Get The App

શિવ મહિમ્ન સ્તોત્ર ગુજરાતી શબ્દાર્થ સાથે

Updated: Jul 30th, 2025

GS TEAM

Google News
Google News
શિવ મહિમ્ન સ્તોત્ર ગુજરાતી શબ્દાર્થ સાથે 1 - image

- આપે જગતનાં રક્ષણ તથા દુષ્ટોના નાશને અર્થે, પૃથ્વી ઊંચી નીચી થવા લાગી હતી એવું તમે નૃત્ય કર્યું. તાંડવ નૃત્ય વખતે વિષ્ણુલોક, તારા, નક્ષત્રો આદિનો નાશ થવાની શંકા થવા લાગી અને ઉભય સ્વર્ગ દ્વાર વ્યથા પામ્યાં

- હે જગદાધાર! આપના શરીર પર ગંગાનો મહાન પ્રવાહ ઝીણી ફરફરની પેઠે વરસતો દેખાય છે. તેથી તમારા વિરાટ સ્વરૂપનું ભાન થાય છે.

- જેમ નગરની પાછળ ચોતરફ ખાઈ હોય છે તેમ ગંગાના એ પ્રવાહે પૃથ્વીની ચોતરફ સર્વ જગતને આવરણ કર્યું છે, એથી જાણી શકાય છે કે આપનું શરીર દિવ્ય પ્રભાયુક્ત છે.

અમુષ્ય ત્વસેવાસમધિગતસાર ભુજવનં બલાત્કેલાસે।પિ ત્વદધિવસંતૌ વિક્રમયત: ।

અલભ્યા પાતાલે।પ્યલસચલિતાંગુષ્ઠશિરસિ પ્રતિષ્ઠા ત્વય્યાસીદધ્રુવમુપચિતો મુહયતિ ખલ: ।। ૧૨ ।।

હે ભગવાન ! રાવણ આપની સમીપ કૈલાસમાં વસતો હતો, ત્યારે પણ તે પોતાની વીસ ભુજાઓનું પરાક્રમ દેખાડતો હતો. આપના બળને લીધે એ પાતાળમાં ટકી શક્યો નહિ. આપની સેવાભક્તિને લીધે રાવણને બળ પ્રાપ્ત થયું. રાવણના મસ્તક પર અનાયાસે અંગૂઠાનો ભાર રાવણથી સહન ના થવાથી પાતાળમાં રહેવાયું નહિ. વિશેષ કરીને પારકા ઐશ્વર્યને પામેલા જે દુષ્ટ જન મોત પામે, તેમને મહાપુરુષની કૃપા ફલદાતા થતી નથી.

યદ દ્વિં સુત્રામણો વરદ ! પરમોચ્ચેરપિ સતી મધશ્ચકે બાણ: પરિજનવિધેયસ્ત્રિભુવન: ।

ન તિચ્ચિત્રં તસ્મિન્વરિવસિતરિ ત્વચ્વરણયોનં કસ્યાં ઉન્નત્મૈ ભવતિ શિરસ્ત્વન્યવનતિ ।। ૧૩ ।।

હે વરદાતા પ્રભુ ! ઈન્દ્રથી પણ અતિ ઉત્કૃષ્ટ સમૃદ્ધિથી ભરેલા આ ત્રણે ભુવનોને દાસત્વપણે વરતાવનારો બાણાસુર પાતાળમાં લઈ ગયો હતો એમાં કોઈ આશ્ચર્ય નથી. કારણ કે તે આપણાં ચરણની પૂજા કરનારો હતો, જે જનો આપને વંદે છે, તેઓને ફળની પ્રાપ્તિ થાય છે એ પ્રત્યક્ષ છે.

અકાંડ બ્રહ્માંડ ક્ષયચકિતદેવાસુરકૃપા -વિધેયયસ્યાસીધસ્ત્રિમયન વિષં સંહૃસવત: ।

સ કલ્માષ: કંઠે તવ ન કુરુતે ન શ્રિયમહો વિકારો।પિશ્લાધ્યો ભુવનમયભગડ યસનિન:

।। ૧૪ ।।

હે ત્રિનયન ! આપે કૃષ્ણ પડુંર વર્ણના વિષનું પાન કર્યું છતાં એ વિષ આપના કંઠમાં જ સ્થિર રહ્યું હોવાથી તે આપને અતિશય શોભા આપે છે. કાળ સમયે આવેલા બ્રહ્માંડ નાશને દેખીને દેવો તથા અસુરો ભય પામવા લાગ્યા. તેમજ દેવ તથા અસુરોના કલેશના સારું આપે કૃપા કરીને વિષનું પાન કર્યું તો પ્રભુ ! સંસારીજનોનાં દુ:ખ દૂર કરવાનું આપને વ્યસન જ છે.

અસિદ્ધાર્થા નૈવ કચિદપિ સદેવાસુરનરે નિવર્તન્તે નિત્યં જગતિ જયિનો યસ્ય વિશિખા:।

સ પશ્યન્નીશ ! ત્વામિતરસુધારણમભૂત સ્મર: સ્મર્તવ્યાત્માન હિ વિશિષુ પથ્ય: પરિભવ:।। ૧૫ ।।

હે ઈશ ! કામદેવનું બાણ ભાલા રહિત છે. તેનું બાણ આ જગતમાં દેવ અસુર તથા નરલોકને જીતવાને નિષ્ફળ ન થતાં સર્વને વશ કરે છે. આપની સાથે પણ કામદેવ બીજા ઈન્દ્રાદિદેવોની પેઠે વર્તવા લાગ્યો છે, તેથી તેનું આપે દહન કર્યું અને સ્મરણ માત્રનું જ કામદેવનું શરીર બાકી રાખ્યું. એ કનિષ્ટ થયો એનું કારણ માત્ર જિતેન્દ્રિય પુરુષોને ભય પમાડવાનું છે. એ સુખનો હેતુ નથી, કારણકે ઈશ્વરનો અનાદર એ વિનાશકારક છે.

મહી પાદાતાદ વ્રજતિ સહસા સંશયપદં પદં વિષ્ણોર્ભ્રામ્યદ ભુજપરિઘરૂગ્ણગ્રહણમ્ ।

મુહુધૌ દૌસ્થ્યં યાત્યનિભૃતિજટાનાડિતતટા જગદ્ રક્ષાયૈત્વં નટસિ નનું વામય વિભુતા ।।૧૬।।

હે ભગવાન ! આપે જગતનાં રક્ષણ તથા દુષ્ટોના નાશને અર્થે, પૃથ્વી ઊંચી નીચી થવા લાગી હતી એવું તમે નૃત્ય કર્યું. તાંડવ નૃત્ય વખતે હાવભાવ માટે આપે ભુજાઓ હલાવી તેના આઘાતથી વિષ્ણુલોક, તારા, નક્ષત્રો આદિનો નાશ થવાની શંકા થવા લાગી અને ઉભય સ્વર્ગ દ્વાર વ્યથા પામ્યાં. તેમજ તમારા નૃત્યથી સ્વર્ગનું એક પાસુ તાડિત થયું. આપનું એ ઐશ્વર્ય દેખીતી રીતે વિપરીત છે, તો પણ તે જગતની રક્ષા માટે જ છે.

વિયદવ્યાપી તારાગણ ગુણિત તેનાન્દ્રરૂચિ: પ્રવાહો વારાં ય: પૃષતલઘુ।દ્રષ્ટ શિરસિ તે ઼।

જગદદ્વીપાકારં જલધિવલયં તેન કૃતમિ ત્વનેનંનોન્નેર્યું ધૃતમહિમ ! દિવ્યં તવ વપુઃ઼।।૧૭।।

હે જગદાધાર ! આપના શરીર પર ગંગાનો મહાન પ્રવાહ ઝીણી ફરફરની પેઠે વરસતો દેખાય છે. તેથી તમારા વિરાટ સ્વરૂપનું ભાન થાય છે. આ જળ પ્રવાહના આકાશવત્ વ્યાપક અને તારા તથા નક્ષત્રોના સમૂહમાં ફીણ સમાન છતાં તેનો ભાસ થાય છે. જેમ નગરની પાછળ ચોતરફ ખાઈ હોય છે તેમ જ ગંગાના એ પ્રવાહે પૃથ્વીની ચોતરફ સર્વ જગતને આવરણ કર્યું છે, એથી આપના વિરાટ શરીરને અનુમાનથી જાણી શકાય છે કે, આપનું શરીર દિવ્ય પ્રભાયુક્ત છે.

રથ ક્ષોણિ યંતા શતધતિરંગેંદ્રો ધનુરથો રથાંગે ચંદ્રાર્કૌરથચરણપાણિ: શિર ઈતિ ઼।

દિઘક્ષોસ્તે કો।યં ત્રિપુરતૃણમાંડબર વિધિ વિધેયૌ: ક્રોડન્ત્યો ન ખલુ પર તંત્રા: પ્રભુધિય: ઼઼ ।। ૧૮ ।।઼

હે દેવ ! જે સમયે ત્રિપુરને દહન કરવાની આપની ઈચ્છા થઈ તે સમયે પૃથ્વીરૂપી રથ, બ્રહ્મરૂપી સારથી, હિમાચલ પર્વતરૂપી ધનુષ, સૂર્ય તથા ચંદ્રરૂપી રથનાં પૈંડાં, જળરૂપી રથચરણ એટલે રથની પિંજણીઓ તથા વિષ્ણુરૂપી બાણ યોજીને તમે ત્રિપુરને હણ્યો. હે પ્રભુ ! બળ, વીર્યશક્તિ તથા બુદ્ધિ થકી યુક્ત પુરુષો નિશ્ચય કરીને પરાધીનપણે ક્રીડા ન કરતાં, તમારી જ શક્તિથી યશ આનંદ મેળવે છે.

હરિસ્તે સહસ્ત્રં કમલબલિમા ધાય પદયો ર્યદેકોનં તસ્મિન્નિજમુદહરન્નેત્રકમલમ્ ।

ગતો ભક્ત્યુદ્રેક: પારિણતિમસૌ ચક્રવપુષા ત્રયાણાં રક્ષાયૈ ત્રિપુરહર ! જાગર્તિ જગતામ્

।।  ૧૯ ।।

હે ત્રિપુરહર ! આપની ચરણની પૂજા વિષ્ણુ સહસ્ત્રકમળ વડે કરવા લાગ્યા ! તેમાં એક કમળ ઓછું હોય તો પોતાના નેત્ર કમળની તુલ્ય સંકલ્પ કરીને અથવા પોતાના શરીરના કોઈપણ બીજા અવયવ આપને અર્પણ કરતા હતા. આવી દ્રઢ ભક્તિને લીધે ચક્રરૂપ ધારણ કરીને ્સ્વર્ગ કરીને મૃત્યુ તથા પાતાળ - એ ત્રણે લોકનું રક્ષણ આપ જ કરો છો. એ રીતે સુદર્શનચક્રની શક્તિ વિષ્ણુને આપે જ આપેલી છે.

ક્રતૌ સુપ્તે જાગ્રત્વમસિ ફલયોગે ઋતુમત્તાં કવ કર્મ પ્રધ્વસ્તં ફલતિં પુરુષારાધનમૃતે  ।

અતસ્ત્વાં સંપ્રેક્ષ્ય ઋતુષુ ફલદાનપ્રતિભૂવં શ્રુતૌ શ્રદ્ધાંબદ્ધાંકૃતપરિકર: કર્મ સુજન: ।। ૨૦ ।।

હે ત્રિલોકના સ્વામી ! યજ્ઞાદિ ક્રિયાઓ પૂરી થઈ ગયા પછી, ઘણે વખતે અને જે દેશમાં યજ્ઞા કર્યો હોય તેનાથી બીજે જ સ્થળે તથા આ જન્મમાં કરેલા યજ્ઞાદિ ક્રિયાઓનું ફળ બીજા જન્મમાં પણ અર્પવાને તું હંમેશાં જાગ્રત રહે છે. ચેતનરૂપ ઈશ્વરની આરાધનાથી અને તેને પ્રસન્ના કર્યાથી યજ્ઞાનાં બધાં ફળો મળે છે. હે પ્રભો ! તું સર્વવ્યાપી છે. તારી ઈચ્છા વગર તૃણ પણ હાલી શકતું નથી. આથી યજ્ઞાદિ કાર્યોનાં ફળ આપવામાં તેમને આધારભૂત માનીને લોકો શ્રુતિ વગેરે શાસ્ત્રમાં શ્રદ્ધા રાખી કાર્યનો આરંભ કરે છે.

ક્રિયા દક્ષો દક્ષ: ક્રતુપતિરધીશસ્તનુભૃતાં ઋષીણામાર્તિવજય શરણદ ! સદસ્યા સુરગણા:।

ઋતુભ્રંષસ્ત્વત્ત: ઋતુફલવિધનવ્યસનિને ધ્રૂવં કર્ર્તુ: શ્રદ્ધા વિધુરમભિચારાય હિ મખા: ।। ૨૧ ।।

હે શરણે આવનારને શરણ આપનારા યજ્ઞાદિ સત્કર્મો કરવામાં કુશળ, દશનામે પ્રજાપતિ પોતે જ યજ્ઞા કરવા બેઠા હતા. ત્રિકાળદર્શી ભૃગુ વગેરે ઋષિઓ યજ્ઞા કરાવનાર હતા અને બ્રહ્માદિ દેવસભામાં પ્રેક્ષકો તરીકે બેઠા હતા. આટલા ઉત્તમ સામગ્રી અને સાધન હોવા છતાં પણ યજ્ઞાકર્તા દક્ષે ફળની ઈચ્છા કરી હોવાથી, તમે એ યજ્ઞાને ફળરહિત કરી દીધો હતો, એ યોગ્ય જ હતું. યજ્ઞાદિ ક્રિયાઓ નિષ્કામપણે ન કરતા તથા તમારા ઉપર શ્રદ્ધા રાખ્યા વિના યજ્ઞા કરીએ, તો એ યજ્ઞાકર્તા માટે વિનાશરૂપ ન નિવડે.

પ્રજાનાથં નાથ ! પ્રસભભિમકં સ્વાં દુહિતરં ગતં રોહિદભૂતાં રિરમયિષુમૃષ્યસ્ય વપુષા । 

ઘનુષ્પ્રાણેયતિં દિવમપિ સપત્રાકૃતમમું ત્રસતં તે।ધાપિ ત્યકાત ન મૃગવ્યાધાદાભસ: ।। ૨૨ ।।

પ્રજાનાથ ઈશ્વર ! પોતાના દુહિતા સરસ્વતીનું લાવણ્ય જોઈ, કામવશ થવાથી બ્રહ્મા તેની પાછળ દોડયા એટલે સરસ્વતીએ મૃગલીનું રૂપ લીધું. ત્યારે બ્રહ્માએ મૃગશીર્ષ નક્ષત્ર કહેવાય છે તે મૃગનું રૂપ લઈને તેની સાથે ક્રીડા કરવા હઠ લીધી, એવામાં આપે જોયું કે, આ અધર્મ થાય છે, માટે તેને ખચીત દંડ દેવો જોઈએ. તેથી આપે વ્યાઘ નામક આર્દ્રા નક્ષત્ર રૂપી શરને તેની પાછળ મૂક્યું હતું. આજ સુધી પણ તે બાણરૂપી નક્ષત્ર કામી પ્રજાપતિની પૂંઠ મૂકતું નથી.

સ્વલાવણ્યાજ્ઞાસાધ્ર તદ્યંનુષમહાય તૃણવત્ પુર: પ્લુષ્ઠં દષ્ટવા પુરમથન ! પુષ્પાયુધમપિ ઼।

યદિ સ્ત્રૈણ દેવી યમનિરત ! દેહાર્ઘઘટના દવૈતિ ત્વામદ્ધા બત વરદ! મુગ્ધા યુકતય: ।। ૨૩ ।।

ત્રિપુરારિ ! દક્ષ કન્યા સતીએ પોતાના પિતાને ત્યાં પોતાનું અને પતિનું અપમાન થવાથી યજ્ઞામાં ઝંપલાવી યજ્ઞા ભ્રષ્ટ કર્યો હતો ત્યાર પછી તે જ પતિને વરવાને બીજે જન્મે પર્વતની પુત્રી પાર્વતી થઈ. તેણે ભિલડીનો વેશ ધારણ કર્યો અને મહાદેવજી તપ કરતા હતા, ત્યાં તેમને મોહ પમાડવાના અનેક પ્રયત્નો કર્યા, પણ તે વ્યર્થ નિવડયા. દેવોએ ધાર્યું કે, યજ્ઞા વેળા થયેલા અપમાનથી ક્રોધાયમાન થયેલા મહાદેવજીનો ઉગ્ર તાપ હવે આપણાથી સહન થઈ શકશે નહિ. તેથી તે તાપને દૂર કરવાને પાર્વતી સાથે મહાદેવ કામવશ થઈ પરણે, એવા હેતુથી દેવોએ કામદેવને મોકલી આપ્યો હતો. કામદેવના પ્રભાવથી એકેએક બ્રહ્મજ્ઞાની બ્રહ્મમય જગતને નારીમય જોવા લાગ્યા, પરંતુ મહાદેવે તરત ત્રીજું નેત્ર ખોલી પાર્વતીની સાથે કામદેવને ભસ્મ કરી દીધો. આમ છતાં પણ પાર્વતીને માત્ર વિરહ દુ:ખથી ઉગારવાને માટે તમે અર્ધાંગના પદ આપ્યું હતું. આ તમારું કાર્ય જેઓ મૂઢ છે, તેઓ જ સ્ત્રી આસક્તિવાળું ગણે છે. (ક્રમશ:)