'સંસ્કાર' .
સંસ્કાર ક્યાંય લેવા જવા પડતા નથી કે ક્યાંય વેચાતા મળતા નથી જો આપણામાં સારા સંસ્કારો હશે તો આપણી પેઢીમાં ચોક્કસ સારા સંસ્કારો આવશે આજના જમાનામાં સારા સંસ્કારો અતિ દુર્લભ બની ગયા છે. આપણા બાળકોને નાનપણથી સારા સંસ્કારો નહીં. આપીએ તો આપણી પેઢી આપણને કદી માફ નહીં કરે. બાળકો તો અતિ નિર્દોષ તથા અતિ કોમળ છે. તેને નાનપણથી જેવું શીખવીએ તેવું તે અવશ્ય ગ્રહણ કરે છે. આથી બાળકોને નાનપણથી સારા સંસ્કારો આપવા જરૂરી છે.
'પ્રાયશ્ચિત'
જાણ્યે અજાણ્યે ભૂલથી આપણાથી પાપ થઈ ગયેલ હોય તો યોગ્ય સમયે સાચા હૃદયથી પ્રાયશ્ચિત કરવાથી પાપમાંથી મુક્ત થઈ જવાય છે. અને બીજી વખત આપણાંથી કોઈ પાપ ન થાય તેની ખાસ કાળજી રાખવી જોઈએ ઇશ્વર સદાય ઉદાર છે. આપણી પાસે સાચું હૃદય હોવું જોઈએ, સાચા હૃદયથી દરેક પ્રાર્થના ઇશ્વર અવશ્ય સાંભળે છે. અને આપણે કરેલા સાચા હૃદયની પ્રાર્થનાનો ઇશ્વર યોગ્ય સમયે અચૂક પાલન કરી આપણે કરેલી પ્રાર્થના સફળ બનાવે છે.
દુઃખ
દુઃખ આવે તો ક્યારેય ડરવું નહીં દુઃખ સામે બાથ ભીડવી ઇશ્વરને કહેવું અમોને જેટલાં આપવા હોય તે ઓપો પણ દુઃખો સહન કરવાની શક્તિ પણ આપજો. નીડર માણસ ક્યારેય દુઃખથી ડરતો નથી. દુઃખથી ઇશ્વર સાથે ચોક્કસ મેળાપ થાય છે. કુંતિ માતાએ પણ કૃષ્ણ ભગવાન પાસે દુઃખની માગણી કરી હતી કે જેથી દુઃખ આવે ત્યારે તમે ચોક્કસ દર્શન આપશો એવી કુંતિ માતાને અડગ શ્રધ્ધા હતી. જેમ સોનાને ટીપાવાથી સુંદર ઘરેણા બને છે. તેમ દુઃખમાં ટીપવાથી માણસ શ્રેષ્ઠ બને છે.