Get The App

ઋષિચિંતન .

Updated: Sep 3rd, 2025

GS TEAM

Google News
Google News
ઋષિચિંતન                                               . 1 - image

- મનુષ્યના જીવનમાં સૌથી પહેલું સ્થાન ઇશ્વરનું છે તેના પછી ચરિત્રનું અને ત્યારબાદ ધનનું સ્થાન છે

સંસારના દુખીઓમાં પહેલો દુ:ખી નિર્ધન છે એનાથી પણ વધારે દુ:ખી તે છે જેને કોઈનું ઋણ ચૂકવવાનું છે. આ બંનેથી વધારે દુ:ખી છે સદાનો રોગી મનુષ્ય.

- સુખ અને સંતોષ આપણા મનમાં જ રહેલાં હોય છે, બહાર નહિ. આપણે નિરંતર સત્કર્મો તથા દુ:ખી અને પીડિત લોકોની સેવા કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. એનાથી જ સાચા સુખની પ્રાપ્તિ થશે અને પરમાનંદનો અનુભવ થશે.

- અન્ત:કરણ અને શુધ્ધ કરવું જ મુખ્ય કાર્ય છે. ક્ષમાથી જ બધાનું કલ્યાણ થાય છે.

- શ્રી રામશર્મા આચાર્યએ કહ્યું- યજ્ઞાનો અર્થ ફક્ત અગ્નિકુંડમાં ઘી અને અન્ય સામગ્રીની આહુતિ આપવી તે જ નથી. આ તો યજ્ઞાનો એક અર્થ થયો. યજ્ઞાનો વ્યાપક અર્થ તો પોતાના સમગ્ર જીવનને જ યજ્ઞામય બનાવી લેવાથી છે. તન, મન, ધનથી પરોપકાર કરવો જ સાચો યજ્ઞા છે.

- Life Begins At the End of Your Comfort Zone.

- આજે આર્થિક ક્ષેત્રના નિષ્ણાતો અત્યારના સમયને સારો ગણાવે છે અને કહે છે કે આર્થિક વિકાસ થયો છે તેથી જ વ્યક્તિની ખરીદશક્તિ વધી છે હવે કાર રાખવી, એરકંડિશનનો ઉપયોગ કરવો, વિદેશયાત્રા કરવી, મોલમાં જવું એ બધું સામાન્ય થઈ ગયું છે. જ્યારે અધ્યાત્મ ક્ષેત્રના નિષ્ણાતો કહે છે કે આ સૌથી વધારે ખરાબ સમય છે. આજે ઇમાનદારી અને ભલમનસાઈ કોઈને સમજાતી નથી. આજનો મનુષ્ય ભૌતિક સુખોને ઇન્દ્રિય સુખોને જ સર્વસ્વ માને છે. આમાં દગાખોરી, લાંચરુશ્વત, બેઈમાની, શોષણ હડપ કરી જવું, દેવું કરવું વગેરે સામેલ છે. આજે વિકાસની સાથે આ બધું જોવામાં મળે છે.

- આજે વ્યક્તિ ચાહે ભારતની હોય અથવા વિશ્વની, કમાવવાની દૃષ્ટિએ ઘણી આગળ નીકળી ગઈ છે પણ ગુણ, કર્મ, સ્વભાવની દૃષ્ટિએ નિમ્ન થતી જાય છે.

- ગાયત્રી મંત્ર બુધ્ધિને નિર્મળ, પવિત્ર તેમજ ઉત્કૃષ્ટ બનાવવાનો મહામંત્ર છે.

- આત્માની ભૂખ કર્તવ્ય પૂરું કરવાથી શાંત થાય છે.

- મનુષ્યના જીવનમાં સૌથી પહેલું સ્થાન ઇશ્વરનું છે તેના પછી ચરિત્રનું અને ત્યારબાદ ધનનું સ્થાન છે.

- ભગવાને મનુષ્યને એટલા માટે બનાવ્યો છે કે તે કમજોરની મદદ કરે.

- અદાલત તથા પોલીસથી કદાચ બચી શકાય છે પણ કર્મના ફળથી નહીં.

- આજે આપણા પરિવારો વેરવિખેર થઈ ગયા છે. તેનું એક માત્ર કારણ એ છે કે આપણા પ્રેમનો પ્રવાહ સુકાઈ ગયો છે. પરિવારમાં સ્નેહ તથા પ્રેમની ભાવના ખંડિત થઈ ગઈ છે.