Get The App

મનમાંથી ભ્રમનું નિરાકરણ એજ ચિત્તશુધ્ધિ સત્વ સંશુધ્ધિ

Updated: May 7th, 2025

GS TEAM


Google News
Google News
મનમાંથી ભ્રમનું નિરાકરણ એજ ચિત્તશુધ્ધિ સત્વ સંશુધ્ધિ 1 - image


આ છે બુદ્ધત્વની પ્રાપ્તિ જેને માટે આત્મિક સત્ય સ્વરૂપ થઈને અંતરની અભિપ્સા ધારણ કરી આંતર પુરુષાર્થ કરવો જ પડે છે. તો જ પ્રાપ્તી સુધી પહોંચાય આ અઘરું છે, સહેલું નથી પોતાને ખોવાય જવું પડે છે, એટલે અહકારને નિર્મૂળ કરવો જ પડે તોજ શક્ય બને, શક્ય થાય બાકી ડોળા પાણીમાં નાવાથી કે કાળા નાણાનું દાન કરવાથી મોક્ષતો શું સુખ પણ પ્રાપ્ત થાય નહિ, એટલું જાણો આવી પ્રવૃત્તિથી રોટલી મુક્ત થવું જ પડે આ આત્મિક સત્ય આધારે વ્યવહાર કે આચરણ નથી પણ આમ પોતાના જ આત્મિક સત્યમાં સ્થિત પહોંચવું છે. આમ એક વધુ સારી રીતના આત્મિક સત્ય તરફ વધારે વ્યાપક શુભ તરફ તમારે નિરંતર ગતિ થાય તેવી જ અભિપ્સા પોતાના સત્યમાં સ્થિર થઈને રાખવાની છે. આ પ્રમાણે જ તમારા ઊર્ધ્વી કરણની નિરંતર અભિપ્સા હોવી જ જોઈએ, અને રાખવાની છે, અને તમારી વિશાળ પરમ ચેતનામાં સ્થિત થવાની નિરતર અભિપ્સા હોવી જ જોઈએ, અને આ અભિપ્સા કોઈપણ સંજોગોમાં ખંડિત થવી જોઈએ જ નહિ, અને નિરંતર જીવન શુભ કામનામાં સ્થિત અને તમારા પોતાના જ આત્મિક સત્યમાં સમગ્ર જીવન સ્થિત જ્યાં સત્ય પ્રાપ્ત આમ તમારા પરમ સત્યને તમારા અંતરમાંથી જ પ્રાપ્ત કરવાની ધગશ ઉત્સાહ હિંમત અને આત્મિક સત્ય સાથેની અભિપ્સા ધગશ તમારે તમાંરા સત્યમાં સ્થિત થઈને, તમારી પ્રજ્ઞામાં સ્થિત થઈને જીવમાં જાગૃતતા પૂર્વક આ અભિપ્સાને આત્મિક સત્યમાં સ્થિત થઈને સતત રાખવાની છે અને કાયમ સંભાળવાની છે સદાય જાગૃત રાખવાની છે. અને આત્મિક સત્ય સ્વરૂપ જીવંત અને જ્વલંત બનાવવાનું છે, એના માટે જ અંતર કરણની એકાગ્રતા શુધ્ધતા અને સત્વ સંશુધ્ધતા ધારણા કરી આત્મિક સત્ય સ્વરૂપ થઈને પરમ સત્યમા સ્થિર થવાનું છે, પરંતુ આ બાબતે તમો ક્યારેય વિચારતાજ નથી, ઉંધું ઘાલીને અસત્યમાં આગળ વધતાજ જઈએ છીએ અને નિષ્ફળતા પ્રાપ્ત કરીએ છીએ,  અને શારીરિક સુખ સગવડના સાધન ભેગા કરતા કરતાં જિદંગી પૂરી થઈ જાય છે પણ સુખની શાંતિની છાયા પણ સ્પર્શતી નથી સુધી શાંતિતો કિનારેજ રહી જાય છે અને તરફડિયાં મારીએ છીએ પણ તમારા જ પોતાના અંતર આત્માના સત્યમા સ્થિત થઈને જીવન જીવતાજ નથી ત્યાંજ બધી મોકાણ છે.

- તત્વચિંતક વિ. પટેલ

Tags :