શ્રી હિંડોળા મહોત્સવ
- શ્યામ ઝૂલે મધુવનની માંય
ધિકાજીઆ બંનેના યુગલ સ્વરૂપે સારી સૃષ્ટિને પ્રેમ લક્ષણા ભક્તિના અતૂટ બંધનમાં બાંધી લીધા છે. પાંચ હજાર વર્ષ પહેલા સંતો, વિપ્રો, ગૌમાતા તથા સત્યપુરૂષોના હિતાર્થ પ્રગટ થી અગીયાર વર્ષ સુધી વ્રજમાં અદભૂત લીલા પ્રગટ કરી. દૈવી જીવોને સાનિધ્ય અને સામિપ્ય આપ્યું. તે દરમ્યાન પ્રભુની પ્રગટ થયેલી અનેકવિધ લીલાઓમાં, વસ્ત્રહરણલીલા, વેણુવાહન-લીલા, નાગદમનલીલા, ગિરીરાજધરણલીલાની જેમજ રાસલીલા, દાણલીલા થઈ તેવો જ હિંડોળો મહોત્સવ પણ થયો. અષાઢ-શ્રાવણના મેઘ માહોલમાં જ્યારે ઝરમર ઝરમર વર્ષાધાર થતી હોય. મોર-કોયલ ટહૂકતા હોય, હરિયાળી ધરતીમાંથી દિવ્ય સુવાસ લ્હેરાતી હોય, પુષ્પો મઘમઘતા હોય, ભ્રમર ગુંજતા હોય તેવા માહોલમાં ગોપ-ગોપીઓ દ્વારા શ્રી યમુનાકાંઠે કદંબડાળે રંગબેરંગી ફૂલનો હિંડોળો સજાવવામાં આવતો તેમાં શ્રી રાધા-માધવને ફૂલોના શણગાર સજાવી સહુ ઝૂલાવતાં હોય અને પ્રેમથી ગાતા હોય.
શ્યામ ઝૂલે મધુવનની માંય
યમુના કાંઠે ફૂલ હિંડોળો, બાંધ્યો એક કદંબને ડાળ ઝરમર ઝરમર મેહુલો વરસે, વીલડીનો છે ચમકાર રેશમ દોરી હાથમાં ઝાલી, ઝૂલાવે છે વ્રજની નાર હસતાં વદને વ્હાલમ ઝૂલે, પુનિતના હૈયાનો હાર વૈષ્ણવ હવેલી મંદિરોમાં અષાઢવદ-૨થી શ્રાવણ વદ-૨ સુધી આ મહોત્સવ વિવિધ પ્રકારે ઉજવાય છે.
- મુકેશ ભટ્ટ