ભગવાન શિવજીનાં રુદ્ર અવતારો
વે દમાં ભગવાન શિવજીને રુદ્ર ગણ્યા છે. સૃષ્ટિના સંહારક દેવ રુદ્ર સમસ્ત સૃષ્ટિ માટે કલ્યાણકારી છે.
વેદ અને શિવપુરાણોમાં શિવજીના અનેક અવતારોના ઉલ્લેખ છે, એમના અનુસાર રુદ્રના દસ અવતારો આ પ્રમાણે છે.
મહાકાલ:- મહેશ્વર મહાદેવના મુખ્યત્વે દસ અવતારોમાં સૌ-પ્રથમ અવતાર મહાકાલ છે. શક્તિ સ્વરુપમાં ભગવતી મહાકાળીના સ્વરુપે તેમની સાથે હોય છે.
તારા:- પિનાર્ક પાણીનો બીજો અવતાર, તારા સ્વરુપે છે. તેમની સાથે ભક્તનાં કષ્ટોને દૂર કરવામાં શક્તિએ તારા દેવી છે.
બાલભુવનેશ:- ભોળાનાથનો ત્રીજો અવતાર ભાલભુવનેશ છે. આ અવતારની સાથે માતા ભગવતી બાલાભુવનેશ્વરીનાં સ્વરૂપમાં છે.
ષોડશશ્રીવિધેશ:- ભગવાન શંકરના રુદ્ર અવતારનું ચોથું સ્વરુપ ષોડશશ્રી વિદ્યેશ નામથી પ્રસિધ્ધ છે. આ રૂપની સાથે મા શક્તિ ષોડશીશ્રીવિદ્યાના સ્વરુપમાં છે.
ભૈરવ:- ભગવાન શિવશંભુનાં પાંચમા રુદ્ર ના ભૈરવ અવતારને માનવામાં આવે છે. આ સ્વરુપ સાથે માં શક્તિ ભૈરવી હોય છે. ભયના દૂર્ગુણને દૂર કરવા માટે શંકર ભગવાનનું ભૈરવરુપ અધિક મહત્વનું છે.
છિન્ન મસ્તક:- મહાદેવના ૬ઠ્ઠા રુદ્ર અવતાર રુપે છિન્ન મસ્તક નામે આરાધના કરવામાં આવે છે. માં ભગવતી છિન્ન મસ્તિકા સ્વરુપે બિરાજે છે.
ધૂમવાન:- ત્રિનેત્રીધારીનો સાતમો રુદ્ર અવતાર ધ્રુમવાન છે. આ રુદ્ર સ્વરુપમાં તેમની સાથે ધૂમાવતીદેવી હોય છે.
બગલા મુખ: સદાશિવે ભક્તોના કલ્યાણ માટે વિવિધ રુદ્ર અવતાર ધારણ કરેલો જેમાં આ બગલામુખ આઠમો અવતાર છે, જે સાથે ભગવતી બગલા મુખી દેવીની પૂજા કરાય છે.
માતંગ:- ભગવાન શંભુના નવમાં અવતાર માતંગ સાથે માતંગી માતા તેમની સાથે બિરાજમાન છે.
કમલ:- નીલકંઠ ત્રિપુરારીના દસમાં કમલ અવતારમાં શક્તિ સ્વરુપે મા કમલાદેવી તેમની સાથે છે.
આ સિવાય પણ વેદ અને પુરાણોમાં ઉમાપતિ શિવજીના અનેક અવતારોનો ઉલ્લેખ જોવા મળે છે.
શંકર ભગવાનનો 'રુદ્ર અવતાર...'
કૈલાસપતિ શિવજીનું રુદ્ર નામ કઇ રીતે પડયું? આ વિશે શિવજીની પૌરાણિક કથામાં ઉલ્લેખ જોવા મળે છે. સૃષ્ટિના સર્જનહાર બ્રહ્માજીના ક્રોધથી તામસ પ્રકટ થયો. તે રડતાં-રડતાં શંકર ભગવાન પાસે ગયો. ભગવાને તેને સ્વીકાર્યો. આથી તેમનું નામ 'રુદ્ર' પડયું. તેમના વસવાટ માટે દેહ, ઇન્દ્રિયો પ્રાણ, આકાશ, વાયુ, અગ્નિ, જળ, પૃથ્વી વગેરે આપવામાં આવ્યા.
શિવજીના રુદ્ર સ્વરુપેભૂત, ભૈરવ, વગેરે તામસી કહી શકાય એવી પ્રજા ઉત્પન્ન કરી. રુદ્રનાં અગિયાર સ્વરુપો છે. જેવા કે વીરભદ્ર, શંકર, ગિરીશ, અજેક્પાછ અહિ ર્બુધ્ન, પિનાકા, અપરાજિત, ભૂવનાધેશ્વર, કલાપી સ્થાણું અને ભૃણ.