Get The App

જોયું...? એક વર્ષ થઈ ગયું. ખબરેય ના પડી..!! .

Updated: Aug 13th, 2025

GS TEAM

Google News
Google News
જોયું...? એક વર્ષ થઈ ગયું. ખબરેય ના પડી..!!                . 1 - image

માણસનો જન્મ દિવસ આવે, નવા મકાનમાં કે નવી નોકરીમાં કે કોઈના અવસાનને એક વર્ષ થયું હોય કે પછી કોઈ તહેવાર આવ્યો ત્યારે આપણે સૌ... જોયું...? વર્ષ વીતતા ક્યાં વાર લાગે છે. જાણે કે ગઈકાલની વાત છે. આવા વાક્યો બોલતી વખતે આપણે એ ધ્યાન રાખવું રહ્યું કે સૌથી વધારે કોઈની ઝડપ હોય તો તે છે, સમયની.હા.સમયની.

સમયની ઝડપ તમને લપડાક મારતી જ રહે છે. સમય તમારા વાળને ધોળા કરે છે. સમય તમને ટાલિયા બનાવે છે. સમય તમારા પ્રિય ચહેરાને મુરઝાવી નાખે છે. મક્કમ, ધીમી અને એકધારી ચાલતી સમયની ઝડપ તમારા આયખાને પણ ઘટાડી રહી છે. સમય ક્યારે તમને ઉડાડે, ઉછાળે કે પછાડે એનું કાંઈ જ નક્કી નહીં. ભાઈ, સમય સમયની વાત છે. સૌનો સારા-ખોટો સમય આવતો જ હોય છે. બહું ટણી કરવી નહીં કે રોદણાં પણ ન રડવા, કારણ કે સમય સમયની વાત છે. સમય તો સતત બદલાતો રહે. સવાર, બપોર, સાંજ, રાત, માત્ર સ્વરૂપ બદલે છે સમય. સમયનો સ્વભાવ છે સતત બદલાતા રહેવું. સમયની ધારામાં આપણે પણ વહેતા જ રહીએ છીએ. આપણું બાળપણ, યૌવન અને બુઢાપો... વહેતો જ રહે છે. દરેક મનુષ્ય પ્રાણી ઉપર સમયની અસર વર્તાતી હોય છે. સમય વ્યક્તિની સાથે સ્વરૂપ બદલીને ચાલે જ છે. હાલ તમે છો એવા પાંચ-પંદર વર્ષ પહેલા નહોતા લાગતા. હાલ છો એવા દશ કે વીસ વર્ષ નથી રહેવાના. અને એક દિવસ તમે પણ નહિં રહો. સમય તમને ગળી જશે. તો...? તો શું...? તો, એ કે સમયની ચાલે ચાલો, કદમ, કદમ બઢાયે જા, ખુશી કે ગીત ગાયે જા. તો, એ,કે સ્વભાવ બદલો, વિચારધારા બદલો. મનુષ્ય તો કર્મ યોગી છે. કર્મશીલ રહેવું એ માણસનું ડી.એન.એ. છે. પણ, વાચિક કર્મ તમને સમયનું ભાન કરાવે છે. સમયે સમયે શું કરવું અને શું છોડવું એની સમજ નહીં હોય... તો લેખના શીર્ષકનો અફસોસ તમને જિંદગીભર સતાવશે. માટે બી પોઝિટિવ. એન્જોય ધી લાઈફ. જ્યાં છો, જેવા છો જાતને પ્રેમ કરવાનું શીખો. કારણ કે સમય જતાં વાર નથી લાગતી.

- દિલીપ રાવલ