'કૈલાસ'ની યાત્રા સમાન ફળ દેનારૂં : ''શિવ મહિમ્નસ્તોત્ર''
नमो नेदिष्ढाय प्रियवद दविष्ढाय नमो ।
नमो क्षोदिष्ढाय स्मरहर महिष्ढआयचनमः ।।
नमो वसिष्ढाय त्रिनयनपविष्ढायचनमः ।
नमः सर्वस्यैं तै तदियमति सर्वायचनमः ।।21।।
'શિવ' નામન્લેતાજ આપણું કલ્યાણ થઈ જાય છે. ' શિવ નામ જો ઉચ્ચારે- ભવ ભય દુ:ખ હારે : શિવ એટલે કલ્યાણકારી - નામ. ભગવાન શંકર શિવજી નામથી પ્રસિધ્ધ છે.
बहुनाग किंमुकेन यस्य भवति शिवेदढां ।
महा पापोपथ को टिभ्रस्तोडपि मुच्यते ।
' વધુ શું કહેવું ? જેને શિવજીમાં દૃઢભક્તિ છે. તે કરોડો પાપોમાં ફસાયેલ હોય તો પણ તે મુક્ત બની જાય છે.'
ભગવાન શિવને પ્રસન્ન કરનારા શિવજીનાં અનેક સ્તોત્રો પ્રાર્થના શ્લોકો- ભજનો તથા શિવપુરાણ વગેરે જેવા ગ્રંથો પણ છે. પરંતુ દરેકનો સાર 'શ્રીપુષ્પદંત' દ્વારા રચિત શિવ મહિન્મ સ્તોત્ર' માત્ર એક અવિકલ્પનીક છે. તુરન્ત પ્રસન્ન થઈ જતા હોવાથી શિવજીને 'આસુતોષ' પણ કહે છે.
શિવજીનું મહિન્મસ્તોત્ર મોહક છે અને શિવલોકમાં સ્થાન આપનારૂં છે. જેને શ્રાવણ મહિનો શરૂ થતાં જ આપણે ઘેરે ઘેરે, મંદિરોમાં દર સોમવારે રેડીયામાં સાંભળીયે છીએ અને પાવન થયા કરીએ છીએ. 'મહિન્મપારંતે' થી શરૂ થનારૂં અને વાતાવરણને શિવમય બનાવી દેનારૂં આ સ્તોત્ર છે. અને શિવજીનાં લગભગ તમામ ચરિત્રોને આવરી લેનારૂં છે છતાં છેલ્લે 'અસમાપ્ત મિંદ સ્તોત્ર' કહી શિવજીનાં ગુણોને અપાર ગણાવ્યા છે. આથી પૃથ્વિ પરથી કૈલાસ સુધી પહોંચાડનારી એક યાત્રા સમાન સ્તોત્ર કે સ્તુતિ અથવા પ્રાર્થના છે. કૈલાસધામ સુધી પહોંચવાનું- જવાનું શ્રી પુષ્પદંતે મોકલેલ એક વિમાન તુલ્ય છે.
' શિવમહિન્મ સ્તોત્ર'નો પ્રારંભ જ એવી રીતે થાય છે જ્યાં વાણી થંભી જાય તેવી ભૂમિકાથી નિર્માણ થાય છે.
વાણીની સીમાથી પર- તેમજ વાણીની સીમા આવી જતા તે શિવજીનાં ગુણગાન માટે અસમર્થ કે અપૂરતી છે. હોવા છતાં પણ મહત્ તત્વનો સ્પર્શથી શિવજીનાં મહિમા ગાનારી વાણીનો નવો જન્મ પણ થાય છે.
દેવાધિદેવ મહાદેવની સન્મુખ એક માનવી કેવી રીતે ઉભો રહે ? હિમાલયનાં ઉત્તુંગ શિખરને જોઈને માનવીના મનમાં શું અદ્ભૂતતા ઉત્પન્ન થાય તેવો હૃદયાનુભવ આ સ્ત્રોતના પાઠથી થાય છે.
આ વિરાટની મહિમા અને પોતાની અલ્પતાનું શ્રીપુષ્પદંતને બરાબર ભાન તેનાં આશ્ચર્યચકિત નેત્રોમાંથી હર્ષનાં આંસુઓ સાથેના તેના ઉદ્ગારો નીકળે છે.
स कस्य स्तोतव्यः कतिविध गुणान् कस्य विषयंः ।।2।।
કોણ એનો મહિમા ગાઈ શકે ? કોણ એના ગુણોનું વર્ણન કરી શકે ? કોની વાણીનો એ વિષય એ બની શકે ? એક એવી સ્થિતિમાં પુષ્પદંતજી ઉભા છે કે જેમાં અશક્યને શક્ય કરવું. નિર્ગુણને સગુણ કરવું- રુદ્ર સ્વરૂપને માયાળુ બનાવવું. મુશ્કેલ બની જાય છે. ત્યારે તે અવાક થઈ જાય છે.
શિવજીની પ્રતિમા અને પ્રતિભા બંને વ્યાકુળ કરી છે ત્યારે વાચા કે વાણી ઉત્પન્ન થઈ શકતી નથી પરંતુ અંતરથી સ્ફુરીત થાય છે અને એ સ્ફુરીત થયેલા શ્લોકોથી પુષ્પદંત શિવજીને અભિષેક કરે છે એટલે આ 'મહિન્મસ્તોત્ર' સ્વયં રૂદ્રાભિષેક છે.
અંતરમાંથી ઉદ્ભવતુ આ સ્તોત્રનું બીજ શિવજીનાં વિરાટ સ્વરૂપ સુધી વાણીધારા- પ્રાણધારા- ભાવધારાની સાત્ત્વિકતાથી ઉર્ધ્ધમૂલી બની ચૈતત્ય શક્તિનું પ્રાગટય કરે છે. એટલે આ વાણી ચેતનામાંથી ઉત્પન્ન થઈ શિવજી સુધીના સ્વરૂપની યાત્રા કરાવે છે. જે આત્માથી પરમાત્મા સુધીની કલ્યાણ કરી શિવલોક સુધી પહોંચાડનારી ક્રાંતિકારી દિવ્યવાણી કૈલાસપતિને મળવા માટેના પગથીયાં કે કેડીની સમાન બને છે.
આ સ્તોત્રના પઠનથી-શ્રવણથી ભાવુકતજન પોતાની વાણી-મન. બુદ્ધિને વહેતી કરી શિવાનંદ લહેરીનાં પ્રવાહમાં કૈલાસની યાત્રા બનાવી દે છે.
જ્યારે કોઈપણ માનવી તર્ક-વિતર્ક-સંદેહના પૂર્વગ્રહ રહિતપણું કેળવીને વાણીનો શુદ્ધ ભાવુક પ્રવાહ પ્રભુનાં ગુણમણી તરફ વહેતો કરે છે. ત્યારે તે પ્રાર્થના ના મણકા ખુદ શિવજીની ડોકનાં રૂદ્રાક્ષો બની જાય છે. જૂઓ આ સ્તોત્રનો શ્લોક
ममत्वेता वाणी गुनकथान पुण्येनभवतः।
पुनामीत्यर्थेडस्मिन पुरमथन बुद्धिव्यस्थिता ।।3 ।।
આમ આ મહિન્મસ્તોત્ર આપણા સહુનાં માટે એવું એ મુક્તિપ્રદ છે. અને શાંતિપ્રદનો સાર છે. જેમાં આપણને પ્રવેશ માટેની લાયકાત અપાવી દે છે.
અહંકાર-આડંબરનું તાળુ આ શિવમહિન્મસ્તોત્ર'ના રચયિતાનાં ભાવો હૃદયગમ્ય થતાં જ તૂટીને ચૂરેચૂરા થઈ સ્તોત્ર પુરુ થતાં જ નિર્મળતા- નિરંહકાર પણું આપોઆપ આંખમાંથી ઝરવા માંડે છે.
બ્રહ્મા-વિષ્ણુનો રજો મિશ્રિત સાત્ત્વિક અહંકાર હોય કે રાવણ જેવાનો ભારોભાર તમાસિ અહંકારનો નાશ આ શિવજીની નિર્મળતા, કોમળતાથી, ક્ષણભરમાં નાશવંત બને છે. તેમ અહંકાર ના દ્વેષી શિવજીનું શરણ ઐશ્ચર્યદાતાનું અભય દાન પણ આ સ્તોત્રથી ફલિત થાય છે.
જગતની તમામ ક્રિયાઓનાં 'અધિષ્ઠાતા' ક્રિયાદક્ષોદક્ષ' પદથી તથા સમગ્ર પ્રજાઓના નાથ 'પ્રજાનાથ' નાથ એ શિવજીનાં જીવંત અસ્તિત્વ તથા પ્રજા પરની કલ્યાણકારી ભાવનાઓનું પ્રતિક છે. જે આ સ્તોત્રનાં ૨૧ અને ૨૨ શ્લોકોથી દર્શીત થાય છે.
આડંબરનું શિવ ચરિત્રમાં કોઈ સ્થાન નથી, દક્ષનો યજ્ઞા ક્ષણમાં ભસ્મીભૂત કરે છે. અને ફરી તેની વિનંતિથી પ્રાર્થનાથી સ્તુતિ કરતા તેનું જીવન પણ જીવંત કરે છે.
'મહિન્મસ્તોત્ર'માં શિવના કેવા કેવા ભવ્ય અને ઉદાત ચિત્રો જોવા મળે છે. નીલકંઠ, નટરાજ, ગંગાધર, નારેશ્વર, અષ્ટમૂર્તિ, ઁકારેશ્વર, સ્વરૂપોમાં શિવજી કોઈનાં કોઈ રૂપે આ દરેકમાંથી આપણા જીવનને સુગંધી કરતાં કરતાં મૃત્યુંજય સ્વરૂપનું અનુમોદન કરાવે છે. મૃત્યુના બધા સેતુઓને તોડતી અમૃત ધારાઓ આ સ્તોત્ર આપણને કરાવે છે.
કાવ્યસ્વાદ અને શિખરણી છંદનું ગાન પણ આ સ્તોત્રના રચયિતા આપણને કરાવે છે. આ સ્તોત્ર તેના હૃદયમાંથી સ્વયંભૂ પ્રગટ થયેલ છે. મધુસ્ફતિવાણીએ આ વાણીની દિવ્યતા છે. તે મહિન્મસ્તોત્રનાં તમામ શ્લોકો ઐશ્ચર્યપૂર્ણ છે. પ્રો.મનસુખભાઈએ આ સ્તોત્રનાં એક શ્લોક વિષે સરસ ધ્યાન દોર્યું હતું.
नमो नेदिष्ढाय प्रियवद दविष्ढाय नमो ।
नमो क्षोदिष्ढाय स्मरहर महिष्ढआयचनमः ।।
नमो वसिष्ढाय त्रिनयनपविष्ढायचनमः ।
नमः सर्वस्यैं तै तदियमति सर्वायचनमः ।।21।।
(મહિન્મ સ્તોત્ર શ્લોક)
આની પ્રત્યેક પંક્તિના પ્રથમ અને અંતિમ અક્ષર નમોનમ: નમોનમ: નું સંગીત ઉભુ કરે છે. તો પછીના બીજા અક્ષરોને नैविणाय, क्षोद्विणाय, वर्षिष्ढाय વગેરે શબ્દો મળીને સંગીતની અદ્ભૂતતા સર્જે છે.
જે શિખરિણી છંદની લય બદ્ધતા અને રસપ્રદતાના પ્રેમભાવો ગેપમાં આનંદદાયક અને ચિત્તને પ્રસન્ન કરનાર અને અર્થગૌરવ પ્રદર્શિત કરે છે.
આ સ્તોત્રની ગરીમાં 'રુદ્રીપાઠ' સમાન છે. આના રચયિતા એક ગંધર્વરાજ પુષ્પદંત છે. ખરેખર તેના દાંત. કંદમુખીની કળી સમાન હોવાથી તે પુષ્પદંત તથા તેનું શરીર સુંદર અને ઐશ્ચર્યથી શોભીત ગુણવાન હોવાથી તેને ગંધર્વરાજ પુષ્પદંત કહેલ છે.
પુષ્યોની ચોરી કરનાર ને 'બિલ્વપત્ર' થી રોકાય છે. તેની અવગણના- બિલ્વપત્રની અવગણના કરવાથી તેની શક્તિનો નાશ થાય છે.
ત્યારબાદ તેનું પ્રાયશ્ચિયત કે મેં બિલીપત્રની કે શિવનિર્માણ્યની અવગણના કરી છે. એટલે શિવજીની આરાધના એ જ એનો ઉપાય છે. જેના પરિણામે તેના હૃદયમાંથી ઉત્પન્ન થયેલ આ 'શિવમહિન્મસ્તોત્ર' વૈશ્વિકકલ્યાણકારી અને આપણને સહુને શિવ સમીપ લઈ જનારૂં કલ્યાણ કરી સ્ફૂરણ થયું છે. અંતે તેઓ કહે છે કે :
इत्येषां वाकामयी पूजा
श्रीमदं शंकर पादयों ।
अर्पिता तेने देवेशः
प्रियत्रामें सदाशिवः ।।40।।
આ મારી વાણી દ્વારા કરેલ પૂજન શિવજીનાં ચરણોમાં સમર્પિત કરીને દેવાધિદેવ મહાદેવની પ્રસન્નતા માત્રની આરાધના આ અંતિમપદમાં વ્યક્ત કરી છે.
।। शुभंभवतु, कल्याणभवतु, शिवमस्तु ।।
પ્રાણીમાત્ર માટેની ઉપકારક આ રચના સિધ્ધ થઈ છે. શિવજી સર્વનું કલ્યાણ કરે તેવી પ્રાર્થના સાથે ઓમ નમ:શિવાય:
' આપો દ્રષ્ટિમાં તેજ અનોખું, સારી સૃષ્ટિમાં શિવ રૂપ દેખું.'
- ડો. ઉમાકાંત જે.જોષી