Get The App

શિવ સંસ્કૃતિ.... .

Updated: Aug 20th, 2025

GS TEAM

Google News
Google News
શિવ સંસ્કૃતિ....                                        . 1 - image

વિભિન્ન પુરાણોમાં નટરાજ શિવનાં ઉલ્લેખ મળે છે. વિષ્ણુ ધર્મોત્તર પુરાણમાં ઉલ્લેખ છે કે, જે પ્રકારે પ્રજાપતિ, શતક્રનું ધન્વંતરિ, મહિ સંકર્ષણ, તેમજ રુદ્ર ક્રમશઃ ઈતિહાસ, ધનુર્વેદ, આર્યુવેદ, ફ્લવેદ, પંચરાત્ર, પાશુપત્તમનાં પ્રર્વતક છે. આ પ્રકારે મહેશ્વર-શિવ નૃત્ય વિજ્ઞાાનનાં પ્રવર્તક છે. - 'યથા ચિત્રે તથા નૃત્યે-ત્રૈલોક્યાનુંકૃતિં સ્મૃતી ।લ્લ આ નૃત્ય માટે વિભિન્ન કરણના વિભિન્ન સમજુતિઓ આપવામાં આવી છે. મત્સ્યપુરાણમાં નટરાજ શિવનાં દશમુખી પ્રતિમાનું વિવરણ કરવામાં આવ્યું છે... વૈશાખસ્થાનકં કૃત્વા નૃત્યાભિનયસંસ્થિતા નૃત્યન્ દશ ભૂજ કાર્યો ગજચર્મધર સ્તથા । દશ ભૂજાઓવાળી શિવની નટરાજ મૂર્તિને વિશાખસ્થાન મુદ્રા...નૃત્યુ અથવા યુદ્ધમાં ઊભા રહેવાની સ્થિતિ જેમાં બન્ને પગની વચ્ચે એક હાથ જેટલી જગ્યા ખાલી રહેતી હોય છે. તે નૃત્યુ કરતા તથા ગજચર્મ પહેરવેલ બતાવે છે.

શિવ તાંડવ નૃત્ય માત્ર નૃત્ય જ નથી પણ સંપૂર્ણ શિવદર્શન છે. શ્રી ભગવત ગીતામાં વર્ણવામાં આવ્યું છે કે એક વખત બાણાસૂરે પોતાનાં હજારો ભૂજાઓથી વાજિંત્ર વગાડીને તાંડવ નૃત્ય કરતા શિવને પ્રસન્ન કર્યા હતા... 'સહસ્ત્રબાહુ-ર્વાધને તાણ્ડવોડતોષન્મુડમ્ ।।લ્લ તાંડવ નૃત્યમાં શિવની વેરાયેલી જટાઓ બ્રહ્માંડ છે. ફૂંફાડા મારતા સર્પો વાસના છે. ગંગા જ્ઞાાન છે. ચંદ્ર જ્યોત છે તથા ત્રીજું નેત્ર અગ્નિ છે. મુન્ડમાળા સંસારની નિસ્સારતા છે. પગોની નીચે અપસ્માર પુરુષ અજ્ઞાાનનું પ્રતિક છે. તાંડવ સ્મશાનનું નૃત્યુ છે. ભૈરવ અને વીરભદ્રનું રૂપ શણગાર આ નૃત્યહેતુએ કરવામાં આવે છે. તાંડવનાં પાંચ પ્રકાર સૃષ્ટિ (જન્મ) સ્થિતિ (સુરક્ષા) તિરોભાવ (માયા), અનુગ્રહ (ક્ષમા) તેમજ સંહાર (વિનાશ), જે ક્રમાનુસાર બ્રહ્મા, મહેશ્વર, સદાશીવ તેમજ રુદ્રનાં કાર્યો છે. અને મહાદેવ શિવ તાંડવ નૃત્યમાં ક્રર્યાત્વિત કરે છે ક્યારેક તેમની સાથે નંદી, શ્રુંગી ઋષિ, ગણેશ, કાર્તિકેય તેમજ સમસ્ત પરિવાર પણ નૃત્ય કરે છે. શિવ મહાન નર્તકનાં રુપે સૌ પ્રથમથી સાહિત્યમાં વર્ણન કરવામાં આવ્યા છે. તેમની મૂર્તિઓ સબંધેનાં વર્ણનો માત્ર શૈવાગમોમાં જ મળે છે. એક સર્વોત્તમ નૃત્યકાર સ્વરૂપે શિવ ઘણા-સ્વરૂપો ઘરે છે. તેમની અલગ-અલગ મુદ્રાઓ નૃત્યનાં જુદા-જુદા સ્વરૂપોમાં દર્શાવવામાં આવ્યા છે. પ્રત્યેક નૃત્યમાં જીવન કલ્યાણનાં લાક્ષણિક અર્થો સમાયા છે...!