યજ્ઞાોપવીત સંસ્કાર વેદ પ્રતિપાદિત છે. ''એને ધારણ કરવાથી નિકૃષ્ટ જન પણ પરમ પદની પ્રાપ્તિ કરી શકે છે.''
શિખા અને સુત્ર ભારતીય સંસ્કૃતિનાં બે પ્રતીક છે.
શિખા ભારતીય સંસ્કૃતિ પ્રત્યેની આસ્થાનું પ્રતીક છે. યજ્ઞાોપવિત સાંસ્કૃતિક મૂલ્યોના આધાર પર પોતાના જીવનમાં આમૂલ પરિવર્તન કરવાના સંકલ્પનું પ્રતીક છે. એની સાથે ગાયત્રી મંત્રની ગુરુદીક્ષા પણ આપવામાં આવે છે. વિશ્વ, તૈજસ, પ્રાજ્ઞા અને તુરિય - આ ચાર આત્માનાં પાદ છે. પછી ત્રણ ગુણ વડે પિંંડ-બ્રહ્માંડની દૃશ્ય સ્થિતિ થાય છે. ત્રેવડ કરીને ઉંધુ વણવાથી એમ સૂચવાય છે કે સત્વ, રજ અને તમ એ અદ્યોગતિ કરનારા છે. એમાંથી છૂટવાનો ઉપાય ત્રિપદા ગાયત્રી છે. પછી ગ્રંથિ પ્રવર નાંખીને સૂચવાય છે કે અમારા ગૌત્રમાં આટલાં ઋષિઓએ બ્રહ્મદર્શન કરેલું કટમેખલાં ધારણ કરવાથી આળસ દૂર થાય છે.
જનોઇના નવતંત રહસ્યમય છે. ત્રણ તંતુએ વિદ્યા, બળ અને સદાચાર પ્રાપ્ત કરાવનાર છે. એવી સતત યાદ અપાવે છે. ઉપવિત તો દેવઋણ, પિતૃઋણ અને મનુષ્યઋણ અદા કરવાને સતત યાદ કરાવનાર સાક્ષીરૂપ છે. ડાબા સ્કંધ ઉપરથી જમળી કેડ તરફ એ જાય છે. કેડની નીચેનાં અશુધ્ધ અંગો ઉપર ઉપવિત ન રખાય શૌચાર્દિ સમયે જનોઈને પવિત્ર રાખવાને અને ઉચે સ્થાને રાખવાને જમણે કાને બે આંટા મારવામાં આવે છે.
હિતા નાડી ત્યાં આવેલી છે. ગુરૂ પણ જમણા કાનમાં જ ગાયત્રીમંત્ર ફૂકીને દીક્ષા આપે છે. તેનું કારણ પાંચ વિષયો આંખથી કામ, જીભથી ક્રોધ, કાનથી અભિમાન, મનથી મોહના બંધનમાંથી મુક્ત કરવાનું જ છે. બ્રહ્મગાંઠનો ઉદેશ પણ આ પાંચ વિષયોથી સાવધ રહેવા માટેનો છે. આને કારણે જ ગાયત્રીને ત્રિલોક તારિણી કહેવામાં આવે છે.
ઉપવિત સંસ્કાર વખતે શિખાને ખાસ રાખવામાં આવે છે. તેનો ગૂઢાર્થ ઉર્ધ્વત્તા પામવાનો છે. શિખાને ગાંઠ વાળવાનો હેતુ મનના વહેતા પ્રવાહોને શિખાની પેઠે એકપ્રિત કરવાનું ઉદાહરણ દેવાનો છે.
જનોઈ ધારણ કરતી વખતે ધ્યાનમાં રાખવું કે માત્ર સૂત્ર નથી એના માધ્યમથી જીવનમાં દિવ્યતા અને આદર્શવાદિતાને ધારણ કરવામાં આવી રહી છે.
- જગદીશ સુથાર


