- ઓમ ત્ર્યમ્બકં યજામહે સુગંન્ધિં પુષ્ટિવર્ધનમ્ ।
ઊર્વારુકમિવ બન્ધનાત્ મૃત્યોર્મુક્ષીય મામૃતાત્ ।।
શિવ એટલે કલ્યાણ શ્રાવણ માસ પવિત્ર માસ તેમજ ભગવાન શિવજીની આરાદ્યના ઊપાસનાનો માસ ગણાય છે. રૂદ્ર સંહિતામાં શિવના પાંચ અવતારોનું વર્ણન છે. સદ્યોભ્રત-વામદેવ-તત્પુરૂષ-અઘોર તથા ઈશાન - વળી તેમની અષ્ટમૂર્તિઓ પણ છે. જે સર્વ-ભવ-રૂદ્ર-ઊગ્ર-ભીમ-પશુપતી-ઈશાન અને સદાશિવ.
ભગવાન શિવની પૂજા-અર્ચના-ત્રણ પ્રકારે થાય છે શિવજીના આદિરૂપનું ચિંતન તે માનસીક સેવા-જપ વિગેરે તે વામિક સેવા અને કર્મરૂપ પૂજા-આરાધના તે કાયિક સેવા કાયીક-વાચિક અને માનસીક આ ત્રણ પ્રકારને શિવધર્મ કહેવાય છે. જેથી આ પવિત્ર શ્રાવણમાસમાં શિવ આરાધના શ્રેષ્ઠ કહી છે. આ માસમાં ભક્તો વિવિધ પ્રકારે પૂજા કરે છે. શિવ મંદિરમાં શિવલિંગ ઉપર જલધારા અથવા પંચામૃત દ્વારા રૂદ્રાભિષેક થાય છે. જેમાં શિવમહિમ્ન સ્તોત્ર અથવા અષ્ટાધ્યાયી રૂદ્રીનો પાંચમો અધ્યાય આમાંથી કોઈપણ સ્તોત્ર ૧૧ વખત બોલવાથી એક રૂદ્રાભિષેક થયો ગણાય. પાર્થેશ્વર પૂજાનું મહત્ત્વ પણ ઘણું છે. નિત્ય નવીન મૃતીકા (માટી) લાવી લિંગ બનાવી તેની પૂજા પણ થાય છે. ઘેર અનુષ્ઠાન કરી સવાલક્ષ મંત્રના જપ કરી પૂર્ણાહુતી સમયે દશાંશ હોમ કરવાથી પણ લાભ થાય છે.
શિવ માનસપૂજામાં જણાવેલ મુજબ પંચાક્ષર મંત્ર પણ કલ્યાણકારી છે. ''ઓમ નમ: શિવાય'' પ્રાચીન કથા મુજબ એકવાર દેવી ગીરજાના લલાટ પર પરસેવાનું બિંદુ પૃથ્વી પર પડયું. તેમાંથી મોટું વૃક્ષ થયું. બિંદુમાંથી જે વૃક્ષ થયું તે બિલી પત્રનું વૃક્ષ બીલ્વપત્ર ચઢાવવાથી શિવ પ્રસન્ન થાય છે. પાપનો નાશ થાય છે અને શિવ મોક્ષદાતા હોવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. શ્રાવણ માસના આરાધ્ય દેવ શિવજીને કોટી કોટી પ્રણામ.
- પુરાણી મહેન્દ્ર મહારાજ


