- ''હિંડોળા મહોત્સવ''
(અષાઢવદ-ર થી શ્રાવણવદ-૨)
શ્રીપૂર્ણ પુરૂષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ તથા વૃષભાન દુલારી શ્રી રાધિકાજી આ ભૂતલ ઉપર દ્વાપરયુગની સમાપ્તિમાં અવતરિત થયા હતા જેનુ એક કારણ જય-વિજયને લાગેલો શાપ, બ્રાહ્મણો, વેદલક્ષણાશ્રી ગૌમાતા, દેવતાઓ તથા સાચા સંતો અને મહાપુરૂષોનું રક્ષણ કરવા આસુરી શક્તિનો વિનાશ કરી ધર્મ સંસ્થાપન જે મુખ્ય હેતુ હતો. બીજુ વ્રજમાં પ્રેમરસની વર્ષા કરવાની હતી. જેથી બાળ સહજ લીલા સાથે કંસે મોકલેલા અસુરોનો ઉધ્ધાર કર્યો હતો. પ્રભુની પ્રત્યેક લીલા ઉત્સવ બની ગઈ હતી. જો રસ બ્રહ્માદિકન પાયો, સોરસ ગોકુલ ગલીન બહાયો.' વર્ષાઋતુમાં વ્રજભક્તો શ્રીયમુનાજીના કિનારે લીલાછમ હરિયાળા પ્રાકૃતિક માહોલમાં કદંબના ટેર ઉપર રંગબેરંગી પુષ્પો અને આસોપાલવ એવં આંબાના સુંદર હિંડોળા સજાવી શ્રી રાધામાધવના યુગલ સ્વરૂપને એમાં પધરાવી હૈયાના હેતે ઝૂલાવતા જેની ઝાંખી પ્રત્યેક વૈષ્ણવ હવેલીઓમાં થાય છે અને ગવાય છે... હિંડોળે....
શ્યામ ઝૂલે મધુવનની માંય, યમુના કાંઠે ફૂલ હિંડોળો
બાંધ્યો એક કંદબને ડાળ, ઝરમર ઝરમર મેહૂલો વરસે
વીજલડીનો છે ચમકાર, રેશમદોરી હાથમાં ઝાલી
ઝૂલાવે છે વ્રજની નાર, હસતાં વદને વ્હાલમ ઝૂલે
'પુનિત' ના હૈયાનો હાર, હિંડોળે શ્યામ ઝૂલે મધુવનની માંય
''સૌને જયશ્રી રાધે જયજય શ્યામ''
'જય જય શ્રી વૃંદાવન ધામ
- મુકેશભાઈ ભટ્ટ


