સત્ય મેવ જયતે .
- રાજા હરિચંદ્રની કથા પણ પ્રસિદ્ધ છે. તેમની નિષ્ઠા સત્યને વેરણ હતી. આ સત્ય નિષ્ઠાનું પરિણામ શું આવ્યું ?
મ નુષ્ય આસ્થાના બળ પર જીવે છે. આદર્શો સુધી પહોંચવાને માટે તે કંઇક આસ્થાઓનાં સાધનોને એકત્ર કરવાનું નિર્માણ કરતો રહે છે. જીવન પથ પર જ્યાં તેમનો પત્ર લથડવા લાગે છે. તે પોતાની આસ્થાનાં બળે તેના સહારે જોખમી રસ્તાઓને પાર કરે છે. 'સત્ય મેવ જયતેલ્લ એક મહત્વ ભર્યુ આસ્થા સૂત્ર છે ! આ સૂત્ર એક આકર્ષક છે. સાથે સાથે પ્રેરક પણ છે, અને પ્રભાવકારી પણ છે. તેમનો પ્રયોગ ધર્મનાં સ્તરે હોય તો કોઇ એવી મોટી વાત થતી નથી. કેમ કે ધર્મની જ આધારશીલા સત્ય છે ! પરંતુ ભારતનાં રાષ્ટ્રીય ચિન્હમાં પણ તેમને અંકિત કરવામાં આવ્યું છે. કોઇ દેશનું શાસન સૂત્ર આ સૂત્ર દ્વારા સંચાલિત હોય તો તે તેમના માટે ગૌરવની વાત ગણાય!
ભારત સમ અધ્યાત્મ પ્રધાન દેશમાં આવી આસ્થાનું નિર્માણ કઠિન નથી. આટલું બધુ સ્વીકાર્ય કર્યા પછી પણ અહીં સદા સત્યનો જ વિજય રહ્યો છે. આ કંઇક અંશે વિવાદાસ્પદ છે. ઘણી વ્યક્તિ ધર્મની સાધના કરે છે. તેઓ સત્ય પ્રત્યે નિષ્ઠા રાખે છે. તેમની સાધનાનો સંબંધ જય-વિજયની સાથે નથી. આત્માનાં વિકાસની સાથે છે. સત્ય સાધક આત્માનાં વિકાસના શિખર પર પહોંચી શકે છે. પણ જીવનમાં દરેક સ્તરે તે વિજયની આશા કરે, એવી પણ જરૂર નથી હોતી. અનેક પ્રસંગોમાં સત્યાવાદીને હારતા અને પ્રપંચીને જીતતા આપણી નજરે જોઈ શકીએ છીએ.
ન્યાયાલયમાં કેસ ચાલતો હોય, વાદી-પ્રતિવાદી બન્ને પોત-પોતાની રજૂઆતો કરે છે. આ જગ્યાએ હાર-જીતનો નિર્ણય કે ચૂકાદો તો સાક્ષીઓ પર નિર્ભર હોય છે જે વ્યક્તિ પોતાનો મામલો પક્ષથી સાચો અથવા ખોટાં જેટલાં સાક્ષીઓ સબળ રજૂ કરે છે. તેઓ જીત મેળવે છે. સાચી વ્યક્તિનાં સાક્ષીઓનાં અભાવથી પરાજયનો સામનો કરવાનો વારો આવે છે. આવી સ્થિતિમાં સત્ય મેવ જયતેનું કથન એકાંતિક અને આત્યંતિક સત્ય બની શકતું નથી. બે દેશોની વચ્ચે યુદ્ધ થાય છે.
જે દેશની સૈન્ય શક્તિ અને શસ્ત્રશક્તિ પ્રબળ હોય છે. તેઓ યુદ્ધમાં વિજય મેળવે છે. સેનાનું મનોબળ અન યુદ્ધ કૌશલ પણ વિજયમાં સહાયકર્તા બનતા હોય છે. યુદ્ધની ક્ષમતા અને અર્હતાના અભાવે માત્ર સત્યનાં સહારે વિજય પ્રાપ્તિનું સ્વપ્ન માત્ર સ્વપ્નું જ હોય છે. કોઇ દુર્બળ દેશક્ત્યનાં બળ પર વિજય હોવાનું ગૌરવ પ્રાપ્ત કરી શક્યો છે શું? રામ અને રાવણના યુદ્ધનો રામાયણમાં ઘણો જ માર્મિક પ્રસંગ છે.
શ્રીરામ મર્યાદા પુરુષોત્તમ હતા. સત્યથી તેમની અથાગ વિશ્વાસ હતો. સત્યની રક્ષાને માટે જ તેમણે અયોધ્યાનો ત્યાગ કરી વનવાસ સ્વીકાર્યો કર્યો. તેના અનુજ લક્ષ્મણે પણ સત્ય પરાંગમુખ હતાં નહીં. રાવણે તેઓને કેટલાં મુશ્કેલીમાં મૂકી દીધા. લક્ષ્મણને તો એવી મરણોન્મુખ સ્થિતિમાં મૂકી દીધો કે તે સમયે અસત્ય જે અટ્ટહાસ્ય કર્યું. ત્યારે સત્યનો અવાજ લગભગ દબાઈ ગયો. અંતે તો વિજય શ્રીરામજીનો જ થયો. પણ સત્યનો માર્ગ તેમને માટે કેટલો વિઘ્નકારક રહ્યો હતો ! રાજા હરિચંદ્રની કથા પણ પ્રસિદ્ધ છે.
તેમની નિષ્ઠા સત્યને વેરણ હતી. આ સત્ય નિષ્ઠાનું પરિણામ શું આવ્યું ? એક યશસ્વી રાજાને ચંડાલનાં ઘરે નોકરી કરી દાસત્વને સ્વીકારવું પડયું. પુત્ર રોહિતનું આકસ્મિક મૃત્યુ પણ સત્યની રક્ષાને માટે જ તેઓને પોતાની પત્ની પાસેથી દાણનાં પૈસા માગવા પડયા ! શું સત્યનો વિજય આને કહેવામાં આવે છે ? સામાન્ય મનુષ્ય આથી વિચલિત બની જાય છે. કેમકે તેમાં અંતિમ પરિણામ સુધી અડગ રહેવાનું સાહસ ધીરજ અને હિંમત રહી શકતી નથી ! પણ રાખવા પ્રયત્ન પ્રબળ કરવો પડે છે. તે જ કઠિન કાર્ય છે..!
- લાલજીભાઈ જી. મણવર