27મીએ શનિ જ્યંતિ .
શનિ જયંતિ ભગવાન શનિદેવના જન્મદિવસ તરીકે ઉજવવામાં આવે છે. શનિદેવને ન્યાયના દેવતા અને કર્મના ફળ આપનાર માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે યોગ્ય વિધિઓ સાથે શનિદેવની પૂજા કરવાથી ભક્તોને તેમના આશીર્વાદ મળે છે અને જીવનમાં આવતા અવરોધો દૂર થાય છે. શનિદેવની સાડાસાતીથી પીડિત લોકો માટે આ દિવસે વિશેષ પૂજા અને ઉપાયો કરવા અત્યંત ફાયદાકારક માનવામાં આવે છે. આ દિવસે ભક્તો શનિદેવને પ્રસન્ન કરવા માટે વિવિધ ઉપાયો કરે છે, જેમ કે તેલ ચઢાવવું, કાળા તલ ચઢાવવા, શનિ ચાલીસાનો પાઠ કરવો અને ગરીબોને દાન કરવું વગેરે. એવું માનવામાં આવે છે કે આ ઉપાયોનું પાલન કરવાથી શનિદેવની કૃપા મળે છે. તેમજ જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ રહે છે.