Get The App

શ્રાવણ માસમાં શ્રવણ નક્ષત્ર હોવાથી તે શ્રાવણ માસ કહેવાય છે 'આવ્યો છે શ્રાવણ માસ રે મહાદેવજી બિલિ ચઢેને દિવા બળે રે'

Updated: Jul 24th, 2025

GS TEAM

Google News
Google News
શ્રાવણ માસમાં શ્રવણ નક્ષત્ર હોવાથી તે શ્રાવણ માસ કહેવાય છે 'આવ્યો છે શ્રાવણ માસ રે મહાદેવજી બિલિ ચઢેને દિવા બળે રે' 1 - image

ચાતુર્માસ અંતર્ગત આવતો શ્રાવણ માસ તે અનેકાનેક પર્વોથી છલકાતો માસ છે. જેમાં ઠકુરાણી ત્રીજ, બળેવ, બોરચોથ, નાગ પંચમી, મા શીતળા સાતમ, ગોકુળ આઠમ, હિંડોળા, પારણા, સમાવિષ્ટ છે. શ્રાવણ માસમાં સત્સંગ-ભજન દ્વારા શ્રવણ ભક્તિ સિધ્ધ થાય છે. ભક્તિ માર્ગમાં આંખ અને કાન મુખ્ય છે.ઓમ ભદ્રં કર્ણેભિ: શ્રૃણુયામ દેવા : ભદ્ર પશ્યેમાક્ષ્યાભિર્યજત્રા: આ મંત્રો એ બાબતને સમર્થન અર્પે છે. ખાસ કરીને શ્રાવણ માસ દરમ્યાન ભાવિક ભક્તો ભગવાન પરાત્પર શિવની શ્રધ્ધાપૂર્વક આરાધના કરે છે. મા ભવાની શ્રધ્ધાસ્વરૂપ અને દેવાધિદેવ મહાદેવ વિશ્વાસનું પ્રતીક છે. જગતના મહાન ત્યાગી અને વિતરાગી છે. જેઓને જલાભિષેક બિલ્વપત્ર, ઘંતુરો, આકડો, ભસ્મલેપ અને લાડુનો ભોગ પ્રિય છે. એક બિલ્વપત્ર, એક પુષ્પ, એક લોટા જલકીધાર, દયાલુ રીઝકરદેત હૈ ચંદ્રમૌલિ ફલચાર. ત્રિદલં ત્રિગુણાકાર ત્રિનેત્રંચ ત્રિયાયુધમ્ ત્રિજન્મ : પાપ સંહારં એક બિલ્વ શિવાર્પણં આ બોલી બિલ્વ સમર્પિત થાય છે. ઓમ નમ:શિવાયના પંચાક્ષર મહામંત્રના જાપ અદભૂત ફળ આપે છે. પ્રથમ જ્યોતિર્લિંગ ગુજરાતના સૌરાષ્ટ્રમાં વિદ્યમાન છે. જય ભોલે.

- મુકેશભાઈ ભટ્ટ