Get The App

ઋષિચિંતન .

Updated: Sep 24th, 2025

GS TEAM

Google News
Google News
ઋષિચિંતન                                               . 1 - image

- વર્તમાન સમયમાં વૈવાહિક જીવનની અસફળતાનું મૂળ કારણ એ જ છે કે આપણે લગ્નને કેવળ દૈહિક સુખોના ઉપભોગનું સાધન માની લીધું છે

સમગ્ર વિશ્વમાં એક જ પરમાત્મા છે અને લોકો તેમને જુદા જુદા સ્વરૂપે પૂજે છે. આવી માન્યતા માત્ર ભારતીય સંસ્કૃતિમાં જ જોવા મળે છે.

- ભગવાન શ્રીકૃષ્ણએ ગીતામાં નિષ્કામ કર્મયોગનો ઉપદેશ આપ્યો છે. ભગવાન કહે છે કે ફળની આશા છોડીને કર્મ કરવું જોઈએ. આ કથનનું તાત્પર્ય એ છે કે કામ તો મન લગાવીને કરો, પૂરા ઉત્સાહથી કરો, પણ ફળની લાલસામાં ઉતાવળા ન બનો.

- વર્તમાન સમયમાં વૈવાહિક જીવનની અસફળતાનું મૂળ કારણ એ જ છે કે આપણે લગ્નને કેવળ દૈહિક સુખોના ઉપભોગનું સાધન માની લીધું છે. આજે પતિની દ્રષ્ટિએ પત્ની કેવળ સુખ ભોગનું સાધન માત્ર બની ગઈ છે, તો પત્નીની દ્રષ્ટિએ પતિ ધન અને સાધન મેળવવાનું એક માધ્યમ બની ચૂક્યો છે. આ દ્રષ્ટિ ભોગવાદી છે. જે પોતાની સંસ્કૃતિ વિરૂદ્ધ અપસંસ્કૃતિને જન્મ આપે છે. આ અપસંસ્કૃતિએ પતિ-પત્ની વચ્ચે (અવિશ્વાસ) પેદા કર્યો છે.

- યુગ નિર્માણ મિશનના પ્રમુખ સંસ્થાન-જન્મભૂમિ આંવલખેડા, આગરા-અખંડ જ્યોતિ સંસ્થાન, મથુરા-યુગ નિર્માણ યોજના ગાયત્રી તપોભૂમિ, મથુરા-શ્રી વેદમાતા ગાયત્રી ટ્રસ્ટ, શાંતિકુંજ, હરિદ્વાર-બ્રહ્મવર્ચસ શોધ સંસ્થાન, હરિદ્વાર-દેવ સંસ્કૃતિ વિશ્વવિદ્યાલય હરિદ્વાર-ગાયત્રી જ્ઞાનપીઠ, અહમદાવાદ-દેશ-વિદેશમાં ૪૦૦૦ થી વધારે ગાયત્રી શક્તિપીઠ.

- શ્રીરામશર્મા આચાર્યએ કહ્યું - મનુષ્યના શુભ કર્મ વિપરીત સમયમાં એના સહાયક સિદ્ધ થાય છે.

- I believe that the greatest gift you can give your family and the world is a healthy you.

- પ્રાપ્ત કરવામાં જે આનંદ છે તેના કરતાં તેના માટે જે પ્રયત્ન કરીએ તેનો આનંદ વધારે શ્રેષ્ઠ છે.

- પ્રત્યેક સદ્ગૃહસ્થનું કર્તવ્ય છે કે માતા, પત્ની, બહેન, દીકરીના જે રૂપમાં નારી રહે, એને સ્વસ્થ, પ્રસન્ન, શિક્ષિત, સ્વાવલંબી, સુસંસ્કૃત, પ્રતિભાવાન બનાવવામાં કંઈ પણ કમી ન રાખે.

- સાચો મિત્ર તે છે, જે બુરાઈઓથી બચાવે.

(૧૦) જેવી રીતે મહાસાગરમાં એક લાકડું ક્યાંકથી અને બીજું ક્યાંકથી આવીને મળી જાય છે અને બંને થોડીવાર મળીને છૂટાં પડી જાય છે તેવી જ રીતે પ્રાણીઓનો આ સમાગમ પણ સંયોગ-વિયોગથી યુક્ત છે.

- ગંગા વગરના ભારતની કલ્પના પણ કરી શકાતી નથી. ગંગા આ દેશ તથા એની સંસ્કૃતિનો આત્મા છે, પ્રાણ છે. શ્રીકૃષ્ણ કહે છે કે નદીઓમાં હું ગંગા છું તેથી પ્રાચીનકાળથી ગંગાને માતાના રૂપમાં પૂજવામાં આવે છે.

- મનુષ્યના અંત:કરણમાં પ્રેમ જ્યાં સ્ફુરિત ન થાય ત્યાં સુધી તે સ્થૂળપિંડ માત્ર છે.

- જયેન્દ્ર ગોકાણી