આમ જો તટસ્થ ભાવથી આત્મિક સત્યના આધારે વિચારીએ તો માણસ જાતિગત, સામાજિક, ધાર્મિક અને સાંસ્કૃતિક લડાયેલી તમામ પ્રકારની શરતોથી બંધાયેલ છે, આ શરતો જ આપણા સંઘર્ષો જ દુ:ખનું કારણ છે, આ લડાયેલી આ જુદી જુદી શરતોને પોતાના જ સત્યના આધારે જાણવી સમજવી અને તેમાંથી મુક્તિ પ્રાપ્ત કરવી એ જ માનવ જીવનની સ્વતંત્રતા છે અને મુક્તિ છે, જીવનમાં આપણે આપણી જાતને આપણા વિચારો લાગણીઓ અને અનુભવોથી અલગ માનીએ છીએ પરંતું વિચારનાર અને વિચાર નિરીક્ષક અને નિરીક્ષણ અનુભવનાર અને અનુભવ વચ્ચે કોઈ વાસ્તવિક વિભાજન નથી, આ વિભાજન માત્રને માત્ર એક ભય છે ભ્રમ જાળ છે. જે જીવનમાં સંઘર્ષ અને દવેત પેદા કરે છે, અને દવેત એટલે દ્વદ્વ એજ જ દુખ ચિંતા ઉદ્વેગ છે, જે પરમ શાંતિ અને આનંદ સ્વભાવ છે. તેને પ્રકાશીત થવા દેતો જ નથી, આથી દુખના તનાવના અંધારામાં જીવીએ છીએ.
જીવનમાં જ્યારે આ વિભાજનનો ભ્રમ દૂર થાય છે, ત્યારે જ શુધ્ધ અવલોકન દ્વારા પ્રજ્ઞાાની જાગૃતતા શક્ય બને છે, આ શુધ્ધ અવલોકન જ ભૂતકાળના પડછાયા વિનાની જ આપણી અંતર દ્રષ્ટિ લાવે છે, જે આપણા જીવનમાં મનમાં ઊડો અને આમૂલ પરીવર્તન લાવે છે જીવનમાં વિચાર એ સમયનું ઉત્પાદન છે, જે અનુભવ અને જ્ઞાાનમાંથી જન્મે છે, આમ વિચાર હંમેશ આપણા ભૂતકાળને જ યાદ કરે છે, અથવા તો ભવિષ્યના ઘોડા બેસી કલ્પનાઓ જ કરે છે, પરંતુ માણસ ક્યારેય વર્તમાનમાં સંપૂર્ણ પણે જીવતો જ નથી.
આથી વિચાર જ માણસનો દુશ્મન બની જાય છે. જીવનમાં વર્તમાન જ પરમ અને ઉત્તમ શાંતિ સુખ અને આનંદનો દાતા છે, તેમ છતાં આપણે ભોગવી શકતા નથી. તે આજની સૌની સ્થિતિ છે, એટલે જ ક્ષણે ક્ષણની આપણા જ પરમ ચેતનાની જાગૃતતા, સભાનતા અને સજાગતાની જરૂર છે, આમ સાચા અને આત્મિક સત્ય આધારિત જીવન માટે વર્તમાન ક્ષણમાં સ્થિરતા અને જાગૃતતા જરૂરી છે. જાગૃત માનસથી પાપ કૃત્ય કે અસત્ય કર્મ થતા જ નથી, જ્યારે આપણે આત્મિક આંતર ધ્યાન યોગની સાધનામાં વિચારને નિર્મૂળ કરી શકીએ છીએ અને મન અમન થાય છે, ત્યારે જ આપણે આપણી દરેક ક્ષણને સંપૂર્ણ ધ્યાન અને કોઈપણ જાતના પ્રતિકાર વિના પરમ આનંદ સાથે જીવીએ છીએ, ત્યારે જ ખરેખર જીવનની પૂર્ણતા અનુભવાય છે અનુભૂતિ થાય છે, આ ધન્ય જીવન છે. આમ સાચા જીવન માટે વર્તમાન ક્ષણમાં જાગૃતિ જરૂરી છે, જાગૃત માણસ કોઈ પાપ કૃત્ય કરતો જ નથી કરી પણ શક્તો નથી, એટલે પાપ ધોવા કોઈની જોકમાં પુરાવું પડશે જ નહિ કે ગંગામાં ન્હાવા જવું પડશે નહિ કે ચાર ધામની યાત્રા પણ કરવી પડશે જ નહિ અને પરમ આનંદ ભોગવી જ શક્શો. આ જ જીવન છે.
- તત્વચિંતક વી પટેલ


