પુ ષ્ટિમાર્ગના સ્થાપક અને વિશ્વને વૈષ્ણવતાનો અમર સંદેશ આપનાર જગદ્ગુરૂ શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજીનો પ્રાક્ટય ઉત્સવ દેશ-વિદેશમાં ચૈત્ર વદી અગીયારસે પ્રત્યેક વર્ષે ઉજવવામાં આવે છે. ભક્તિના ચાર વૈષ્ણવ સંપ્રદાયો છે. તેનું મૂળ તત્ત્વ કૃષ્ણભક્તિ છે. શ્રી રામાનુજ સંપ્રદાય શ્રી નિમ્બાક સંપ્રદાય શ્રી મધ્યાચાર્ય સંપ્રદાય અને શ્રી વિષ્ણુ સ્વામી સંપ્રદાય.
આ બધાએ કૃષ્ણભક્તિનો મહિમા ગાયો છે. પણ શ્રી મહાપ્રભુજીએ બધા શાસ્ત્રોનું મંથન કરી શુધ્ધ ભક્તિયોગ પ્રભુને સહેલાઈથી મેળવવાનો પુષ્ટિમાર્ગ-કૃષ્ણમાર્ગ બનાવ્યો છે. તેને પ્રેમલક્ષણા ભક્તિ અને પુષ્ટિ ભક્તિ કહી છે. તેજ આચાર્ય શ્રી મહાપ્રભુજીનું આચરણ દિવ્ય હતું. શ્રી મહાપ્રભુજીએ ખુલ્લા ચરણારવિંદથી દેશભરમાં પરિભ્રમણ કરી 'ભાગવતધર્મ'નો (સંતધર્મ) ફેલાવો કર્યો છે.
આવા અખંડ ભૂમંડલાચાર્ય જગદ્ગુરૂ શ્રી મહાપ્રભુજીનું પ્રાક્ટય સંવત ૧૫૩૫ના ચૈત્ર વદી અગીયારસે હાલના છતીસગઢના ચંપારણ્યમાં થયું હતું. (સંવત ૧૫૩૫) શ્રી મહાપ્રભુજીના પ્રાક્ટય સમયે જ વ્રજમાં જતીપુરામાં શ્રીજીબાવાનું મુખારવિંદ જતીપુરામાં ગોવર્ધન પર્વત ઉપર થયું હતું. પ્રથમ મીલનની છબીઓ વૈષ્ણવો પોતાને ઘેર રાખે છે. આજના પ્રાક્ટય દિને દંડવંત પ્રણામ! વૈષ્ણવોને જયશ્રીકૃષ્ણ!
- બંસીલાલ જી. શાહ


