શ્રી પુનિત મહારાજ .
- કળિયુગમાં સતયુગની ઝાંખી કરાવનાર પુણ્યશ્લોક સંત
(પુણ્યતિથિ :અષાઢ વદ એકાદશી)
- સેવા તો જન સેવા કરવી લેવુ રામનું નામ
જૂનાગઢની ધરી ઉપર ધંધુકાના વાલમ બ્રાહ્મણ કુળમાં ૧૯-૫-૧૯૦૮ના રોજ જેમનો પ્રાદુર્ભાવ થયો. એવા શ્રી બાલકૃષ્ણભાઈ શંકરભટ્ટ ઉર્ફે 'શ્રી પુનિત' મહારાજનું બાળપણ વિધવા માતાની છત્રછાયોમાં ખૂબ ગરીબ પરિસ્થિતમાં થયેલું. યોગાનુયોગભર યુવાનીમાં નોકરી અર્થ અમદાવાદ આવ્યા. રેલ્વેસ્ટેશને પોર્ટર બન્યા બાદ દાદા માવલંકરના પ્રેસમાં દેશની આઝાદી માટે દળદાર લેખો લખ્યા. ત્યારબાદ ટી.બી. થયો. જે રામ નામના મંત્ર જાપથી મટી ગયો. સજાગ બની નવુ મળેવુ જીવન શ્રી રણછોડજીના ચરણે ધરી દીધું. સેવા અને સ્મરણ બે જગમાં કરવાના છે. કામ સેવા તો જન સેવા કરવી લેવુ રામનું નામ આ સંકલ્પ સાથે ભજન મંડળ સ્થપાયુ. પ્રેમ દરવાજા શ્રી સરયતીર્થમાં સત્સંગ સાથે દરિદનારાયણોની સેવામાં અન્ને સહાય, ભાખરીદાન, ફી, ચોપડીઓ, નેત્રયજ્ઞા, દંતયજ્ઞાો, પ્રભાતફેરી, ડાકોર અને ચંપારણ્યની પદયાત્રા, માતા ગાયત્રીના ૭૨ લાખ મંત્રોનું પુરશ્ચરણ, રામનામ બેંકમાં ૧૪ અબજ મંત્રોના લેખન, નરસિંહ, મીરા, તુલસી, તુકારામ, ચૈતન્ય મહાપ્રભુના ચરિત્રો લખ્યા, સંગીતમય સત્યનારાયણ કથા, અધિક માસની કથા, પુનિત રામાયણ અને ૫૦૦૦ થી વધુ સુંદર ભજનો રચ્યા. અમદાવાદથી આફ્રિકા સુધી ભક્તિ યાત્રા થઈ. નર્મદા તટે મોટી કોરેલ ખાતે ત્રણ વર્ષ તપ કર્યું. અન્નક્ષેત્ર ચલાવ્યું. છેલ્લે સુરત મુંબઈ થઈને વડોદરા પધાર્યા ત્યાં અષાઢ વદ એકાદશીએ માત્ર ૫૪ વર્ષની વયે નિર્વાણ પામ્યા. ચંદનની વર્ષા થઈ. જેમના ભજનો આજે ૬૩ વર્ષ પછી પણ ગવાય છે. લાખ્ખોમાં કોક એવા લાખ્ખોને ગમે છે. લાખ્ખોને ગમે છે એને લાખ્ખો નમે છે. પૂ.શ્રીની દિવ્ય ચેતનાને શતશત કોટિ વંદન.
- મુકેશભાઈ ભટ્ટ