Get The App

આધ્યાત્મ જિજ્ઞાાસુઓના પ્રશ્નો અને શ્રી ભગવાન રમણ મહર્ષિના જવાબ : સારબોધ પ્રસાદિ

Updated: Jan 19th, 2022

GS TEAM


Google News
Google News
આધ્યાત્મ જિજ્ઞાાસુઓના પ્રશ્નો અને શ્રી ભગવાન રમણ મહર્ષિના જવાબ : સારબોધ પ્રસાદિ 1 - image


- ભગવાન તમારી સાથે છે. તમારો આત્મા ભગવાન છે. એ સત્ય અનુભવના કામમાંથી નિવૃત થવાની કે ઘરથી દૂર ચાલ્યા જવાની આવશ્યકતા નથી. ફકત તમારી જાતને ઇશ્વરને સોંપી દો. પોતાની તૃષ્ણા- વાસનાઓનો ત્યાગ કરવાનો છે. 

ભા રતવર્ષના સૌથી વધુ વંદનીય અને દેશવિદેશે લોકપ્રિય આધ્યાત્મિક માર્ગદર્શક સદ્ગુરુઓમાંના એક ભગવાન શ્રીરમણ મહર્ષિ હતા. તેમનો સીધો-સાદો સંદેશ હતો કે,' તમારી નિત્ય- સહજ- સ્વાભાવિક સ્થિતિમાં રહો.' (મ્ી છજ ર્રૂે ટ્વિી) એમની 'મહાસમાધિ પછીનાં વર્ષોમાં પણ એમનો હૃદયસ્પર્શી ઉપદેશ, દુનિયાભરનાં જિજ્ઞાાસુઓને માર્ગદર્શન આપતો રહ્યો છે. અધિકારી, સૂક્ષ્મગ્રહણશક્તિ ધરાવનારા જિજ્ઞાાસુઓને, એમનો ઉપદેશ મૌન દ્વારા મળતો. તેઓ પોતાની શક્તિના પ્રવાહને પોતાની સંમુખ બેઠેલા સાધકોમાં સંક્રમિત કરી, જેમાં પોતે નિરંતર પ્રતિષ્ઠિત રહેતા, એ મુક્તિની અવસ્થાનું સીધી રીતે પ્રદાન કરતા.

લગભગ ૧૯૨૫ થી ૧૯૫૦ સુધીના સમયગાળા દરમિયાન, તેમની મુલાકાતે દુનિયાભરમાંથી આવતા, જિજ્ઞાાસુઓના પ્રશ્નોના ઉત્તર પણ આપતા. આ લેખમાં કેટલાક પ્રશ્નોત્તરની સારબોધ પ્રસાદિ આપવાનો પ્રયત્ન કરેલ છે. જે જિજ્ઞાાસુને ગમશે.

નિત્ય ચેતના એટલે ? કેવી રીતે મેળવાય.. વિસ્તરાય ?

ઉ. તમે એ નિત્ય ચેતના છો. તેથી મેળવવાની કે વિકસિત કરવાની આવશ્યકતા નથી. અનાત્મપદાર્થ વિષયક' ચેતનાનો ત્યાગ કરવાનો છે. પછી શુધ્ધ ચેતના શેષ રહે છે. એજ આત્મા.. નિત્યચેતના.

- 'મૌન' શું છે ? 

ઉ. મૌન વાણી અને વિચારથી પર રહેલી અવસ્થા છે. તેમાં અહંકાર ન હોય. મૌન જ આત્મા છે. સાચું પૂર્ણ જ્ઞાાન છે. બીજાં બધાં જ્ઞાાન ક્ષુદ્ધ છે.

- આત્મસાક્ષાત્કારમાં અવરોધક વિધ્નો ક્યાં ?

ઉ. કર્મમય જીવનનો ત્યાગ જરૂરી નથી. જો તમે એક બે કલાક ધ્યાનનો અભ્યાસ કરો તો તમારાં વ્યાવહારિક કર્તવ્યોનું પાલન કરી શકો છો. ધ્યાનનો પ્રશાન્ત પ્રવાહ કામના સમયમાં પણ જળવાઈ રહેશે. જગત સાથે બાંધી રાખતી સ્વાર્થ પરાયણતા છૂટવી જોઈએ. ખોટા અહંનો ત્યાગ કરવો પડે. જો નિયમિત આ રીતે અભ્યાસ થશે તો દૃષ્ટિકોણ બદલાઈ જશે.

- શાંતિ શી રીતે પ્રાપ્ત થાય ? ઉ. મનોનાશથી શાશ્વત શાંતિ પ્રાપ્ત થાય.

- પૂર્ણ શરણાગતિ એટલે ? ઉ. પૂર્ણ શરણાગતિમાં તમારી પોતાની કોઈ ઇચ્છા ન હોવી જોઈએ. ઇશ્વર જે કંઈ આપે એમાં જ સંતોષ માનવો જોઈએ.

- ભક્તિ કરવા ઘર છોડવાની ઇચ્છા થાય તો ?

ઉ. ભગવાન તમારી સાથે છે. તમારો આત્મા ભગવાન છે. એ સત્ય અનુભવના કામમાંથી નિવૃત થવાની કે ઘરથી દૂર ચાલ્યા જવાની આવશ્યકતા નથી. ફકત તમારી જાતને ઇશ્વરને સોંપી દો. પોતાની તૃષ્ણા- વાસનાઓનો ત્યાગ કરવાનો છે. પોતાના શુદ્ધપ્રેમનો બધાં પ્રત્યે વિસ્તાર કરવાનો છે. ઘરછોડવાથી ત્યાગ સિદ્ધ થતો નથી. મનને બહાર નહિ. અંતરમાં વાળવાની જરૂર છે.

- આહારના વિષયમાં કઈ બાબત ધ્યાનમાં લેવા જેવી છે ? 

ઉઃ આહાર મનને પ્રભાવિત કરે છે. તેથી કોઈ પણ પ્રકારના આધ્યાત્મિક અભ્યાસ માટે શાકાહાર અનિવાર્ય રૂપે જરૂરી છે, કેમ કે એનાથી મન સાત્વિક- શુદ્ધ અને સંતુલન બને છે.

- આચારના ક્યા નિયમોનું પાલન સાધકે કહ્યું ? 

ઉ. આહાર, નિદ્રા અને વાણીમાં મધ્યમમાર્ગનું અનુસરણ.

- શ્રી રામકૃષ્ણ પરમહંસની જેમ ઇશ્વર સાથે વાત કરી શકાય ?

ઉ. જ્યારે આપણે એકબીજા સાથે વાત કરી શકીએ છીએ તો એ જ રીતે ઇશ્વર સાથે વાત કેમ ન કરી શકીએ ? એ માટે વિશુદ્ધિ મનોબળ અને ધ્યાનાભ્યાસ જરૂરી છે.

- મને તો બધે જ દુઃખ જ કેમ દેખાય છે ? 

ઉ. માણસ જો સુખરૂપ પોતાના આત્માને વિવેકથી જાણે તો, એના જીવનમાં જરા પણ દુઃખ રહે નહિ. મનુષ્ય એટલા માટે દુઃખી થાય છે કે જે ક્યારેય પણ આત્મા નથી એવા શરીરને હું માને છે. આ ભ્રમને લીધે દુઃખ ઉત્પન્ન થાય છે. દુઃખો દૂર કરવાનો સાચો અને અસરકારક ઉપાય, આત્મસાક્ષાત્કાર છે. મનોનાશથી દુઃખનું અસ્તિત્વ સમાપ્ત થઈ જાય છે.

- ધ્યાનમાં ઉતાર ચઢાવ કેમ થાય છે ?

ઉ. આવું સત્ત્વ, રજસ્ અને તમસ એ ત્રણ ગુણોની પ્રવૃત્તિને લીધે થાય છે.

- મન અન્તર્મુખ કેમ થતું નથી ?

ઉ. અભ્યાસ અને વૈરાગ્યના વારંવારના પ્રયત્નથી અંતર્મુખ થાય. ધીમે ધીમે થાય. મન બીજાના ખેતરમાં ચોરી છૂપીથી ઘાસ ચરવાની આદત વાળી ગાય જેવું છે. જેને એનો માલિક ઘરમાં ગમે તેટલા લીલા ઘાસથી સારા ખોરાકથી લલચાવે પણ જ્યાં ત્યાં ભટકવાની જૂનીટેવથી ગાય બીજે ભાગી જાય છે. માલિક વારંવાર ગાયને ઘેર ઘાસ ખાવા લલચાવ્યા કરે તો ધીમે ધીમે ગાય બહાર ભટકતી બંધ થાય, તેમ મનને અંદરના સુખની ખબર પડી જાય તો એ બહાર ભટકશે નહિ.

- પતંજલિના સૂત્રોમાં ઉલ્લેખાયેલી સિદ્ધિઓનું મૂલ્ય શું ?

ઉ. સિદ્ધિઓનું કંઈ મૂલ્ય નથી. એ આત્મજ્ઞાાન- આત્મ સાક્ષાત્કાર માટે વિઘ્નરૂપ છે. ઇશ્વરમાર્ગે જનાર સિદ્ધિઓની યાચના કરતા નથી. સિદ્ધિઓથી પડતી આવે છે. અહંકાર વધારે છે.

- આંતરિક અને બાહ્ય સમાધિમાં શો ફરક છે ?

ઉ. જગત દેખાતુ હોય ત્યારે પણ સત્યને વળગી રહેવું અને અંદરથી કોઈ પ્રતિક્રિયા ન થવા દેવી' બાહ્ય સમાધિ છે. એ તરંગરહિત સાગર જેવી સ્થિતિ છે. જ્યારે આંતરિક સમાધિમાં દેહભાન લુપ્ત થાય છે.

- ધ્યાન અને સમાધિમાં શો ફેર છે ? 

ઉ. સભાન માનસિક પ્રયત્નથી ધ્યાન થાય છે. સમાધિમાં એવો મનોયત્ન હોતો નથી. 

Tags :