Get The App

શિવ મહિમ્ન સ્તોત્ર ગુજરાતી શબ્દાર્થ સાથે

Updated: Aug 13th, 2025

GS TEAM

Google News
Google News
શિવ મહિમ્ન સ્તોત્ર ગુજરાતી શબ્દાર્થ સાથે 1 - image

- જે મનુષ્ય દિવસમાં એકવાર, બે વાર કે ત્રણ વાર આ સ્તોત્રનો પાઠ કરે છે, તે બધાં ય પાપોથી છુટીને શિવલોક વિષે પૂજાને પાત્ર થાય છે

કુસુમદશનનામા સર્વગંધર્વરાજઃ શિશુશશિધરા મૌલેદેવેદસ્ય દાસ ।

સ ખલુ ર્નિજમહિમ્નો ભ્રષ્ટ એવાસ્ય રોષા ત્સ્તવનામિદકાર્ષી દિવ્ય દિવ્યં મહિમ્નઃ  ।। ૩૭  ।।

કોઈ રાજાના બગીચામાંથી પુષ્પદંત વિમાનમાંથી અદૃશ્યરહી પુષ્પ ચોરતા હતા, તેથી રાજાએ બિલ્વપત્ર કે તુલસીદલ તેમના માર્ગમાં વેર્યા. એમ કરવાનો ઉદ્દેશ એ હતો કે શિવ કે, વિષ્ણુનો ભક્ત નિર્માલ્ય ઓળંગી જઈ શકશે નહિ. ગંધર્વરાજ પુષ્પદંતે એ નિર્માલ્ય ઓળંગવાથી મહાદેવ કોપાયમાન થયા અને પુષ્પદંતની અદૃશ્ય રહેવાની શક્તિ નાશ પામી. આથી શિવજીને પ્રસન્ન કરવાને સર્વ ગંધર્વો રાજા અને બાલેન્દુને કપાળ વિષે ધરાવનાર શંકરના દાસ કુસુમદર્શને પુષ્પદંતે આ અતિ દિવ્ય સ્તોત્ર રચ્યું છે.

સુરવરમુનિપૂજ્યં સ્વર્ગમોક્ષેક હેતુ પઠતિ યદિ મનુષ્યઃ પ્રાંજર્લિર્નાંન્યચેતાઃ

વ્રજતિ શિવસમીપં કિન્નરેઃ સ્તુયમાનઃ સ્તવનમિદમતીઘં પુષ્પદંત પ્રણીતમ઼્ ।। ૩૮ ।।

આ શ્લોકમાં આ સ્તોત્રનો મહિમા વર્ણવ્યો છે. ઈન્દ્ર અને મુનિઓથી પૂજાયેલું સ્વર્ગ મોક્ષપ્રાપ્તિના એક જ સાધન સમું, હંમેશ ફલદાયક અને શ્રીપુષ્પદંતે રચેલું આ સ્તોત્ર જે કોઈ મનુષ્ય બે હાથ જોડી નમ્રભાવે તથા એકાત્મ થઈને ભક્તિથી સ્તવે છે, તે કિન્નરોથી સ્તુતિ પામતો શિવની પાસે જાય છે.

આસમાપ્તિમિદં સ્તોત્ર પુણ્યં ગંધર્વભાષિતમ ।

અનૌપમ્યં મનોહારિ શિવમીશ્વરર્ણન ।। ૩૯  ।।

આ સમાપ્તિ સુધીનું સ્તોત્ર ઉપમા આપી શકાય નહિ તેવું છે. તે (સુગંધિત વાયુની જેમ મનને પ્રફુલ્લિત કરે છે તેમ આત્માને પ્રફુલ્લિત કરે છે.) મનોહર, મંગલમય ઈશ્વરના વર્ણનરૂપ હોઈ, તે પુષ્પદંત નામે યક્ષે રચ્યું છે.

ઈત્યેષા વાં।મયી પૂજા શ્રીમચ્છંકરપાદયોઃ ।

અર્પિતા તેન દેવેશઃ પ્રીયતાં મે સદાશિવઃ  ।। ૪૦ ।।

હે દેવના દેવ ! મારી વાણી રૂપી આ પૂજા તમારાં ચરણકમળમાં અર્પણ કરી છે, તો આપ સર્વદા પ્રસન્ન થજો.

તવ તત્વં ન જાનામિ કોદ્દ્શોડસિ મહેશ્વરઃ ઼

યાદશો।શિ મહાદેવ ! તાદશાય નમોનમઃ૪૧ ઼઼હે મહેશ્વર ! હે મહાદેવ ! હું તો અજ્ઞાાની છું. આપનું તત્વ કયું અને આપ કેવા હોઈ શકો તેની મને ખબર નથી. પણ જેવી રીતે પોતાની કર્તવ્ય પરાયણતાને ન સમજનાર માનવ સ્નેહવશ થઈને વડિલને નમે છે, તેવા ભાવથી હું આપને પુનઃ પુનઃ નમું છું.

એકકાલં દ્વિકાલં વા ત્રિકાલં ય પઠેન્નરઃ ।

સર્વપાપવિનિર્મુક્ત શિવલોકે મહીયતે ઼઼ ૪૨ ઼઼

જે મનુષ્ય દિવસમાં એકવાર, બેવાર, કે ત્રણવાર આ સ્તોત્રનો પાઠ કરે છે, તે બધાં ય પાપોથી છુટીને શિવલોક વિષે પૂજાને પાત્ર થાય છે.

શ્રી પુષ્પદંત મુખ પંકજનિર્ગતેન સ્તોત્રેણ કિલ્વિષહરેણ હરપ્રિયેણ ઼

કંઠસ્થિતેન પઠિતેન સ્માનહિતેનપ્પ્રીણિતા ભવતિ ભૂતગતિર્મહેશ . ૪૩.

જે કોઈ શ્રી પુષ્પદંતના મુખકમળમાંથી નીકળેલું સર્વપાપોને નાશ કરનારું, શિવજીને અતિપ્રિય એવું આ સ્તોત્ર મોઢે કરે છે અને તેનો ધ્યાનપૂર્વક પાઠ કરે છે તેના પર અખિલ બ્રહ્માંડના પાલકપિતા શ્રી મહેશ પ્રસન્ન થાય છે.

।। ઈતિ શ્રી શિવ મહિમ્ન્ સ્તોત્ર સમાપ્ત ।।