Get The App

શ્રદ્ધાવાન લભતે જ્ઞાાનમ્ .

Updated: Aug 24th, 2022

GS TEAM


Google News
Google News
શ્રદ્ધાવાન લભતે જ્ઞાાનમ્                      . 1 - image


- ગીતાસાર વ્યક્તિને સકામથી નિષ્કામ ભાવમાં લીન થઈને કર્મ કરવાની પ્રેરણા આપે છે. સઘળા પ્રકારના બંધનોથી મુક્તિ અપાવે છે

મ હાભારતનાં રણસંગ્રામ પછી અશ્વમેઘ યજ્ઞાનો વૃતાંત મળે છે. આ યુદ્ધની સમાપ્તિ પછી એક દિવસ અર્જુને શ્રીકૃષ્ણની સમક્ષ નિવેદન કરતાં કહ્યું... 'હે યોગેશ્વર ! યુદ્ધની શરૂઆત પહેલાં આપે મને ગીતાનો જે ઉપદેશ આપ્યો હતો. તે મારી સ્મૃતિમાંથી વિસ્મૃત થઈ ગયું છે. ફરી તે મને એક વખત સમજાવો.' પરમ પુરુષ શ્રીકૃષ્ણએ અર્જુનને સમજાવતાં કહ્યું, 'હે અર્જુન, હવે મારી વાણીમાંથી તેમનાં સમાન દિવ્યસ્વરોનું ઉચ્ચારણ થવું સંભવ નથી. આમ તો યોગેશ્વર કૃષ્ણ સોળે કળાઓથી સંપૂર્ણ પરિપૂર્ણ હતા. તેમનાં  માટે કંઈપણ અસંભવ હતું નહિ. તેમનું આ કંથન ગીતાનાં આધ્યાત્મિક મહત્વને ઉજાગર કરે છે. વસ્તુત : ગીતા, જ્ઞાાનયોગ, કર્મયોગ અને ભક્તિયોગનાં ત્રણેય આધ્યાત્મિક ધારાઓનાં સંગમથી ઉદ્ધટિત જીવન દર્શનની વ્યાખ્યા પ્રસ્તુત કરતાં નથી પરંતુ સંશય અને વિષાદમાં ફસાયેલ વ્યક્તિઓને કર્તવ્યબોદ્ધ કરાવીને સ્થિતપ્રજ્ઞા બનવામાં સહાયક બને છે. ગીતાસાર વ્યક્તિને સકામથી નિષ્કામ ભાવમાં લીન થઈને કર્મ કરવાની પ્રેરણા આપે છે. સઘળા પ્રકારના બંધનોથી મુક્તિ અપાવે છે.

લોકમાન્ય ટિળકનાં 'ગીતા રહસ્ય'માં લખ્યું છે કે ગીતાનું વારંવાર પારાયણ કરવાથી આત્મજ્ઞાાનનો માર્ગ મળવા લાગે છે. ખાસ તો આત્મજ્ઞાાની મનુષ્યની બુદ્ધિમતા હંમેશા સંશયાત્મક સ્થિતિથી પૃથક રહે છે. આત્મજ્ઞાાન તેમ શ્રદ્ધા એક બીજાના પૂરક પણ છે. ગીતામાં કહેવામાં આવ્યું છે કે....'શ્રદ્ધાવાન લભતે જ્ઞાાનમ્...!' અર્થાત જેમના અંત:કરણમાં શ્રદ્ધા ભરી પડી છે. તેમને આત્મજ્ઞાાન સહજતાથી સંભવીત છે. આત્મજ્ઞાાની મનુષ્ય બીજાં અન્યોની અપેક્ષાએ વધુ આનંદિત રહે છે. ગત સમયમાં ઈંગ્લેન્ડ તેમજ અમેરિકામાં શ્રદ્ધા અને આસ્થાને માટે કરવામાં આવેલ સર્વેક્ષણ દરમ્યાન એવો નિષ્કર્ષ સામે આવ્યો કે ઈશ્વર પ્રત્યે શ્રદ્ધા, વિશ્વાસ રાખવાવાળા લોકો પ્રસન્નતાનાં પ્રમાણે બીન આધ્યાત્મિક લોકોથી વધુ હતાં. ખાસ કરીને પરમાત્મામાં આસ્થા રાખનારા લોકો ભલે કાયમ પૂજાપાઠ ન કરતાં હોય, પોતાના દૈનિક જીવનશૈલીમાં આવનારી આપદાઓ, આપત્તિઓની સામે કુશળતાપૂર્વક તેમનો સામનો કરવાની ક્ષમતા કેળવી લે છે. સ્વામી વિવેકાનંદ કહે છે...'શ્રદ્ધા અને આસ્થાઓ સંબંધ બાહ્ય આડંબરો અને ધર્મને માટે ક્યારેય નથી. ખાસ કરીને બાહ્ય આડંબર અને ધર્મને વાસ્તે દેખાડો કરવાની પરમપુરુષને તેને કોઈ વાસ્તવિકતાએ મનનાં અધિષ્ઠાનમાં જ પરમાત્માનું રહસ્ય સમાયું છે પરંતુ ફરી પણ મન તેનાં વિરાટને પોતાની સુવિધા અને સ્વાર્થ અનુસાર પ્રતિકોમાં શોધે છે. વાસ્તવિકતા છે કે લોકો પહેલા પથ્થરનાં બદલે સ્વયંમાં શોધ કરે ! વાસ્તવમાં આપણે હંમેશા પરમાત્મામાં જ રહીએ છીએ.. પરંતુ આપણાં ચૈતન્યની લગામ ચંચળ મનને સોંપવાના કારણે લઈ પરમાત્માનાં પ્રકાશથી વંચિત રહીએ છીએ. સતત અભ્યાસ દ્વારા આપણે આપણા મનથી મુક્ત થઈ જઈશું... ચૈતન્ય સ્વરૂપ પરમેશ્વરનો પ્રકાશ આપણા જીવનને પ્રકાશિત કરી દે છે..'

- લાલજીભાઈ જી. મણવર

Tags :