ આધ્યાત્મિકતાની અનુભૂતિ કરો. 

અધ્યાય અગિયારમો 

સત્ય જાણવાં પૂરતી પૂર્ણ શરણાગતિ સ્વીકારો.

અધ્યાય બારમો 

તમારું મન ભગવાનની સાથે જોડાયેલું રાખો. 

અધ્યાય તેરમો 

માયાથી પોતાને અળગા કરીને અદ્યાત્મિકતા સાથે જોડાઓ. 

અધ્યાય ચૌદમો 

તમારી જીવનશૈલી તમારાં જીવનનાં ધ્યેય પ્રમાણે રાખો. 

અધ્યાય પંદરમો 

આધ્યાત્મીક્તાને પ્રાથમિકતા આપો.

અધ્યાય સોળમો 

સારા થવું એ પોતેજ પોતાનામાં એક પુરસ્કાર છે. 

અધ્યાય સત્તરમો 

જે ગમે છે એના કરતાં જે સત્ય છે એનો સ્વીકાર કરવો એજ ખરી તાકાત છે. 

અધ્યાય અઢારમો 

જતુ કરો, આત્માને પરમાત્મા સાથે જોડાવા દો.

Tags :