Get The App

ધાર્મિક કોણ? .

Updated: Nov 12th, 2025

GS TEAM

Google News
Google News
ધાર્મિક કોણ?                                        . 1 - image

જે વેપારી ઇમાનદારીથી દુકાન ચલાવે છે. જીવનોપયોગી ચીજવસ્તુઓ વેચીને જનતાના અભાવની પૂર્તિ કરે છે. ભેળસેળ, મિલાવટ, નફાખોરી કોઈ ચીજમાં નથી કરતાં. તોલમાપમાં પ્રમાણિકતા રાખે છે તે વેપારી ધાર્મિક છે. આજની યુવાપેઢીમાં ફેશન, વ્યસન, ખોટાં ખર્ચા, ઠાઠમાઠ, સિનેમા વગેરેની ધૂન સવાર થયેલી છે, આનાથી તેમને બચાવવાનો ધર્મ દરેક પરિવારનો છે. જે મનુષ્ય શ્રમશીલ છે, ઉચ્ચ વિચાર રાખે છે અને સમાજને ઇશ્વરનું રૂપ માનીને સેવા કરે છે તે ધાર્મિક છે પરંતુ આજે તો તિલક કરનારા, પૂજાપાઠ, દર્શન કરનારને જ ધાર્મિક કહેવામાં આવે છે.

- આઝાદી મળ્યા પછી આપણી વસ્તીમાં ૧૦૦ કરોડનો વધારો થઈ ગયો છે. આઝાદી મળ્યા પછી આપણા દેશમાં ત્રણ ગણી વસ્તી વધી ગઈ છે તે ચિંતાની બાબત છે.

- બિલખ રહે હોતે સારે પ્રાણી અગર કહી તુમ ન હોતી માતા.

- રાંધવા માટે અથવા રસોઈ બનાવવા માટે તમે કોઈ બાઈ રાખો તો આજના જમાનામાં ૩-૪ હજારથી ઓછામાં રાંધવા માટે ન આવે. તમે પત્નીનાં બધાં કામોનો હિસાબ કરો તમે કપડાં ધોવા માટે ધોબી રાખો તો કેટલા પૈસા લેશે ? ઘર સાચવવા એક ચોકીદાર રાખો, તે દસ પંદર હજાર પગાર માગશે, પરંતુ પત્ની તો રસોઈયણ, ધોબી, ચોકીદાર, કપડાં, વાસણ એમ બધાં કામ વગર પૈસે કરે છે. ઘણા લોકો તેને વગર પૈસાની નોકર સમજે છે. આવા ચિંતનમાંથી બહાર નીકળો. પત્નીને વિકાસ કરવાની અને આગળ આવવાની તક આપો જેથી તે પુરુષ સમોવડી બની શકે.

- શ્રી રામ શર્મા આચાર્ય એ કહ્યું - સાચી સાધનાનું લક્ષણ એ છે કે સાધકના અંત:કરણમાં પ્રેમની ધારા પ્રવાહિત થતી જાય. સાધકને બીજાઓના સુખ-દુ:ખ પોતાના જેવા અનુભવ થાય અને પ્રાણમાત્રમાં પોતાની આત્મા અને પોતાની આત્મામાં પ્રાણી માત્રની આત્માના દર્શન કરે. જે દિવસે સાધક આ સાર્વભૌતિક પ્રેમની અનુભૂતિ કરવા લાગશે, એ જ દિવસથી તે પરમાત્મા-મિલનની પરિધિમાં પ્રવેશ કરી લેશે.

- હિમાલયનાં શિખરો પર અનેક ગ્લેશિયર આવેલા છે. એ વિશાળ ગ્લેશિયરો આપણા માટે પાણીનો અખૂટ ભંડાર છે. હિમાલયની નદીઓ પર બંધો બાંધીને સિંચાઈ કરવામાં આવે છે તથા વીજળી પણ પેદા કરવામાં આવે છે. એ ગ્લેશિયરો પર બનેલાં સરોવરો ઋતુપરિવર્તનની અસર, વધતી જતી પર્યટનની પ્રવૃત્તિ વગેરે વિસ્તારની સૌથી મોટી સમસ્યાઓ છે તેમના પર ઊંડો વિચાર કરીને એ ક્ષેત્રના સંરક્ષણ માટે નક્કર પગલાં ભરવાની જરૂર છે. તે ક્ષેત્રને નુકસાન ન થાય તે રીતે તેના સમ્યક્ વિકાસ પર પૂરતું ધ્યાન આપવું જોઈએ.

- સંસારનો બધો પ્રેમ સ્વાર્થ અને કપટથી ભરેલો છે. ઇશ્વરને કોઈ જ સ્વાર્થ નથી. જન્મ્યા પછી માનવ સૂઈ જાય છે. ભગવાન કહે છ ેકે હું તારી પાસે આખી રાત બેસીને તને સાચવીશ. ઇશ્વર જાગીને જીવનું રક્ષણ કરે છે.

- જીવાત્માના સારા-ખરાબ કર્મોની સાક્ષી દેવાવાળા આંતરિક તંત્રનું નામ અંત:કરણ છે.

- ભારતીય સંસ્કૃતિની, ધર્મની જનની ગાયત્રી છે.

- હૃદયની સરળતા, પવિત્રતા ભક્તિનું માધ્યમ છે. અહંકારના નાશથી ભક્તિ ઉત્પન્ન થાય છે.

- બીજાઓની સાથે તે વ્યવહાર ન કરીએ જે તમને પોતાના માટે પસંદ નથી.

- જયેન્દ્ર ગોકાણી