- પ્રિયજનનો જન્મ દિવસ મહિનાઓથી યાદ હોય પણજો એ દિવસ ભૂલી ગયા તો આવી બન્યું. તેને ! મનાવતા-સમજાવા નાકે દમ આવી જાય. દુભાયેલી વ્યક્તિને એવું લાગે છે કે તેની ખુદની હસ્તીનો જ તમે ઈન્કાર કર્યો છે
એક મિત્રનાં જન્મદિવસે વાતવાતમાં મિત્રના પિતાએ પુત્રને આશીર્વાદ આપતા કહ્યું, ''બેટા, કયો પિતા પુત્રનું લાંબુ આયુષ્ય સંપૂર્ણ તંદુરસ્તી અને ઢગલાબંધ સુખસાહ્યબી ના ઈચ્છે ? એ તો પ્રભુ પાસે એ જ માંગે પણ આપણી મુશ્કેલી એ જ છે કે આપણે મન ટૂંકુ રાખીએ છીએ. અને સુખ લાંબુ માંગીએ છીએ! મન ટૂંકુ રાખીશ તો લાંબુ સુખ મળશે જ નહીં. ! મનને લાંબુ-ઉદાર રાખીને જે જીવે છે તેને તેની પોતાની કમાણીના સુખમાંથી અદ્ભુત આનંદ મળે છે. મનને જે ટૂંકુ કરે છે તેને સુખની કમાણી ગમે તેટલી મોટી હશે પણ તેમાંથી તેને ખરેખર સુખ નહીં જ મળે! ગમે તેટલા સુખ સાહ્યબીની વચ્ચે તે તેનાં ટૂંકા મનને જ કારણે પીડા વહોર્યા કરશે- કોઈ સગુ સબંધી સામે મળશે કે તરત ભાઈ સાહેબનું મન એકદમ ટૂંકુ થઈ જવાનું - જાણે ઈયળ ડરથી કોકડું વળી ગઈ! સગા સબંધીને જોવાવેત તે ડર લાગે છે નક્કી, કંઈક માગશે ! કંઈક લેવા જ આવ્યો હશે?
હે ભગવાન! સુખી માણસને સગાના આપીશ! સંબધીઓ પણ ના આપીશ! શ્રીમંત માણસ આ રીતે વહેવારમાં સહજ શોભાથી વર્તન કરી જ શકતો નથી ! પેલા એ કંઈ માંગ્યું જ નથી. પણ તે કંઈ બોલે તે પહેલાં જ ટૂંકા મનનો માણસ પોતાની સાચી-ખોટી લાચારીઓને કાપડનાં તાકાની જેમ પાથરી દે છે. દલીલ ખાતર માની લઈએ કે કોઈ ને કોઈ માણસ શ્રીમંત સગા-સંબંધીનો ગેરલાભ! ઉઠાવવા દોડી જતો હશે પણ આવું ઓછું બને છે મોટે ભાગે તો માણસ લાચારીથી જ ક્યાંય પણ હાથ લંબાવતો હોય છે. આપણે જરૂર સ્વીકારીયે કે દરેક સમાજમાં અને ઘણા બધા કુટુંબોમાં બીજા ઉર માથે પડેલી કોઈને કોઈ વ્યક્તિઓ નીકળી આવે છે. પણ આવા કિસ્સાની સંખ્યા જે હોય તે એકદંરે તો માણસનું આવું વર્તન સ્વાભાવિક નથી હોતું.... અપવાદરૂપ જ હોય છે. આયુષ્ય પ્રત્યેક દિવસે 'જીવતા' રહેવાનો એક અર્થ એ થાય છે કે આપણે પ્રત્યેક દિવસની કોરી પાટી પર નવા શુંભ આંક લખવાને બદલે જુના દિવસોનાં સાચા-ખોટા હિસાબો ચીતરવાની ચેષ્ટા નહીં કરીએ! લાંબી-ટૂંકી જીંદગી નો ભેદ કોઈ જાણતું નથી. જન્મદીનની શુભેચ્છાઓ માટેનાં સુંદર વચનોનો તોટો નથી. પણ તેમાં તમારી જીવન માણવાની કામના અને સજ્જતાને એક નિમંત્રણ છે તમે ખુબ ધનવાન થાઓ. તમે એકસો વરસના થાઓ તમે સંપૂર્ણ નીરોગી રહો. એ બધા શુભેચ્છા વચનો સાચા પાડવા માટે તમારે બીજી અનેક બાબતોને આધીન રહેવું પડે. એમાં તરેહ તરેહ સંજોગો ભાગ ભજવે. પણ તમે નક્કી કરો કે મારે મારી જીંદગીનો પ્રત્યેક દિવસ બરાબર જીવવું છે તો તેમાં તમારી બીજા કોઈની મદદ માગવી પડતી નથી. કેમ કે જેમણે જેમણે જીંદગીને માણી છે તેમણે તો વિકટ સંજોગોમાં પોતાની જીંદગીની શોભા વધારી છે.
કબીર, મીરા, નરસિંહ મહેતા જેવા તો અનેક નામો મળશે જેમને દુ:ખના ગમે તેવા વિકટ પ્રસંગમાં પણ જીંદગી અકારી-અળખામણી લાગી નથી! મોટા માણસોની વાત તો ચલો જવા દઈએ. ઘણા બધા સામાન્ય માણસો આપણે જોઈએ છીએ જેઓ જિંદગીનો પ્રત્યેક દિવસ જન્મ દિવસની જેમ જ માણે છે. એમને એમનો જન્મદિવસ યાદ નથી હોતો કોઈ વર્ષે યાદ આવે તો બે-ત્રણ દિવસ જન્મ દિવસ ઉજવી નાખે! વિધિ પ્રમાણે જન્મ દિવસ ઉજવે, મધરાત પછીનો જન્મ સમય હોય તો બન્ને વારનો લાભ લે. તમારો કોઈ સ્વજન કે પ્રિયજન નો જન્મ દિવસ હોય મહિનાઓથી યાદ હોય પણ જો એ દિવસ ભૂલી ગયં તો આવી બન્યું. તેને ! મનાવતા-સમજાવા નાકે દમ આવી જાય. દુભાયેલી વ્યક્તિને એવું લાગે છે કે તેની ખુદની હસ્તીનો જ તમે ઈન્કાર કર્યો છે, એ વાત સાચી નથી. તમારી જન્મ તારીખ કોઈને યાદ રહે કે ના રહે તે તમને શિષ્ટાચાર કરે કે ન કરે, તમને ભેટસોગાદ આપે કે ના આપે. પણ ખરૃં મહત્વનું તો કોઈ વ્યક્તિને તમારા માટે કેટલી લાગણી છે. પ્રેમ છે તેનું છે. એ લાગણી એ પ્રેમ શબ્દોમાં નહીં તેમના વર્તનમાં કાર્યોમાં પ્રગટ થતું હોય છે. કેટલાકને શબ્દોમાં પ્રગટ કરવાનું આવડતું પણ ના હોય એવું બને. છતાં એટલું સ્વીકારવું પડે કે માણસને લાગણી જોઈએ છે પણ લાગણીની સાથે તેનો પ્રગટ ઉદ્ગાર તમારા મુખે સાંભળવો વધુ ગમે છે એટલે તમારી લાગણી વિહીન વાચાવિહીન નર હતો તે જોવું લાગણી વિહીન વાચાની તો કોઈજ કિંમત નથી એ કરતાં વાચા વિહીન લાગણી સો દરજ્જે સારી! સાચી લાગણી હોય સાચો પ્રેમ હોય અને તે કડવું-મીઠુ બોલ્યા જ કરે તે ઉત્તમ! જન્મ દિવસની શુભેચ્છામાં તે કડવા કારેલા જેવું એકાદું વચન ઉમેરે તો તેનાથી માઠું ના લગાડવું!
- ચેતન એસ. ત્રિવેદી


