- આપણું ધાર્યું ના થાય એટલે ધર્મને ના વગોવાય. શ્રદ્ધા અકબંધ રહેવી જરૂરી છે. ધર્મ સરળ છે, સંઘર્ષમય નથી. વિકટ પરિસ્થિતિ હોય તેને ધર્મ ના કહેવાય
સાહેબ ધર્મને યથાર્થ ન સમજવાને કારણે ઘણા બીનવ્યવહારિક પ્રશ્નો થાય છે અને લોકોમાં વૈમનસ્ય બંધાય છે. ધર્મ એટલે શું તેની સમજણ તો ભાઈ અભાવ થવાથી ધર્મને વ્યાપાર બનાવી દે છે. મેં આટલું કર્યું તેના બદલામાં મને કંઈક મળવું જોઈએ એ આશાએ દાન પૂણ્ય કે સેવા ના કરાય સાહેબ. હું ભક્તિ કરું છું, મારી સાથે કંઈ અજુગતું ના થવું જોઈએ, મારા ધાર્યા પ્રમાણે મનગમતું થવા સમયે થવું જ જોઈએ એવી માન્યતા ઘર કરી ગઈ છે.
સાહેબ ધર્મ તો હૃદયનો વિષય છે. એક દીકરી રોજ મંદિરે જતી, પણ તે બિમાર પડી. સ્કુલે પણ ન જવાયું, મંદિર પણ ના જવાયું અને પરીક્ષામાં ફેલ થઈ. તેને એમ કે હું આટલી ભક્તિ કરું છું, મંદિર ના જવાયું એટલે જ ફેલ થઈ હશું. શું ધર્મ એ વિમો છે ? શું ધર્મ વ્યાપારના માધ્યમનું ગણિત છે ? વળતરની કોઈ પોલીસી છે? એવું કયા શાસ્ત્રોમાં ઉલ્લેખ છે ધાર્મિક વ્યક્તિ ને કષ્ટ ના પડે. ઇતિહાસ ઢંઢોળો કેટકેટલાય ભક્તોની પરીક્ષામાંથી નીકળવું પડયું છે. અસત્યનો સામનો કરી ધર્મમય જીવન પસાર કર્યું છે. સમજો જરા ધર્મ અને સંકટ બંનેનું કાર્યક્ષેત્ર કારણ સાવ જુદું છે. આફત એ પૂર્વ જન્મનું ફળ અને ધર્મ સમયે શાંત રહી આત્મબળ, આત્મવિશ્વાસ ટકી રાખવું એ ને ધર્મનો અર્થ મર્મ સમજાય. ધર્મ આત્માના પ્રદેશમાં થાય છે. આપણું ધાર્યું ના થાય એટલે ધર્મને ના વગોવાય. શ્રદ્ધા અકબંધ રહેવી જરૂરી છે. ધર્મ સરળ છે, સંઘર્ષમય નથી. વિકટ પરિસ્થિતિ હોય તેને ધર્મ ના કહેવાય સમજો. શું ધર્મ દાન-પુણ્ય કરવાથી સુખ-સંપત્તિ પામવી, સંસાર ભાવને પોષવા માટે ધર્મ નથી. રોકડીયા ફળની અપેક્ષા ના રખાય. જૈન ધર્મમાં સાધુ મહારાજ ધર્મલાભ બસ આટલું જ બોલશે. સર્વે પ્રાણીઓ પ્રત્યે મૈત્રીભાવ દાખવો, ભૂખ્યા કુટુંબીજનોને યથાર્થ મદદ કરો, મંદિરે જવાના નિયમનો ચુસ્ત અમલ કરો. આને ધર્મનું રૂપ આપી શકાય. ધર્મ પ્રત્યે આસ્થા વધારો, ધર્મથી લાભ નહીં પણ ધર્મમાં જ લાભ દેખાય એવી ધર્મમય દ્રષ્ટિ બનાવી બધામાં એને જ નિહાળો. તેને ધર્મ કહેવાય. અંતઃકરણની શુદ્ધિ, નિત્ય નૈતિક કર્મો કર્યા વગર ચિત્ત નિર્મળ નથી બનતું. ગીતામાં કૃષ્ણ ભગવાન બોલ્યા છે, જ્યારે જ્યારે ધર્મની હાનિ અને અધર્મની વૃદ્ધિ થાય ત્યારે હું જન્મ ધારણ કરું છું. સત્પુરુષોના રક્ષણ માટે, દુષ્ટોના વિનાશ માટે અને ધર્મની સ્થાપના માટે હું યુગે યુગે પ્રગટું છું. કોઈપણ ભક્ત બાહ્ય આડંબર અહમ વગર પ્રભુને પત્ર, પુષ્પ, જળ, ફળ, ઇત્યાદિ અને અર્પણ કરે છે તે સર્વેની હું સગુણરૂપે પ્રગટ થઈ સ્વીકારું છું. તે મને જ પામે છે. હવે તમે જ કહો વસંતભાઈ ધર્મ સરળ છે કે વિકટ પરિસ્થિતિજન્ય છે. ધર્મથી આત્માની મુક્તિ થાય. આત્મસ્વરૂપની પ્રાપ્તિ થાય. ધર્મ સરળ છે. નામ સ્મરણથી ભવરોગની તેમાંથી મુક્તિ મળે. આત્મત્વની ઓળખાણ થાય. દેહાધ્યાસ છુટી જાય. જન્મ-મરણની યાત્રામાંથી બંધનમાંથી મુક્ત થવાય. સ્વભાવ, પરભાવની ઓળખાણ કરાવે તે સરળ ધર્મ. ધર્મને વ્યાપાર ના બનાવો. ધર્મને હલકો ના ચીતરો. ધર્મ તે આસ્થાનું પ્રતિક છે. હું શરીર નથી. સતત આત્મભાવમાં રહો. એક બીજાના દુર્ગુણો નિંદા ના રાખો. બધામાં એક જ રૂપે નિહાળો તો ધર્મ બંધન યુક્ત સરળ છે. સાહેબ ધર્મના લેબલ ના હોય. ધર્મ તો ભીતર પ્રગટે. લાગણી, નમ્રતા, કરુણા, પ્રેમ જન્મ તેને ધર્મ કહેવાય. ધર્મને સમજો-સમજાવો.
- વસંત આઈ. સોની


