શ્રીમદ્ શંકરાચાર્યજીને ભાવ-વંદના
Updated: Sep 13th, 2023
બ્રહ્માનંદં... પરમ સુખદં... કેવલં જ્ઞાાનમૂર્તિ...
દ્વંદ્વાતીતં... સર્વધીસાક્ષિભૂતં... એવા જગદ્ગુરુ
પ્રત્યેક પ્રજાના આધ્યાત્મિક જીવનમાં અવનતિનો ક્રમ આવે છે ત્યારે નવશક્તિનો સંચાર કરવા, કોઈ "દિવ્ય આત્મા" આવી પહોંચે છે. તે "સર્જક-સર્જન", બંને સ્વયં બનતો, પ્રબળ શક્તિ બની... પ્રબળ પ્રભાવ પાડે છે. એવા હોય છે આધ્યાત્મિક અવતારો... દિવ્યજ્ઞાાન સંદેશવાહકો !
આવા અવતાર શ્રેષ્ઠ જગતમાં આવે છે ત્યારે તેમના જન્મ સાથે જ તેમનું દિવ્ય અજોડ જીવનકાર્ય નિશ્ચિત થયેલું હોય છે. જરાપણ ચલાયમાન થયા વિના તેઓ પોતાના નિશ્ચિત જીવનકાર્યને પૂરા પ્રભાવ સાથે પૂરું કરે છે. તેઓ સદાકાળ સ્મરણીય જ્યોર્તિધર બની જાય છે.
આપણી પ્રાચીનતમ હિંદુ ધર્મસંસ્કૃતિમાં જે જે "જ્યોર્તિધર યુગપ્રવર્તકો" થઈ ગયા છે તેમાં શ્રીમદ્ આદ્યગુરુ શંકરાચાર્યજીનું સ્થાન તેજવંતુ-અમરવંતુ છે. જ્ઞાાન-ત્યાગ-વૈરાગ્ય-અનાસક્તિ...પ્રચંડ મેઘાશક્તિના એ મહાન આદર્શ રહ્યા છે.
વૈદિક યુગ પછી હિંદુ ધર્મને નવચેતન આપનાર, આદ્યગુરુ શંકરાચાર્યજી ભારતભૂમિની, દિવ્યવિભૂતિ તરીકે સ્થાપિત થઈ ગયા છે. વૈદિક યુગ પછી, હિંદુ ધર્મ ઉપર આપત્તિમાં વાદળ ઘેરાયાં હતાં. તે સમયે સમગ્ર હિંદુ ધર્મનું અવલોકન કરીને સામાન્ય લોકોને અનુકૂળ થઈ પડે, પરંપરા જળવાઈ રહે. તે માટે ઉપનિષદ-વેદાંત-ગીતા જેવા આધારસ્તંભ ગ્રંથો ઉપર 'ભાષ્યો' લખીને, સિદ્ધાંતગ્રંથોની રચના કરી, સાર તારવીને, સાચો સનાતન ધર્મ શું છે તે લોકોને સમજાવ્યું. સમગ્ર ભારતમાં પરિભ્રમણ કરી... "દિક્વિજયયાત્રા' કરી, પ્રસ્થાત્રયી, અદ્વૈત તથા જ્ઞાાનવાદને પ્રવર્તાવ્યો.
શ્રીમદ્ શંકરાચાર્યજીનો સમય ઈ.સ. ૪૭૬ થી ૫૦૮ નો મનાય છે. કેરલના 'કાલડી' ગામમાં જન્મ થયેલો. પિતાનું નામ હતું શિવગુરુ. માતાનું નામ હતું સતીદેવી.
ભારતની ધાર્મિક વ્યવસ્થા અખંડિત રહે તે માટે શ્રીમદ્ શંકરાચાર્યજીએ પૂર્વમાં જગન્નાથપુરીમાં ગોવર્ધનમઠ, પશ્ચિમમાં સૌરાષ્ટ્ર-દ્વારકાપુરી શારદામઠ, દક્ષિણ કન્યાકુમારી- શૃંગેરીમઠ, ઉત્તરમાં બદ્રીનારાયણ પાસે જ્યોતિમઠની સ્થાપના કરી. તેથી 'જગદ્ગુરુ' તરીકે પ્રસિદ્ધ થયા. ચાર મુખ્ય શિષ્યો દ્વારા 'દશનામ' સ્વરૂપનું નિરૂપણ કર્યું. ગુજરાતમાં જ્યાં જ્યાં પેટામઠો- મઢી- આશ્રમો સ્થપાયાં છે, ત્યાં દેશભરમાં, "વૈશાખ સુદ-પાંચમે" શ્રી શંકરાચાર્યજીની 'જન્મજયંતિ' ઉજવાય છે.
બોધ વચન ઃ-
*'સત્ય' તો તે જ છે કે જે સદા, એકરસ... નિત્ય... અને સ્થિર રહે.
*મરતી વખતે 'પાપ' ખટકે છે. વિચારહીન મનુષ્ય જ મૂર્ખ છે.
*"વિષયાનુરાગી" - હમેશનો દુઃખી છે.
*જેણે મનને જીત્યું છે, તેણે જગતને પણ જીત્યું છે.
*ક્ષણવારનો સત્પુરુષનો સમાગમ, સંસારરૂપી સમુદ્ર તરવાને, નૌકારૂપ બને છે.
*આત્માના સ્વભાવ વિષે પૂરેપૂરી જાણકારી આપે અને કાલાતીત મુક્તિનો આનંદ આપે તેનું નામ "સાચું જ્ઞાાન".
*આત્માને જાણી લેવાથી માણસ મૃત્યુથી ડરતો નથી.
*એક કરોડ સોનામહોરો આપવા છતાં, "આયુષ્યની" એક પળ પણ મળી શકશે નહિ. સમય નકામો ગયો. તો તેનાથી વધારે હાનિ શું હોઈ શકે ?
શ્રીમદ્ શંકરાચાર્યકૃત "પ્રશ્નોત્તર સ્તોત્ર"માંથી ઃ-
બંધન કયું ? - વિષયલાલસા ઘોર નર્ક કર્યું - સ્વદેહ મોક્ષ શાથી મળે ? - નિજ આત્મબોધથી સુખે કોણ સૂએ ? - સમાધિનિષ્ઠ જાગ્યો કોણ કહેવાય ? - સત્સત્યજ્ઞાાની દરિદ્રી કોણ ? - અતિલોભી શ્રીમંત કોણ ? - સંતોષી ફાંસો કયો ? - મમત્વ-તૃષ્ણા આંધળો કોણ ? - કામાતુર ભવની દવા કઈ ? - હરિસ્મરણ-ધ્યાન શ્રેષ્ઠ આભૂષણ કયું ? - શુદ્ધ હૃદય વિના અગ્નિ બાળે કોણ ? - ચિંતા મૂર્ખ કોણ ? - વિવેકહીન વિદ્યા કઈ ? - મોક્ષ આપે તે જગતમાં કોણ જીત્યું ગણાય ? - મનને જીતે તે ધન્ય કોણ ? - પરોપકારી પશુસમાન કોણ ? - વિદ્યા વગરનો પશુ કોણ ? - અધર્મી સત્કર્મ એટલે ? - સર્વજીવોનું હિત ડાકુ કોણ ? - દુર્વાસના સંસારમાં દુર્લભ શું ? - સદ્ગુરુ... સત્સંગત... બ્રહ્મવિચારણા... ત્યાગ... ક્ષણિક શું ? - આયુષ્ય
ળળ િંેપ્છ ક્ઝછ ષ્ફહ્રેંર્ં ળળ
ળ હ્ય્પ્હ્રશ્ર હ્ય્ેહ્ર્ શ્મઙ્ક્ ળળ
ળળ ેંટ્ટ્દ્યછખક્ ેંર્ૈ્શ્ન્ખ્તંહ્રશ્ર
ેંર્ૈ્શ્ન્ખ્તંહ્રશ્ર ળળ
- લાભુભાઈ ર. પંડયા