Get The App

શિવ મહિમ્ન સ્તોત્ર ગુજરાતી શબ્દાર્થ સાથે

Updated: Aug 6th, 2025

GS TEAM

Google News
Google News
શિવ મહિમ્ન સ્તોત્ર ગુજરાતી શબ્દાર્થ સાથે 1 - image

- હે ઈશ્વર! દેવો, દાનવો અને મુનિઓથી પૂજિત, ચન્દ્ર કપાળમાં ધરનાર જેના ગુણોનો મહિમા અહીં વર્ણવ્યો તે તથા સત્વ, રજસ અને તમસ, એવા ત્રિગુણોથી રહિત તમારું આ સ્તોત્ર આચાર્ય શ્રેષ્ઠ પુષ્પદંત નામે એક યક્ષે રચ્યું છે.

- હે અશરણશરણ! ત્રણ વેદો, ત્રણ અવસ્થાઓ, ત્રિલોક અને અકારાદિ ત્રણ અક્ષરોના ને ભલા ઓમકાર પદ એ બધા તમારું જ વર્ણન કરે છે. વળી, યોગની ચોથી અવસ્થા વખતે ઉપજતો સૂક્ષ્મતર ધ્વનિ તમને સ્થૂળ અને સૂક્ષ્મ પ્રપંચો તેમજ માયાદિ સર્વ ઉપાધિઓથી રહિત અખંડ ચૈતન્ય સ્વરૂપાત્મા ઓમકાર રૂપ સિદ્ધ કરે છે.

સ્મશોન્વા ક્રીડા સ્મરહર પિશાચાઃ સહચરા શ્ચિતાભસ્માલેપઃ સ્ત્રગપિ નૂકરોટીપરિકરઃ ।

અમંગલ્ય શિલં તવ ભવતુ ન મૈવમખિલં તથા।પિ સ્મર્તૃંર્ણાં વરદ! પરમં મંગલમસિ 

।। ૨૪ ।।

હે કામ વિનાશન, સ્મશાન ભૂમિમાં ચારે દિશાઓમાં ક્રીડા કરવી, ભૂત-પ્રેતોની સાથે નાચવું, કૂદવું અને ફરવું, ચિતાની રાખોડી શરીરે ચોળવી અને મનુષ્યની ખોપરીઓની માળા પહેરવી, આવા પ્રકારનું તમારું ચરિત્ર કેવળ મંગલશૂન્ય છે. છતાં તમારું વારંવાર જે સ્મરણ કરે છે, તેને તમારું નામ મંગળમય હોઈ તેને માટે તમારી ભક્તિ

મંગળકારી છે.

મનઃ પ્રત્યક્ ચિત્તે સવિધમવધાયઃ ત્તમરુતઃ પ્રહૃષ્યેદ્રોણમાણઃ પ્રમદસલિલોત્સં ગિતદશઃ ઼।

યદાલોક્યાહલાદં હૃદઈવ નિમજ્જયામૃતમયે દધત્વં તરતત્વં કિમપિ યમિનસ્તત્કિલ ભવાન઼઼્

।। ૨૫ ।।

હે દાતા ! સત્ય- બ્રહ્માને શોધવા માટે અંતમૂઢ થયેલા જે યોગીઓ છે, તેઓ મનને, હૃદયને રોકીને, યોગ-શાસ્ત્રમાં બતાવેલા, યમ, નિયમ, આસન વડે પ્રાણાયામ કરે છે અને બ્રહ્માનંદનો અનુભવ મેળવે છે. એ અનુભવથી તેમના રોમાંચ ઊભા થઈ આનંદથી આંખોમાં હર્ષનાં આંસુ આવી જાય છે. આવા દુર્લભ સ્થળને પ્રાપ્ત થયેલા યોગીઓ, વળી ઈન્દ્રિયોને અગમ્ય, માત્ર અનુભવીએ જાણી શકનારા અવર્ણનીય એવાં તારા તત્વને, અનુભવીને જાણે અમૃતથી ભરેલા સરોવરમાં સ્નાન કરતાં હોય એવો આનંદ મેળવે છે.

ત્વમર્કત્સ્વ સોમત્સ્વમપિ પવનસ્ત્વં હુતવહ સ્ત્વમાપસ્ત્વ વ્યોમ ત્વમુ ધરણિરાત્મા ત્વમિતિચ।

પરિચિછન્નામેવં ત્વયિ પરિજતા બિભ્રતુ ગિરં ન વિદ્મસ્તત્તત્વં વયમહિ તુ યત્વં ન ભવસિ

।। ૨૬ ।।

હે વિશ્વંભર ! તું સૂર્ય છે, તું ચંદ્ર છે, તું પવન છે, તું અગ્નિ છે, તું જ જલ તથા આકાશ રૂપે છે. તું પૃથ્વી છે અને આત્મા પણ તું જ છે. એમ જુદાં જુદાં સ્વરૂપમાં અનુભવી પુરુષો તને ઓળખે છે. પરંતુ હે પ્રભો ! તે બધાંનાં રહસ્યો રૂપે તું આખા બ્રહ્માંડમાં સર્વવ્યાપી સર્વનો કર્તા, ભોક્તા અને નાશકર્તા બની રહેલો છે.

ત્રયી તિસ્ત્રો વૃત્તિસ્ત્રીભુવમથો ત્રીનપિ સુરા નકરાર્વધણૈ સ્ત્રીભિરભિદધત્તીર્ણ વિકૃત્તિ ।

તુરીયં તે ધામ ધ્વનિભિરવરુંધાનમયૂભિઃ સમસ્ત વ્યક્તં ત્વાં શરણદ ! ગૃણાત્યોમિતિ પદમ

।। ૨૭ ।।

હે અશરણશરણ ! ત્રણ વેદો, ત્રણ અવસ્થાઓ, ત્રિલોક અને અકારાદિ ત્રણ અક્ષરોના ને ભલા ઁકાર પદ એ બધા તમારું જ વર્ણન કરે છે અને તમને અકારથી સ્થૂળ પ્રપંચરૂપી ઉપકારથી સૂક્ષ્મ પ્રપંચરૂપી અને મકારથી સ્થૂલસૂક્ષ્મ પ્રપંચયુક્ત માયારૂપ જણાવે છે. વળી, યોગની ચોથી અવસ્થા વખતે ઉપજતો સૂક્ષ્મતર ધ્વનિ તમને સ્થૂળ અને સૂક્ષ્મ પ્રપંચો તેમજ માયાદિ સર્વ ઉપાધિઓથી રહિત અખંડ ચૈતન્ય સ્વરૂપાત્મા ઓમકાર રૂપ સિદ્ધ કરે છે.

ભવઃ શર્વો રુદ્રઃ પશુપતિરથોગ્રઃ સહ મહાં સ્તથાં ભીમેશાનાવિતિ યદભિનાષ્ટકમિદમ  ।

અમુષ્મિનપ્રત્યેકં પ્રવિચરતિ દેવો શ્રુતિરપિ પ્રિયા યાસ્મૈ ધામ્ને પ્રણિહિતનમ સ્યોસ્મિ ભવતે

।। ૨૮ ।।

હે દેવ ! તું જગતકર્તા ભક્તો માટે જન્મ લેનાર, સર્વ પશુઓના પાલક રૂપે પશુપતિ, પાપીઓના પાપ વિનાશન રૂપ રુદ્ર, અધર્મીઓને દંડ દેનારો ઉગ્ર, સર્વના સ્વત્વરૂપે સહમહાન વિષપાન, રાવણને દંડ, ત્રિપુરનાશ અને કામદહન જેવાં ભયંકર કર્મોથી ભીમ અને જગતને યથેચ્છ અને યથાર્થ નિયમમાં રાખનાર 'ઈશાન' છે. આવી રીતે જેમ શ્રુતિ 'પ્રણવ' નો બોધ કરાવે છે. તેમ આ તમારા આઠ નામોનો પણ શ્રુતિ બોધ કરાવે છે. હે દેવ ! પોતાના પ્રકાશકના ચૈતન્યપણાને લીધે સર્વદા અદ્રશ્ય, સર્વને આધારરૂપ કેવળ ચિત્ત વડે જાણી શકાય એવા આપને બીજી કોઈ યથાર્થ રીતે નહિ જાણતો હોવાથી, હું માત્ર વાણી, મન અને શરીર વડે આપને જ નમસ્કાર કરું છું.

નમો નેદિષ્ઠય પ્રિયદવ દવિષ્ઠાય ચ નમો નમઃ ક્ષોદિષ્ઠાય સ્મરહર ! મહિષ્ઠાય ચ નમો ।

નમોવષિષ્ઠાય ત્રિનયન યવિત્ઠાય ચ નમોઃ નમઃ સર્વસ્મૈ તે તદિદમિતી સર્વાય ચ નમઃ 

।। ૨૯ ।।

નિર્જન વન વિહારની સ્પૃહા રાખનાર ભક્તોની ખૂબ સમીપ તેમજ અધર્મીઓથી દૂર વસેલા ! હું તમને વંદન કરું છું. હે કામનો નાશ કરનાર અણુથી પણ અણુ તેમજ સર્વથી મહાન તમને હું નમું છું. હે ત્રિનેત્રોને ધારણ કરનાર ! વૃદ્ધ અને યુવાન રૂપે પ્રકટતા તમને મારા નમસ્કાર હો. એક બીજાની અતિ વિરુદ્ધ સ્થિતિમાં રહેનાર હે સર્વરૂપ ભગવન્ તમને હું નમું છું અને તેથી આ તમારુ દૃશ્યરૂપ છે ને પેલું અદૃશ્ય રૂપ છે, એવો ભેદ ન પાડી શકવાથી અભેદરૂપ એક સ્વારૂપાત્મક એવા તમને હું વંદું છું. કારણ કે આખું જગત તમારામય છે.

બહલરજસે વિશ્વોત્પતૌ ભવાય નમોનમઃ પ્રબલતમસે તત્સંહારે હરાય નમોનમઃ ।

જનસુખકૃતે સત્વોદ્વિકતૌ મુંડાય નમોનમઃ પ્રમહસિ પદે નિસ્ત્રૈગુણ્યે શિવાય નમોનમઃ

।। ૩૦ ।।

હે દીનાનાથ ! બ્રહ્માંડને રચવા માટે તમસ તથા સત્વથી વધારે રજસવૃત્તિને રાખનાર ભવ ! તમને હું નમું છું. આ વિશ્વનો વિનાશ કરવાને સત્વ તથા રજસથી અધિક તમસવૃત્તિને ધારણ કરનાર હું તમને નમું છું. જનોના સુખ માટે તેઓનું પાલન કરવાને રજસ તથા તમસથી અધિક સાત્વિક વૃત્તિને ધરનાર મુંડ તમને નમું છું. આપ ત્રિગુણાત્મક છો અને જ્યોતિરૂપ છો તેથી સત્વ, રજસ અને તમસ - એ ત્રણે ગુણોથી રહિત પ્રકાશમય એવા તારા પદને પામવા માટે એક સ્વરૂપાત્મક શિવ ! એવા તમને હું વારંવાર વંદન કરું છું.

કૃતપરિણતિચેતઃ કલેશવશ્ય કવ ચેદં કવ ચ તવ ગુણસીમાલ્લંઘિની શશ્વદદ્ધિઃ ।

ઈતિ ચકિતમમંદીકૃત્ય માં ભક્તિરોધા દ્વરદ ચરણયોસ્તે વાક્યપુષ્પોપહારમ

।। ૩૧ ।।

હે કલ્પતરુની જેમ કામનાઓને પૂર્ણ કરનાર ! અમારા અલ્પવિષયક, અજ્ઞાન રાગદ્વેષાદિ દોષોથી મલિન ચિત્ત ક્યાં આ અને આપનું ત્રિગુણ રહિત યથાર્થ ગુણગાન પણ ન થઈ શકે એવું શાશ્વત ઐશ્વર્ય ક્યાં ? આ બેની અત્યંત અયોગ્ય તુલના કરતાં હું આશ્ચર્ય પામું છું. મને તમે દયા કરીને તમારી ભક્તિ કરવા પ્રેર્યો છે અને તેથી તમારાં ચરણકમળોમાં અમારી વાક્યો રૂપી પુષ્પોની ભેટ આપવાને હું શક્તિમાન થયો છું.

અસિતગિરિ સમસ્યાત્કજ્જલં સિંધુપાત્રે સુરતરુવરશાખા લેખનીં પત્રમુર્વી ।

લિખતિ યદિ ગૃહીત્વા શારદા સર્વકાલં તદપિ તવ ગુણાનામીશ ! પારં ન યાતિ

।। ૩૨ ।।

હે સ્થાવર અને જંગમને નિયમમાં રાખનારા ! સમુદ્રરૂપી પાત્રમાં કાળા પમાક્સમી શાહીથી, કલ્પવૃક્ષની ડાળીને કલમ રૂપે લઈને તથા આખી પૃથ્વીને પત્ર બનાવી, આવા, સર્વોત્તમ સાધન વડે, અનંતવિદ્યાનો પાર પામેલી સરસ્વતી પોતે જો તમારા ગુણોનું વર્ણન જરા પણ થોભ્યા વગર હરહંમેશ લખ્યા કરે, તો પણ તે તેનો અંત પામે તેમ નથી.

અસુરસુરમુનીન્દ્રે રચિતસ્યેન્દુમૌલે ગ્રંથિતગુણમહિમ્નો નિર્ગુણસ્યેશ્વરસ્ય ।

સકલગુણવરિષ્ઠઃ પુષ્પદંતાભિધાનો રુચિરમલઘુવૃત્તે સ્તોત્રમેતરચ્ચરકા

।। ૩૩ ।। 

હે ઈશ્વર ! દેવો, દાનવો અને મોટા મોટા મુનિઓથી પૂજિત, ચન્દ્ર કપાળમાં ધરનાર જેના ગુણોનો મહિમા અહીં વર્ણવ્યો તે તથા સત્વ, રજસ અને તમસ, એવા ત્રિગુણોથી રહિત તમારું આ સ્તોત્ર બધા ગુણોથી યુક્ત એવા આચાર્ય શ્રેષ્ઠ પુષ્પદંત નામે એક યક્ષે રચ્યું છે.

અહરહરનવધં ધૂર્જટે ! સ્તોત્રમેત ત્વઠતિ પરમભકત્યા શુદ્ધચિતા પુમાન્યં ।

સ ભવતિ શિવલોકે રુદ્રતુલ્યસ્તથાડત્ર પ્રચુરતરધનાયુ પુત્રવાન કીર્તિમાંશ્ય

।। ૩૪ ।।

હે જટાધારી ! નિર્મળ મનવાળો જે કોઈ મનુષ્ય દરરોજ પરમ ભક્તિથી આ ઉત્તમ સ્તોત્રોનો પાઠ કરે છે, તે શિવ સ્તુતિના પુણ્ય મેળવે છે. અંતે શિવલોકમાં રુદ્રના પદને પામે છે. તથા આ મહીલોકમાં મોટો ધનાઢય, દીર્ઘ આયુષ્યવાળો, પુત્રવાળો અને કીર્તિને વરનારો થાય છે.

મહેશાન્નાપરો દેવો મહિમ્નો નાપરા સ્તુતિઃ ।

અઘોરાન્નાપરો મંત્રો નાસ્તિ તત્વં ગૂરોઃ પરમ

।। ૩૫ ।।

ખરેખર ! મહેશના જેવા બીજા કોઈ શ્રેષ્ઠ દેવ નથી. આ 'મહિમ્નસ્તોત્ર' જેવી બીજી કોઈ સ્તુતિ નથી, 'અઘોર' નામના મંત્રથી બીજો કોઈ મહાન મંત્ર નથી અને ગુરુ પરંપરા વિનાનું અન્ય કાંઈ શ્રેષ્ઠ નથી. આથી ગુરુ પરંપરા હે ઈશ્વર ! તને હું સ્તોત્ર દ્વારા નમસ્કાર કરું છું.

દીક્ષા દાનં તપસ્તીર્થં જ્ઞાનં યાગાદિકાઃ ક્રિયાઃ।

મહિમ્નસ્તવ પાઠસ્ય કલાંનાર્હન્તિ ષોડશીમ્

।। ૩૬  ।।

દીક્ષા, દાન, તપ, તીર્થ, જ્ઞાન અને યજ્ઞાદિ ક્રિયાઓ જે લોકો સકામપણે કરે તેના કરતાં પણ તમારા મહિમાના આ પાઠથી જે સોળમી કળા, તે વધી જાય છે. માટે તમારી આ સ્તોત્રથી ભક્તિ કરવી એ જ ઉત્તમ છે.        

(ક્રમશઃ)