શ્રી પ્રેમાનંદજી મહારાજ ખૂબ જ ફેક્ટ અને પ્રેક્ટિકલ વાતો કરે છે.
જેમકે, તેઓ કહે છે કે,
જીવનમાં ગમે એવી ભારેમાં ભારે પરિસ્થિતિ આવે, પણ તમારે ક્યારેય હારવાનું નથી.
તમે અવિનાશી (ભગવાન)ના પુત્રો છો, ડર શેનો. ક્યારેક કંઈક ખોટું થઈ જાય છે (ભૂલથી અથવા જાણી જોઈને) તો ભગવદ્ આશ્રયમાં જાઓ, અને જો તમે ખરેખર સુધારો લાવવા માંગો છો તો ભગવાન જરૂર તમારી સાંભળે છે. ભગવાનનું નામ જાપ કરો.
હારી ગયા તો શું થયું ! ફરીથી ઊઠો, લડો અને ફરી હારો તો ફરી ઊઠો, તમારી જીત નિશ્ચિત્ત છે.
સારું કામ કરવાની તમારામાં ક્ષમતા છે તો ખોટું કામ શું કામ કરવું! અને ખોટું કામ અથવા પાપ થઈ ગયું છે તો જરૂરિયાત મંદને દાન કરી દો.
સફળતા માટે હંમેશા પ્રયત્ન કરતા રહો. નસીબ ક્યારેય એક જેવું નથી હોતું. એ જરૂર બદલાય છે.
હંમેશા મહેનતની કમાણીથી ખાઓ, હરામનું તમને કોઈને કોઈ સ્વરૂપે હેરાન કરી મૂકશે.
મનને ખૂબ જ કાબુમાં કરી લો, એ માટે તમારે તમારા મનની વિરૂદ્ધમાં ચાલવું પડશે. તમારું મન તમારી નબળાઈઓ જાણે છે એટલે તે પ્રયત્ન કરશે તમને સુખ ભોગો તરફ લઈ જવાની અને એ માટે થઈને પછી ઘણા ખોટા કામો કરાવી દેશે, તમને ખબર પણ નહી પડે, પછી જ્યારે ભાન આવશે, બહુ મોડું થઈ ગયું હશે.
ખૂબ જ આનંદથી જીવવા માટે ધર્મપૂર્વક રહો. નિયત સાફ રાખો. અધર્મ ક્યારેય ન અપનાવશો.


