Get The App

''રાસલીલા'' એ પ્રભુના પ્રાણ છે (મહાપ્રભુજી)

Updated: Sep 24th, 2025

GS TEAM

Google News
Google News
''રાસલીલા'' એ પ્રભુના પ્રાણ છે (મહાપ્રભુજી) 1 - image

- (રાધા-કૃષ્ણનું વૃત્તાંત)

- શ્રીકૃષ્ણની ગોકુળ લીલા, વૃંદાવનજી એ શુદ્ધ પ્રેમની લીલાઓ છે, તેથી ત્યાં પ્રેમની વાંસળી વગાડે છે. મથુરાની લીલા, રાજલીલા છે, તેમાં યુદ્ધ, વધ અને લગ્નની વાતો છે તેથી દ્વારકા, મથુરામાં શ્રીકૃષ્ણ શંખ વગાડે છે મધુરી વાંસળી નહીં

મહાપ્રભુજીની આજ્ઞા છે કે શ્રીમદ્ ભાગવત નો દશમો સ્કંધ એ ગોવર્ધનનાથનું હૃદય છે. અને રાસલીલા એ પ્રાણ છે. રાસલીલા એ નિવૃત્તિ ધર્મનું પરમ ફળ છે. વેદોએ ઇશ્વરનું વર્ણન પુષ્કળ કર્યું પણ ઇશ્વરનો અનુભવ ન થયો તેથી વેદના મંત્રો ગોપીઓ થઈને આવ્યા. જીવનો મોટામાં મોટો શત્રુ 'કામ' છે. ઋષિઓએ કામને મારવા પણ તેણે ઘણા પ્રયત્નો કર્યા પણ તે મર્યો નહીં. વિશ્વામિત્ર, પરાશર કામને આધીન થયા છે. સૂર્યને ઢાંકવાની જે મુનિમાં શક્તિ હતી, તેઓ પણ કામને વશ કરી શક્યા નથી. કામ મર્યો નહીં એટલે કંટાળી ગયેલ ઋષિઓ ગોપી થઈને આવેલા છે. (ડોંગરેજી મહારાજ)

રાસલીલામાં ત્રણ સિદ્ધાંતો યાદ રાખવાનાં છે.

(૧) રાસલીલામાં ગોપીના શરીર સાથે સંબંધ નથી.

(૨) આમાં લૌકિક કામ નથી.

(૩) આ સ્ત્રી-પુરુષનું મિલન નથી. આ જીવ-ઇશ્વરનું મિલન છે.

રાસલીલા એ 'કામ' ઉપરનાં વિજયની લીલા છે. રાસલીલામાં કામનો ગર્વ ઉતાર્યો છે. શ્રીકૃષ્ણ ગોપીઓ સાથે રમતા પણ મનમાં જરાય વિકાર નથી.

અનેક સ્ત્રીઓ વચ્ચે રહી કામને માર્યો છે. અનેક સ્ત્રીઓ વચ્ચે રહીને ભગવાન સંયમ પાળે છે. 'કામ' નો પરાજય થયો. કામે ધનુષ્ય બાણ ફેંકી દીધા. શ્રીકૃષ્ણનું નામ મદનમોહન પડયું. શ્રીકૃષ્ણ યોગેશ્વર છે. રાસલીલા ભાગવતનું ફળ છે. જીવ અને ઇશ્વરનું મિલન તેમાં બતાવ્યું છે. રાસલીલાના અધ્યાય પાંચમાં પાંચ પ્રાણોનું ઇશ્વર સાથે રમણ એ જ 'મહારાસ'. કામને જે મારી શકે તે ભાગ્યશાળી. ભગવાને ગોપીને સ્વમુખે ભાગ્યશાળીનું સંબોધન આપ્યું છે.

ભગવાન શ્રીકૃષ્ણની કોઈ ઠેકાણે હાર નથી થઈ પણ ગોપીઓ સાથે વાત કરવામાં ભગવાનની હાર અને ગોપીઓની જીત થઈ છે. ભગવાને વિચાર્યું કે ગોપીઓનો પ્રેમ સાચો છે. 'દ્ધિંખ્તિં જીછટ્ટફ રૂમખ્તહ્ર િં।્ૃ' આજે હું તેઓનો ત્યાગ કરીશ તો તેઓ પ્રાણ ત્યાગ કરશે. પ્રભુને ખાત્રી થઈ કે જીવ શુદ્ધ ભાવથી મને મળવા આવ્યો છે. એટલે ભગવાને તેને અપનાવ્યો. પ્રભુ જેટલી ગોપીઓ છે તેટલા સ્વરૂપો ધારણ કર્યા છે. પ્રત્યેક ગોપી પાસે એક સ્વરૂપ ને રાખી રાસનો આરંભ કર્યો. અષ્ટ સખીઓ સેવામાં હાજર છે. હજારો જન્મથી વિખૂટો પડેલો જીવ પ્રભુની સન્મુખ આવ્યો. ગોપીઓ કૃષ્ણની સન્મુખ આવી. ઇશ્વરનાં દરબારમાં નમ્ર બનીને, ગોપી બનીને જે જાય તેમ ત્યાં પ્રવેશ મળે છે. નારદે રાધાકુંડમાં સ્નાન કરી નારદ બની રાસલીલામાં પ્રવેશ મેળવ્યો છે.

જ્યારે જીવ ઇશ્વરને મળે છે ત્યારે જ શાંતિ મળે છે. 'સેવા' એ જ ખરી પ્રભુ પ્રાર્થના છે. પુંડલિક ને માતાપિતાની સેવાથી ભગવાન મળ્યા છે. પ્રભુની ગોકુળ લીલા, વૃંદાવનજી એ શુદ્ધ પ્રેમની લીલાઓ છે, તેથી ત્યાં પ્રેમની વાંસળી શ્રીકૃષ્ણ વગાડે છે. મથુરાની લીલા, રાજલીલા છે, તેમાં યુદ્ધ, વધ અને લગ્નની વાતો છે તેથી દ્વારકા, મથુરામાં શ્રીકૃષ્ણ શંખ વગાડે છે. મધુરી વાંસળી નહીં.

શ્રીકૃષ્ણ ૧૨૫ વર્ષ સુધી પૃથ્વી ઉપર રહ્યા તેવું શ્રીમદ્ ભાગવત ના એકાદશ સ્કંધમાં વર્ણન છે. ઉદ્ધવજીનું તત્વજ્ઞાન અને ગોપીઓની પ્રેમલક્ષણા ભક્તિ ખૂબ મહત્વના છે. ઉદ્ધવજીની નિષ્ઠા જ્ઞાનમાં છે. ગોપીઓની નિષ્ઠા પ્રેમમાં છે. ગોપીઓ પ્રેમની ધજા છે. પ્રેમની મૂર્તિ છે. ઉદ્ધવ જ્ઞાની છે પણ તેમાં ભક્તિ ન હતી. ભક્તિ વગરનું જ્ઞાન નકામું છે. તેથી તેમને પ્રેમલક્ષણા ભક્તિનું ભાન કરાવવા શ્રીકૃષ્ણે તેમને વ્રજમાં મોકલ્યા. ગોપીઓ વધારે ભણેલી નથી પણ શુદ્ધ પ્રેમ કેવી રીતે કરવો તે ગોપીઓ જ જાણે છે. આ પુષ્ટિ ભક્તિ છે. ઉદ્ધવજી ગોપીઓનો પ્રેમ જોઈ મુગ્ધ થઈ ગયા હતા.

વૃંદાવન :

बर्हापीडं नटवरवपुः कर्णयोः कर्णिकारं

बिमद वासः कनककपिशं वैजयन्तीं च मालाम I

रन्ध्रान वेणोरधरसुधया पूरयन गोप्वृन्दै-

वृन्दारण्यं स्वपदरमणं प्राविशद गीतकीर्तिः II

''સર્વત્ર જેની કીર્તિ ગવાઈ રહી છે એવા શ્રીકૃષ્ણ નટવરનું સ્વરૂપ ધારણ કરી, શિરપર મોર પિચ્છકારી, કાનમાં કર્ણિકાકાર પુષ્પ ખોસી, સુવર્ણ રંગી અંબર પહેરી અને કંઠમાં વૈજ્યંતી પુષ્પોની માળા ધારણ કરી, પોતાની મધુર વાંસળીનાં છિદ્રોમાં પોતાનું અધરામૃત રેડી, ગોવાળિયાનાં વૃન્દ સાથે વૃન્દાવનમાં પ્રવેશ્યા અને તેમની ઉપસ્થિતિથી સારુંયે વૃંદાવન રમણીય બની રહ્યું હાલનું વૃન્દાવન શહેર મથુરાથી લગભગ છ માઈલ પર આવેલું છે. કૃષ્ણના જમાનાથી વૃન્દાવન હિન્દુઓનું એક અત્યંત પવિત્ર સ્થળ બની રહ્યું છે. નન્દ અને બીજા ગોવાળીયાઓને ગોકુળમાં ઘણી આપત્તિઓ વરસી આથી તેઓ ગોકુળથી સ્થળાંતર કરી વૃંદાવનમાં આવ્યા.

(ભાગવત ૧૦-૧૧-૨૩)

વૃંદાવન આગળ યમુના નદી આવી છે. ગોપીઓ ત્યાં શ્રીકૃષ્ણ સાથે બાળલીલાઓ કરી હતી.

રાધા : વૃંદાવનમાં રાધા સાથેની કૃષ્ણની લીલા એક સાહિત્યનો વિષય બની છે. કવિ જયદેવ પોતાની ગીત-ગોવિંદનો આરંભ આ રીતે કરે છે.

'राधामाधवयों जयन्ति यमुना कूले रहः केलयः।।'

યમુના તટે રાધા અને માધવની પ્રણય ક્રીડાઓ વિજયી નીવડી છે. પદ્મપુરાણમાં જણાવ્યા પ્રમાણે, વૃષભાનુ જ્યારે યજ્ઞા કરવા માટે જમીન સાફ કરતા હતા ત્યારે એ રાધા મળી આવી હતી. બ્રહ્મવિવર્તમાં જણાવ્યા મુજબ, ગોલોકમાં વસતી રાધાએ શ્રી દામાને એવો શાપ આપ્યો કે 'જા, તું શંખચુડ નામનો રાક્ષસ બની જા.' આથી શ્રીદામા એ એને પ્રતિશાપ આપ્યો કે તું 'ભૂલોકવાસી મનુષ્ય તરીકે અવતરજે.' આથી રાધા વૃષભાનુ અને તેની પત્ની કલાવતીની પુત્રી થઈ.

રાધાનો જન્મ ભાદરવા સુદ આઠમને રવિવારે થયો હતો તેવું કહેવાય છે. કેટલાક પુરાણોમાં જણાવ્યું છે કે રાધા એ કૃષ્ણની સ્વામિની નહોતી પણ પત્ની હતી. આદિપર્વમા જણાવાયું છે કે રાધાનું કૃષ્ણ સાથે વૈશાખ સુદ ત્રીજ, રોહિણી નક્ષત્રમાં લગ્ન થયું હતું. રાધા કૃષ્ણની પ્રિયતમા હતી. એના વૃન્દાવની, વૃન્દા અને વૃન્દાવન વિનોદિની એવા નામો છે.

'રાધા' એ વિષ્ણુની એક શક્તિ લેખાય છે. અને સમૃદ્ધિની દેવી ગણાય છે. વિષ્ણુ એ કૃષ્ણનું અને લક્ષ્મીરૂપે રાધાનું સ્વરૂપ ધારણ કર્યું હોવાનું ધારવામાં આવે છે. રાધા શબ્દમાં પ્રથમ અક્ષર 'ઝ્' એટલે મુક્તિ (મોક્ષ) આપવી, એ અર્થવાળા ધાતુમાંથી મેળ થયો છે. અને બીજો અક્ષર 'ષ્' એટલે કૃષ્ણના નિવાસ તરફ દોડવું : એ અર્થમાં ઘટાવાયો છે.

તુલસીનું વન એટલે વૃન્દાવન. એ એક પવિત્ર સ્થળ ગણવામાં આવે છે. વૃંદાવનમાં કેટલાક મોટા મંદિરો આવેલા છે. પ્રાચીન કાળમાં મુખ્ય મંદિરોમાં ગોવિંદદેવજી, રાધાવલ્લભ, ગોપીનાથ, જુગલકિશોર અન મદનમોહનનો સમાવેશ થાય છે.

વસ્ત્રાહરણ-લીલા : ગોપીઓ યમુનાજળમાં જ્યાં સ્નાન કરતી હતી, ત્યાંથી કૃષ્ણએ તેમના વસ્ત્રો, વિનોદમાં ઉઠાવી લીધા હતા. તે સ્થળ ચીરહરણ ઘાટ તરીકે ઓળખાય છે. આ પ્રસંગનું આખ્યાન શ્રીમદ્ ભાગવતમાં વસ્ત્રહરણ પ્રસંગ તરીકે આપવામાં આવ્યું છે.

વિશુદ્ધ આનંદ-વિશુદ્ધ જ્ઞાનની અનુભૂતિ તેમજ વિશુદ્ધ પ્રેમ આમાં દર્શિત થાય છે.

'જે કોઈ વિષ્ણુ સાથેની વ્રજની ગોપીઓની ક્રીડાની કથા ભાગવતમાં દ્રઢપણે શ્રદ્ધાન્વિત થી શ્રવણ કરે છે અથવા કહે છે તે પોતાના હૃદયમાંથી કામવાસનાના મલિન રોગને દૂર કરવાને શક્તિમાન થાય છે.' જેમણે પોતાના મન અને પ્રાણ મને (કૃષ્ણને) સમર્પિત કરી દીધા છે તેમની કામનાઓ તેમના સાંસારિત ભોગો લઈ જવામા સમર્થ નથી. (ભાગવત સ્કંધ ૧૦.૨૨.-૨૬)

વૃંદાવન એ મોર અને વાનરો માટે વિખ્યાત છે. આ બંનેને રહેવા ંમાટેના ખાસ સ્થળો છે. અકબરના સમયમાં નાભાજી ભક્તમાલા લખાયેલી જેના પ્રત્યે વૃંદાવનના તમામ સંપ્રદાયો આદરભાવ સેવે છે. એમાં એવી દ્રષ્ટિ વ્યક્ત થઈ છે કે,

भव-भक्ति- भगवान-गुऱु

चतुर नाम वपु एक

ભક્ત, ભક્તિ, ભગવાન અને ગુરૂ એ સર્વ એક જ છે. ભૂત માત્રમાં એક જ ઇશ્વરનો વાસ છે અને સહુ કોઈને ભક્તિ માર્ગે જવાનો

અધિકાર છે.

વૃંદાવનના મંદિરોના મૂળ પ્રણેતા 'નિમ્બાક' કહેવાય છે. તેનું કારણ એ છે એમણે એકવાર એક સાધુને ભિક્ષા માટે નિમંત્ર્યા. દરમ્યાન સૂર્ય અસ્ત પામ્યો હતો. સાધુઓ માત્ર દિવસે જ ભોજન કરતા. એમ કહેવાય છે કે નિમ્બાર્કે પ્રાર્થના કરી તેથી જે લીમડાના વૃક્ષ તળે સહુ બેઠા હતા તે નિમ્બવૃક્ષ ઉપર સૂર્યે કેટલોક સમય પ્રકાશતા રહી તેમના ઉપર કૃપા કરી હતી.

ભાગવત-પુરાણમાં 'રાધા'નો સીધો નિર્દેશ નથી.  ભાગવતમાં તો કૃષ્ણ એક ગોપી સાથે વારંવાર વિહારતા આલેખવામાં આવ્યા છે. 'ગોવાળ તાપનીય ઉપનિષદ' માં રાધાનો વિગતે વૃત્તાંત છે.

વ્યવહારમાં પણ 'રાધેકૃષ્ણ - રાધેકૃષ્ણ બોલાય છે.' કોડિનારમાં વર્ષો પહેલા અમારા દાદાને ત્યાં લાલજી બાપા આવતા તે વાત-વાતમાં 'રાધે-રાધે' બોલ્યા કરતા. આપ સહુને અમારા હૃદયથી 'જયશ્રી રાધાકૃષ્ણ'

'રાધે ગોવિંદ ભજ મન રાધે ગોવિંદ'

- ડૉ. ઉમાકાંત જે. જોષી